આર્મીમાં 18 વર્ષ પોતાની સેવા પુરી કરીને વતન પાછા ફરી રહેલા જવાનનું ગામ લોકોએ ઢોલ નગારા અને ફૂલોની માળા વડે કર્યું ભવ્ય સ્વાગત, સ્વાગત જોઈ જવાનની આંખોમાં આવી ગયા ખુશીના આંસુ

આર્મીમાં 18 વર્ષ પોતાની સેવા પુરી કરીને વતન પાછા ફરી રહેલા જવાનનું ગામ લોકોએ ઢોલ નગારા અને ફૂલોની માળા વડે કર્યું ભવ્ય સ્વાગત,  સ્વાગત જોઈ જવાનની આંખોમાં આવી ગયા ખુશીના આંસુ

જે ગામનો જવાન ભારતીય સેનામાં પોતાની ફરજ નિભાવતા હોય છે. તેના માટે આ ખુબજ ગર્વની વાત હોય છે. જયારે આવા બહાદુર જવાનો પોતાની ફરજ પુરી કરીને પોતાના ઘરે પરત ફરતા હોય છે. ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવું જરૂરી બને છે. હાલ ઓડિસાના એક ગામથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પોતાની સેવાથી રિટાયર્ડ થઇ રહેલા જવાનનું ગામ લોકોએ ખુબજ ભવ્ય સ્વાગત કર્યું.

ઓડિસામાં સુવર્ણપુરના રવિ છેલ્લા 18 વર્ષથી સેનામાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. જયારે ગામ લોકોને ખબર પડી કે રવિ આ દિવસે પોતાની ફરજ પરથી રિટાયર્ડ થઈને ઘરે આવવાના છે. ત્યારથી જ ગામના લોકોએ ભેગા થઈને રવિનું ભવ્ય સ્વાગત કરવાનું નક્કી કર્યું હતું.

જે દિવસે રવિ પોતાના ઘરે આવવાના હતા. એ દિવસે આખા ગામમાં તહેવારની ઉજવણી જેવું વાતાવરણ હતું. આખું ઘર બેસબરીથી પોતાના આર્મી જવાન દીકરાની રાજ જોઈ રહ્યું હતું. ગામના યુવાનો તમને તાલુકામાં આવેલા બસ સ્ટેન્ડે લેવા માટે પહોંચી ગયા હતા. ગામના યુવાનો દ્વારા ત્યાંથી તેમન ભવ્ય રેલી કાઢીને ઘરે લાવવામાં આવ્યા હતા.

ગામમાં આવતાની સાથે જ ઢોલ નગારા વાગવા લાગ્યા હતા. ગામના લોકોએ તેમનું ફૂલોની માલા પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું. ગામના લોકોએ જવાનના ઘરે આવવાની ખુશીમાં મન મૂકીને ડાન્સ કર્યો હતો અને ગામના વડીલોએ તેમના સન્માનમાં વાક્યો કહ્યા હતા અને ગામ દેશ ભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

admin