ખાન ચાચા છેલ્લા 20 વર્ષથી જયપુરની ગૌશાળામાં રહીને બીમાર પડેલી હજાર કરતા પણ વધારે ગાયોની સેવા કરીને ગાયોને નવું જીવન આપ્યું..
આપણે આપણી આસપાસ એવા ઘણા લોકોને જોયા હશે, જેઓ હંમેશા બીમાર પશુઓની સેવા કરતા રહે છે. આજે આપણે એવા જ એક વ્યક્તિ વિષે જાણીએ, જેઓએ અત્યાર સુધીમાં હજારો ગાયોની સેવા કરીને તેમને નવું જીવનદાન આપ્યું છે. આ વ્યક્તિનું નામ ખાન ચાચા છે. તેઓ સેવાના કામ માટે હંમેશા આગળ જ રહે છે.
ખાન કાકાએ વર્ષ 2000 માં રાજસ્થાનના જેસલમેરમાં નોકરીની શોધમાં આવ્યા હતા, તેમને ઘણા સમય સુધી નોકરી નોહતી મળી અને એક વર્ષ સુધી કામ શોધતા જ રહ્યા પછી એક દિવસે એક ગૌશાળા વિષે તેમને ખબર પડી અને ત્યાં કોઈ વ્યક્તિની જરૂર હતી એટલે તેઓએ ત્યાં જવા માટે એક અરજી કરી હતી, તેઓને આ કામનો પહેલા કોઈ પણ અનુભવ નહતો.
તેમને ત્યાં કામ મળી ગયું હતું, પછી તેઓએ મનથી કામ કર્યું હતું અને તેઓ ત્યાં કામ કરવા માટે લાગી ગયા. તેઓ સવારે 6 વાગ્યે કામ ચાલુ કરી દે છે અને ગાયોને ખવડાવીને પછી દૂધ કાઢે છે. તેઓ જયારે આ કામ કરવા માટે જોડાયા એ સમયે તેમને મહિને 1500 રૂપિયાનો પગાર હતો અને ત્યાં બીજા 11 જેટલા લોકો કામ કરતા હતા તે લોકો પરિવારની જેમ રહેતા હતા.
તેઓએ ગાયોને જ તેમની પરિવાર બનાવી દીધો હતો અને તેમના બાળકોને પણ ભણાવ્યા અને તેમની 50 વર્ષની ઉંમર થઈ એટલે તેઓએ પૈસા ભેગા કરવાનું ચાલુ કર્યું અને વર્ષ 2019 માં તેમના એક દીકરાનું મૃત્યુ થઇ ગયું હતું. તેમને બે બાળકો હતા અને તેમના ભણાવવા માટે તેમના પૈસા ભેગા કરતા હતા. તેઓ તેમના આ સમયે કેટલીક બીમાર ગાયો અને કેટલીય ગાયોને ઉભી કરી તેની સેવા કરીને ઘણી ગાયોને બચાવી છે.