આટલી હિંમત એક ગુજરાતીમાં જ હોય, ખજુરભાઈએ સૌરાષ્ટ્રની ધરતી પર લોકોની સ્થિતિ જોઈને હાલમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, તેઓ આજીવન તેમના જીવનની 95 ટકા જેટલી આવક ગુજરાતના લોકો પાછળ ખર્ચશે

થોડા મહિનાઓ પહેલા ગુજરાતના દરિયા કિનારે ખુબ જ ભારે વાવાઝોડું આવ્યું હતું અને તે વખતે સૌરાષ્ટ્રના ઘણા લોકોના ઘર પણ પડી ગયા હતા. લોકોના પાકને પણ નુકસાન થયું હતું, ત્યારે ઘણા લોકો આ લોકોની મદદ માટે ગયા હતા અને લોકોએ મદદ પણ કરી હતી. એ વખતે આપણા ખજુરભાઈ પણ ત્યાં લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા હતા અને ઘણા મહિનાઓ ત્યાં રહીને 150 થી પણ વધારે લોકોના નવા ઘર બનાવીને તેમની મદદ કરી હતી.
જે સમયે રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ થઇ હતી એ વખતે પણ તેઓ દોડીને ફટાફટ લોકોની મદદે પહોંચી ગયા હતા અને લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી હતી.
ખજુરભાઈ હાલમાં જેતપુરમાં સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિસ્થા મહોસ્તવમાં ગયા હતા અને તેઓએ આવીને એવું કહ્યું હતું તેમની આવકના 95 ટકા જેટલા રૂપિયા તેઓ ગુજરાતી પાછળ જ વાપરશે અને તેમને મદદ કરશે.
ખજુરભાઈ જેતપુરમાં આવીને સંતોના આશીર્વાદ લીધા અને આશીર્વાદ લઈને ત્યાં બધા જ લોકોની સભામાં એવું કહ્યું હતું કે તેઓ આજીવન સુધી તેમની આવકમાંથી લોકો માટે પૈસા વાપરશે અને તેમની મદદ કરશે. ખજુરભાઈએ એવું પણ કહ્યું હતું કે ગુજરાતમાં જેટલા પણ લોકોના મકાન કાચા છે. તેમને નવું ઘર ઉભું કરવાની તાકાત તેઓ માંગી રહ્યા છે.
ખજુરભાઈએ આ થોડા મહિનાઓમાં ઘણા લોકોની એવી સ્થિતિ જોઈ છે અને તેમની આ સ્થિતિ જોઈને તેઓએ નક્કી જ કરી લીધું છે કે તેમને આગળ આવી રીતે તેઓ મદદરૂપ થઈને તેમના જીવનમાં કામકરતા રહશે.