સોના-ચાંદીની કિંમતના શુઝ પહેરે છે બોલીવુડના આ અભિનેતા, નંબર-7 તો 5 લાખ રૂપિયાનાં શુઝ પહેરે છે

બોલીવુડના અભિનેતા જેટલા ચર્ચિત પોતાની એક્ટિંગ સ્કીલથી રહે છે, એટલા જ ચર્ચામાં તેમના સ્ટાઇલશ અંદાઝ માટે પણ રહે છે. પોતાના કપડાથી લઈને ઘર, ગાડી સુધી બધી વસ્તુ તેમની પાસે ઘણી કીમતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવુડમાં ઘણા સ્ટાર્સ તો એવા પણ છે જે એટલા મોંઘા શુઝ પહેરે છે કે એટલામાં તો કોઈ સામાન્ય વ્યક્તિ સોના ચાંદીની વસ્તુઓ ખરીદી લે. આજે અમે તમને બોલિવુડના એવા જ એક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પહેરે છે મોંઘા અને ઘણા કિંમતી શુઝ.
રણવીર સિંહ
બોલિવુડના સુપરસ્ટાર રણવીર સિંહનું નામ આ લિસ્ટમાં સૌથી ઉપર આવે છે. પોતાના અનોખા સ્ટાઇલ માટે ચર્ચામાં રહેવા વાળા રણવીર સિંહ પાસે એડિડાસના સુપર મોંઘા ફોમ સ્નિકર છે. જેટલો શાનદાર આ શુઝનો લુક છે, એટલી જ આશ્ચર્યચક્તિ તેની કિંમત પણ છે. રણવીર સિંહનાં એક્સકલુસિવ સ્નિકર ની આ જોડીની કિંમત લગભગ ૧ લાખ રૂપિયાની આસપાસ છે.
શાહિદ કપુર
બોલીવુડના કબીર સિંહ એટલે કે શાહિદ કપુર પણ પોતાની સ્ટાઇલ માટે જાણીતા છે. કબીર સિંહના ફિલ્મ પ્રમોશન દરમિયાન શાહિદ કપુરે રિક ઓવેન્સ બ્લેક અને ઓફ વાઇટ હાઇકિંગ સ્નિકર પહેર્યા હતા. આ જોડીની કિંમત લગભગ 95 હજાર રૂપિયા છે.
અક્ષય કુમાર
બોલીવુડનાં ખિલાડી અક્ષય કુમારને પણ ઘણા કીમતી શુઝ પહેરતા જોવામાં આવ્યા છે. જયારે તે પોતાની ફિલ્મ હાઉસફુલ-4 નું પ્રમોશન કરી રહ્યા હતા. ત્યારે તેમણે બલેનસિગા બ્રાન્ડનાં ઓરેન્જ સ્પીડ સ્નિકર પહેર્યા હતા. બલેનસિગા શુઝની સૌથી ખાસ વાત એ છે કે આ લિમિટેડ પ્રોડક્શનમાં બને છે. આ સ્નિકર ની કિંમત લગભગ 70 હજાર રૂપિયા છે.
અભિષેક બચ્ચન
જુનિયર બચ્ચન અભિષેકના આ શુઝ પરથી નજર હટાવવી મુશ્કેલ છે. તેમને એડિડાસ + કાનઇ વેસ્ટ યેજી 700 વી 3 અજેલ પહેરીને જોવામાં આવ્યા હતા. આ સ્નિકર ની ખાસ વાત એ છે કે તેની એક RPU cage અંધારામાં ચમકે છે. આ લગભગ 2 લાખ રૂપિયાની ભારે કિંમતમાં આવે છે.
રાજ કુમાર રાવ
રાજ કુમાર રાવે રીપડ જીન્સ, ટીશર્ટ સાથે આ louis vuitton સ્નિકર પહેર્યા છે. તમે જો આ શુઝને જોઈ લેશો તો જોવામાં તે ખુબ જ સિમ્પલ દેખાય છે, પરંતુ તમે આ કિંમતમાં એક આઇફોન ખરીદી શકો છો. રાજ કુમારના આ શુઝની કિંમત લગભગ 1 લાખ 25 હજાર રૂપિયાની આસપાસ છે.
શાહરુખ ખાન
બોલીવુડનાં કિંગ ખાન શાહરૂખ ગોલ્ડન ગુસ સ્નિકરના માલિક છે. ગોલ્ડન ગુસ કિક લગભગ 38 હજાર રૂપિયાનાં પ્રાઈઝ ટેગ સાથે આવે છે. આ બ્રાન્ડ સ્નિકરનાં ઘણા વર્ઝન છે, પરંતુ આ ખાસ જોડી સ્ટાઇલની બાબતમાં શાહરુખ ખાનની પસંદ છે.
રણબીર કપુર
રણબીર કપુર પાસે સૌથી મોંઘા શુઝ ત્યારે જોવામાં આવ્યા. જ્યારે તેને નાઇકી એર ડાયર સ્નીકર્સ ની જોડીને પહેરીને જોવામાં આવ્યા. આ જોડીની હાલની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા છે.
વરુણ ધવન
વરુણ ધવન એક ઝી સિને એવોર્ડનાં રેડ કાર્પેટ પર ડાયર (Dior) નાં શાનદાર સ્નિકર પહેરીને નજર આવ્યા હતા. તેમણે કુલ ગ્રે, બ્લુ જીન્સ અને પિંક કલર માં SS19 એર ડાયર B22 સ્નિકર પહેર્યા હતા. સ્નિકરની આ જોડીની કિંમત લગભગ 75 હજાર રૂપિયા થી વધારે છે.
ઋત્વિક રોશન
ઋત્વિક રોશનને નાઇકી એર વેપોરમેક્સ એક્સ ઓફ-વ્હાઇટ ‘ધ ટેન’ પહેરી ને જોવામાં આવ્યાં છે. જયારે તેને લોન્ચ કરવામાં આવ્યા હતા તો સ્નિકર ની કિંમત 18 હજાર રૂપિયા હતી. જોકે ડિમાન્ડ પછી હવે આ કિક ની કિંમત 71 હજાર રૂપિયાની આસપાસ છે.
અર્જુન કપુર
અર્જુન કપુરને સેન્ટ લોરેન્ટ નાં કોર્ટ ક્લાસિક Sl/06 સ્નીકર્સ પહેરીને જોવામાં આવ્યા હતા. તેમણે આ સ્નીકર્સને ડેનિમ જીન્સ અને બ્લેક હુડી સાથે પહેર્યા હતા. અર્જુનનાં સેન્ટ લોરેન્ટ સ્નીકર્સની કિંમત લગભગ 40 હજાર રૂપિયા છે.
હની સિંહ
સિંગર હની સિંહ ઓવર સાઈઝ સ્નીકર્સ સાથે જોવામાં આવ્યા હતા. હની સિંહે કાળા રંગની ટી-શર્ટ અને શોર્ટ્સ સાથે આ સ્નીકર્સને પહેર્યા હતા. આ સ્નીકર્સ દુર થી જોવા પર પગથી મોટા દેખાઇ રહ્યા હતા. આ સ્નીકર્સની કિંમત લગભગ 82 હજાર રૂપિયા જણાવવામાં આવી હતી. હવે આ કિંમતમાં તો એક બાઈક તો આવી જ જશે.