કચ્છના માતાના મઢમા માં આશાપુરાના દર્શને માટે તો હજારો ભક્તો ગયા હશે, પરંતુ મંદિરની આ એક વાત વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય..

ભારત દેશમાં બધા જ લોકો ભગવાન અને માતાજીની પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખતા હોય છે, અને દેવી-દેવતાઓને હજારોની સંખ્યામાં મંદિરો પણ આવેલા છે. કચ્છની રાજધાની ભૂજથી લગભગ 80 જેટલા કિલોમીટર દૂર આવેલ આ માતાનો મઢ એટ્લે આશા પૂરી કરનાર માતા આશાપૂરાનું મંદિર.
જે કચ્છ ઉપરાંત દેશ વિદેશમાં તેના ચમત્કારોથી આસ્થાનું પ્રતિક બની ગયું છે. અને અહીંયા સાક્ષાત માં આશાપુરા બિરાજમાન છે. આ મંદિરે ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના ચરણોમાં માથું ટેકવા માટે અને દર્શન કરવા માટે આવે છે.
માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો ઘણા ભક્તો ગયા જ હશે પણ તેના ઇતિહાસ વિષે ખુબ ઓછા લોકો જાણતા હશે. આ મંદિરમાં બિરાજમાન માતાજીની મૂર્તિ સ્વયંભૂ છે. તેની પાછળ પણ એક દંતકથા રહેલી છે. દોઢ હજાર વર્ષ પહેલા દેવચંદ નામનો મારવાડનો વાણિયો વેપાર કરવા માટે કચ્છ આવ્યો હતો. એ વખતે આ વાણિયો હાલમાં જ્યાં માતાજીનું મંદિર છે ત્યાં ફરતો ફરતો પહોંચ્યો હતો.
એ સમયે આસો સુદ નવરાત્રીનો સમય હતો એટલે ત્યાં માતાજીની સ્થાપના કરીને રોજે રોજ ભક્તિ અને પૂજા કરવા લાગ્યો હતો. આખો દિવસ આ વાણિયો ભક્તિ કરતો હતો અને એક દિવસે માતાજી તેના સપનામાં આવીને એવું કહ્યું કે તને દર્શન આપવા માટે આવી છું અને તું આજે જ્યાં મારી ભક્તિ કરે છે ત્યાં મંદિરની સ્થાપના કરજે, પણ મંદિરના દ્વાર છ મહિના સુધી ખોલતો નહિ.
દેવચંદે મંદિર બનાવ્યું અને દ્વાર બંધ રાખીને રોજે રોજ પૂજા કરવા લાગ્યો અને ત્યાં બહાર જ બેસવા લાગ્યો હતો. આમને આમ પાંચ મહિનાનો સમય વીતી ગયો અને એક દિવસે અચાનક દ્વાર પાછળ ઝાંઝરનો અવાજ સંભળાયો. આ સાંભળીને આ દેવચંધા દ્વાર ખોલીને સીધો અંદર જ જતો રહ્યો અને ત્યાં અંદર જતાની સાથે જ તેને દેવી માની મૂર્તિના દર્શન થયા.
તે દર્શન કરવા જતો હતો અને તેને માતાજીએ કરેલી વાત યાદ આવી અને માતાજીના ચરણોમાં માથું ટેકીને માતાજીના આશીર્વાદ લીધા. તો માતાજીએ તેને કઈ માંગવા માટે કહ્યું તો દેવચંદે પુત્ર પ્રાપ્તિ માટે જણાવ્યું અને તેની આ ઈચ્છા પણ માતાજીના આશીર્વાદથી પુરી થઇ અને ત્યાંથી જ માં આશાપુરી કહેવાયા.
દર આસો માસની નવરાત્રીમાં માતાના મઢે ચાલીને લાખો લોકો માતાના દર્શન કરવા માટે પદયાત્રા કરે છે. માતાના મઢના રસ્તા પર આ પદયાત્રીઓની સેવા કરવા માટે આખા રસ્તે થોડા થોડા અંતરે કેમ્પ લગાવવામાં આવે છે. છેક સૂરજબારીથી માતાના મઢ સુધીમાં હજારો કેમ્પપદાયત્રીઓ અને ભક્તની સેવા માટે રાત-દિવસ ઊભા રહે છે. જેમાં જમવાની સગવડતા, નહાવાની સગવડતા, આરામ કરવાની સગવડતા, મેડિકલ કેમ્પ અને બીજી નાની મોટી સેવાઓ તો ખરી જ.
આઠમના દિવસે કચ્છના રાજા આજે પણ ત્યાં યજ્ઞ કરે છે. હાલ પણ એમના વંશજો આઠમના દિવસે માતાના મઢે આવીને માતા આશાપુરાના ભવ્ય યગ્નનું આયોજન કરી માતાની આરતીમાં સામેલ રહીને જાતર ચઢાવે છે.