શિક્ષક તરીકે પસંદગી થતા લગ્નની વિધિ અધૂરી છોડી આ યુવતી પહોંચી ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાવવા..

જુનાગઢ જિલ્લાની માધ્યમીક શાળામાં નિમણૂંક થવા માટે 184 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવા બોલાવવામાં આવેલ હતા. જેમાં એક યુવતી કે જેના લગ્ન હોવાથી ચોરીના ફેરા ફરતા પૂર્વે ઉમેદવાર તરીકે પોતાના પ્રમાણપત્રો સાથે ચકાસણી કરાવવા હાજર રહી હતી. જો કે આ યુવતીને પુરા સન્માન સાથે બેઠક વ્યવસ્થા કરી તેમનું વેરીફીકેશન સમયસર પૂર્ણ કરાયું હતું.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માઘ્યમિક શાળામાં ખાલી રહેલી શિક્ષકોની જગ્યા ભરવા માટે જાહેરાત આપી અને ઓનલાઈન ભરતીની કાર્યવાહી હાથ ધરી હતી. જેના ભાગરૂપે જે ઉમેદવારોએ અરજી કરનારને મેરીટના ધોરણે લાયકાતના પ્રમાણપત્રોનું રૂબરૂ ચકાસણી કરવા માટે જે તે જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવ્યા હતા.
તેમાં જુનાગઢ જિલ્લામા 184 ઉમેદવારોને બોલાવવામા આવ્યા હતા. આ ઉમેદવારોને મેરીટના ધોરણે આવતા અગ્રતા ધોરણે સરકારી માઘ્યમિક શાળામા નિમણુંક આપવામા આવનાર છે વેરીફીકેશન દરમિયાન કોઈ ઉમેદવારોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા જુનાગઢ જિલ્લા શિક્ષણાઘિકારી કચેરી દ્વારા સરકારી ગલ્સ હાઈસ્કૂલ કરવામાં આવી હતી. જેમાં હાલ આત્યારે લગ્નના દિવસો ચાલી રહ્યા છે.
184 ઉમેદવારો પૈકીની એક કોમલબેન હદવાણી નામની ઉમેદવાર યુવતીના લગ્ન હોવાથી તેણી તેના ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે લગ્નના ફેરા ફરતા પહેલા લાયકાતના પ્રમાણપત્રો સાથે ચકાસણી માટે હાજર રહી હતી. આ તકે ટીમે પ્રભુતામાં પગલા પાડનાર ઉમેદવાર યુવતીનું પુરા સન્માન સાથે બેઠક વ્યવસ્થા કરી આપી હતી. રાજ્ય સરકારની પારદર્શક વહીવટને અનુરૂપ કામગીરી કરી હતી.