ગુજરાતની આ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચના ઓપરેશન થાય છે મફતમાં, આ હોસ્પિટલ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે

અમુક લોકો ગરીબ હોવાના લીધે પોતે બીમાર હોવા છતાં સમયસર સારવાર કરી શકતા નથી અમુક સમયે ડોક્ટરના કહેવા અનુસાર ઓપરેશન કરવું પડતું હોય ત્યારે પરિવાર પૈસાના કારણે સમયસર ઓપરેશન કરાવી શકતો નથી. પરંતુ આજે અમે તમને એક એવી હોસ્પિટલ વિષે વાત કરવાના છીએ જે વલસાડમાં આવેલી છે.
આ હોસ્પિટલ વિનામૂલ્યે લોકોની સારવાર કરવાનું કામ કરી રહી છે. આ હોસ્પિટલમાં તમામ મશીનરી અને અનુભવી ડોક્ટરો ઉપલબ્ધ છે. આ હોસ્પિટલનું નામ શેઠ રતનજી નથ્થુભાઈ ચાવસરેવાલા છે પરંતુ તે આર એન સી ના નામથી ઓળખાય છે.
આ હોસ્પિટલમાં ગુજરાત જ નહિ પરંતુ મહારાષ્ટ, રાજસ્થાન, મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. આ હોસ્પિટલમાં આંખની દરેક સુવિધા ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં આંખની તમામ પ્રકારની સારવાર કરવામાં આવી રહી છે.
આ હોસ્પિટલમાં રોજના 300 દર્દીઓ OPD માં હોય છે અને રોજના 50 થી 60 મોતિયાના ઓપરેશન થાય છે. આ હોસ્પિટલમાં કોઈ પણ નાતજાતના ભેદભાવ રાખ્યા વગર સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે.
પ્રાઇવેટ હોસ્પિટલમાં અપાતી ટ્રીટમેન્ટ અને આ હોસ્પિટલની અપાતી ટ્રીટમેન્ટમાં કોઈ ફરક નથી આ હોસ્પિટલમાં અનુભવી ડોક્ટરો ફુલ ટાઈમ સર્વિસ આપી રહ્યા છે અને 12 ડોક્ટર વિઝિટિંગ છે. જે ફિક્સ સમયે સારવાર કરી રહ્યા છે. અને દર્દીઓની સેવા કરવા માટે નર્સીસ સ્વયંસેવક તરીકે કામ કરી રહી છે.