સોશિયલ મીડિયા પર તમારા સંબંધો સાથે જોડાયેલી આ 5 વાતો ક્યારેય શેયર ના કરશો..

સોશિયલ મીડિયા પર તમારા સંબંધો સાથે જોડાયેલી આ 5 વાતો ક્યારેય શેયર ના કરશો..

આજના સમયમાં સોશિયલ મીડિયાની લોકોના વ્યક્તિગત જીવનમાં ભૂમિકા વધતી જઈ રહી છે. પ્રોફેશનલથી લઈને પર્સનલ ચીજો અને લાગણીઓને લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને ટ્વિટર જેવી સોશિયલ સાઈટ્સ પર શેર કરવામાં જરા પણ અચકાતા નથી, પછી ભલે તેનું પરિણામ ખરાબ આવે.

પોતાના અંગત જીવનમાં ઘણી પરેશાનીઓ અને ઝઘડાઓ રહેતા હોય પરંતુ સોશિયલ મીડિયા પર લોકો પોતાને દુનિયાના સૌથી વધારે નસીબદાર બતાવવામાં અને બડાશ મારવામાં ચૂકતા નથી. એટલા માટે ઘણા કારણોથી સંબંધો તૂટવાનું કારણ પણ સોશિયલ મીડિયા બની જાય છે. સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ લોકોને માનસિક રૂપથી બીમાર કરી રહ્યો છે અને પોતાના સંબંધોથી પણ દૂર કરી રહ્યો છે.

આટલા માટે સોશિયલ મીડિયા પર કઈ પોસ્ટ કરવી અને કઈ પોસ્ટ ના કરવી તે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. અહીંયા અમે તમને પોતાના સંબંધો સાથે જોડાયેલી એવી થોડી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે ના કરવી જોઈએ. જો આવું કરો છો તો તેના દુષ્પરિણામ પણ આવી શકે છે.

પરવાનગી વગર પોસ્ટ ન કરવી

ઘરમાં તમારો પાર્ટનર કેવો છે, કેવી રીતે રહે છે, તેની આદતો કેવી છે વગેરે વાતો સોશિયલ મીડિયા પર શેયર ના કરશો. જો તમે ઈચ્છો તો પોતાની બાબતથી તમે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત વાતો કરી શકો છો, પરંતુ પોતાના પાર્ટનર વિશે કોઈ પણ બાબત પોસ્ટ ન કરવી જ્યાં સુધી તેની સહમતિ ન હોય. કારણ કે તે તેની ગોપનીયતા ઉપર આક્રમણ છે.

ઘરના ઝઘડા ને જાહેર ન કરશો

ઘણી વખત વાદવિવાદ દરમિયાન વાત ઝગડા સુધી પણ પહોંચી જાય છે. ઘણા પાર્ટનર તો એકબીજા પર હાથ પણ ઉપાડી લેતા હોય છે. જો ક્યારેય પણ આવો સમય આવે તો તેને ઘરમાં જ સમાધાન કરી લો. પોતાની લાગણીઓને જાહેર કરવા માટે સોશિયલ મીડિયાનો આશરો ન લેશો. તે તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેના લીધે સંબંધો ખરાબ થઈ શકે છે. ઘરના લડાઈ-ઝઘડા ને જાહેર કરવા તે સંબંધોને નુકસાન પહોંચાડે છે, મજબુત નથી કરતા.

કિસિંગ સેલ્ફી

એક સામાન્ય કિસિંગ સેલ્ફી પોસ્ટ કરવી તે ઠીક વાત છે પરંતુ લોકો લિપ ટુ લિપ કિસ કરતા સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે જે ખોટું સાબિત થઈ શકે છે. તે તમારી ખુશી માટે સારી બાબત છે પરંતુ તે તમારા અંગત સમયમાં ઘુસપેઠ મહેસૂસ કરાવી શકે છે. તે એ લોકો માટે દર્દનાક સાબિત થઇ શકે છે જેવો કદાચ આ જ ચીજોથી દૂર છે. ખાસ કરીને તમારા મિત્રો જે હજુ સિંગલ છે. તેમને તમારાથી ઇર્ષ્યા પણ થઇ શકે છે.

મોંઘી ગિફ્ટ

મોંઘી ગિફ્ટ આપવી એ આપણી મરજી છે, પરંતુ તેને સોશિયલ મીડિયા પર શેયર કરવી યોગ્ય છે? એ તમારા માટે તો યોગ્ય છે પરંતુ તમારા મિત્રો માટે કદાચ યોગ્ય નથી. દરેક વ્યક્તિની કમાણી અને ખર્ચા અલગ અલગ હોય છે. ઘણા લોકો આર્થિક રૂપથી સંઘર્ષ કરી રહ્યા હોય છે અને તેઓ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હોય છે.

સોશિયલ મીડિયા પર બડાશ હાંકવી તે તમારા માટે યોગ્ય છે પરંતુ તમારા સાથીનું અપમાન પણ થઈ શકે છે. કારણ કે તે તમારી સાથે આ ખુશીનો સમય પસાર કરવા માંગે છે અને તમે એ સામનો ઉપયોગ સોશિયલ મીડિયા પર બડાશ હાંકવાં માટે કરવા માંગો છો. આમ પણ સોશિયલ મીડિયા પર મોંઘી ગિફ્ટને શેયર કરવી તે અક્કલનું પ્રદર્શન જ કહેવાય જે તમને કોઈ વ્યક્તિ નહીં જણાવે.

બ્રેકઅપ

જો તમારુ બ્રેકઅપ થઈ જાય છે તો તેને સોશિયલ મીડિયા પર શેયર ન કરો પરંતુ કોઈ ખાસ મિત્ર સાથે શેયર કરો જે તમને ભાવનાત્મક રૂપથી મજબૂતી આપે. સોશિયલ મીડિયા પર બ્રેકઅપના સમાચાર શેયર કરવાથી તમે મજાક બની જશો અને સાથોસાથ બીજી વખત તમારા જોડાવવાની સંભાવનાઓ પણ ખતમ થઇ જશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *