ના પત્ની છે ના બાળકો છે, તો 2500 કરોડની સંપતિનું શું કરશે સલમાન ખાન, જણાવ્યું કોણ હશે તેમની સંપતિનો વારસદાર..

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા સલમાન ખાનનું નામ હિન્દી સિનેમાની ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું, પરંતુ તેમ છતાં પણ અભિનેતા 55 વર્ષની ઉંમરમાં પણ કુંવારા છે. લાગે છે કે આ ઉંમરમાં પહોંચ્યા બાદ હવે સલમાન ખાનની લગ્ન કરવાની કોઇ ઇચ્છા નથી.
સલમાન ખાન લગ્ન ક્યારે થશે અથવા તો નહીં કરે આ સવાલનો જવાબ ફક્ત અભિનેતા ની પાસે જ છે. વર્ષોથી ચાહકો તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે તેઓ તે ઉંમર પર પહોંચી ચુક્યા છે, જ્યાં હવે તેમના લગ્ન થવાં મુશ્કેલ લાગે છે. આવું એટલા માટે કારણ કે સલમાન ખાન સતત પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને તેઓ પણ આ બાબતમાં કોઈપણ પ્રકારની વાત કરતા નથી.
સલમાન ખાન ભલે 55 વર્ષના થઈ ગયા હોય અને ઘણી અભિનેત્રીઓ સાથે તેમનું અફેર રહેલું હોય, તેમ છતાં પણ હજુ પણ લાખો કરોડો છોકરીઓ તેમના પર ફિદા છે. જો કે સવાલ એવો ઉભો થાય છે કે કુંવારા સલમાન ખાન આખરે પોતાની હજારો કરોડ રૂપિયાની સંપત્તિ કોને સોંપીને જશે. એક વખત સલમાન ખાને પોતે આ બાબતનો ખુલાસો કર્યો હતો.
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન બાદ તેમની હજારો કરોડ રૂપિયાની સંપત્તિ તેમના દીકરા અને અભિનેતા અભિષેક બચ્ચનને મળશે. જ્યારે આ મામલામાં સલમાન ખાનની સાથે શું થશે? દીકરાની વાત તો દુર છે, તેમના હજી સુધી લગ્ન પણ થયા નથી. તેવામાં તેમના બાદ તેમની સંપત્તિનો વારસદાર કોણ હશે.
સલમાન ખાને જણાવ્યું હતું કે તેમના ગયા બાદ તેમની સંપત્તિ કોઈ વ્યક્તિને મળશે નહીં. અભિનેતાએ એક વખત આ બાબત પર વાત કરતા જણાવ્યું હતું કે હું લગ્ન કરું કે ન કરું, મારા ગયા પછી મારી અડધી સંપત્તિ ટ્રસ્ટમાં દાન કરવામાં આવશે અને જો મારા લગ્ન નહીં થયા હોય તો મારી સંપુર્ણ સંપત્તિ ટ્રસ્ટનાં નામે કરી દેવામાં આવશે.
આટલા અબજ ની સંપત્તિના માલિક છે સલમાન ખાન
મીડિયા રિપોર્ટમાં માનવામાં આવે તો હાલમાં અભિનેતા સલમાન ખાનની પાસે અંદાજે 2,5૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. સલમાન ખાન હિન્દી સિનેમાની સાથે જ દુનિયાના સૌથી મોંઘા અભિનેતાના યાદીમાં સામેલ છે. તેમની પાસે પોતાના પ્રાઈવેટ જેટ પણ છે. વળી મોંઘી અને લક્ઝરી ગાડીઓનું શ્રેષ્ઠ કલેક્શન પણ તેમની પાસે છે. સલમાન ખાન એક ફિલ્મ માટે 50 થી 60 કરોડ રૂપિયા જેવી રકમ વસુલ કરે છે.
તમને જણાવી દઈએ કે સલમાન ખાન વીતેલા 33 વર્ષોથી હિન્દી સિનેમામાં કામ કરી રહ્યા છે. વર્ષ 1988માં આવેલી ફિલ્મ ‘બીવી હો તો ઐસી’ માં તેમણે નાની ભુમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં હિન્દી સિનેમાની સદાબહાર અભિનેત્રી રેખાએ મહત્વનો રોલ નિભાવ્યો હતો.
સલમાન ખાને લીડ અભિનેતાના રૂપમાં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1989માં આવેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ થી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી ભાગ્યશ્રી નજર આવી હતી. સલમાન ખાનની પહેલી ફિલ્મ હિટ સાબિત થઈ હતી અને તેમને ઓળખ મળી. સુરજ બડજાત્યાની આ ફિલ્મમાં સલમાન ખાન અને ભાગ્યશ્રીની સાથે અભિનેતા આલોક નાથે પણ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
સલમાન ખાને પોતાની 33 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો આપેલી છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેમની આગામી ફિલ્મ ‘અંતિમ’ છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવી ચુકેલ છે. ફિલ્મ 26 નવેમ્બર, 2021નાં રોજ રિલીઝ થવા જઈ રહી છે. સલમાન ખાનની સાથે ફિલ્મમાં મહત્વની ભુમિકામાં તેના જીજાજી આયુષ શર્મા પણ છે. ફિલ્મનું નિર્દેશન મશહુર અભિનેતા અને નિર્દેશક મહેશ માંજરેકરે કરેલ છે. ત્યારબાદ અભિનેતાની ફિલ્મ ‘ટાઈગર-૩’ રિલીઝ થશે. જેમાં તેની જોડી એકવાર ફરીથી એક્ટ્રેસ કેટરિના કૈફ સાથે જોવા મળશે.