ખુબ જ મોટી થઈ ગઈ છે અને ગ્લેમરસ બની ગઈ છે ઈમરાન હાશ્મીની ઓન સ્ક્રીન દીકરી અદિતી, દેખાય છે ઐશ્વર્યા રાય કરતા પણ વધારે સુંદર..

ખુબ જ મોટી થઈ ગઈ છે અને ગ્લેમરસ બની ગઈ છે ઈમરાન હાશ્મીની ઓન સ્ક્રીન દીકરી અદિતી, દેખાય છે ઐશ્વર્યા રાય કરતા પણ વધારે સુંદર..

બોલિવુડની સૌથી સુપરહિટ ફિલ્મ ‘વિવાહ’ માં અભિનેત્રી અમૃતા રાવ અને સુપરસ્ટાર શાહિદ કપુર મુખ્ય કિરદાર નજર આવ્યા હતા. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી અમૃતા રાવને ખુબ જ ઓળખ મળી હતી. વળી શાહિદ કપુર દરેક લોકોના મનપસંદ બની ગયા હતા. આ ફિલ્મમાં નજર આવેલી ચાઇલ્ડ આર્ટિસ્ટનાં રૂપમાં અદિતી ભાટિયા વર્તમાન સમયમાં ટીવીની એક મશહુર અભિનેત્રી બની ગઇ છે.

વિવાહ ફિલ્મમાં અમૃતા રાવના બાળપણનું કિરદાર નિભાવનાર અદિતી ભાટિયા ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. અદિતી ભાટિયા હવે ખુબ જ મોટી થઈ ગઈ છે અને અવાર-નવાર ચર્ચામાં રહે છે અને તે પોતાની શાનદાર એક્ટિંગની સાથે સાથે પોતાની અદાઓથી પણ લાખો લોકોને દિવાના બનાવી દે છે. તો ચાલો અદિતી ભાટિયા વિશે વધારે જાણીએ.

22 ઓકટોબર 1999 ના રોજ મુંબઈમાં જન્મેલી અદિતી ભાટિયાએ બાળપણ માં ઘણી અભિનેત્રીઓનાં બાળપણનું કિરદાર નિભાવેલ છે. તેની સાથે-સાથે અદિતીએ ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કરેલું છે. તમને જણાવી દઈએ કે અદિતી ભાટિયાની માતા બીના ભાટિયા એક ટીચર છે. વળી અદિતી ભાટિયા એ મુંબઈના ઠાકોર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સથી અભ્યાસ પુર્ણ કરેલ છે. અદિતી એક સારી અભિનેત્રી હોવાની સાથે સાથે શ્રેષ્ઠ સ્ટુડન્ટ પણ છે.

આદિત્ય પોતાની કારકિર્દીની શરૂઆત ફક્ત પાંચ વર્ષની ઉંમરમાં કરી હતી. તે પહેલી વખત વર્ષ 2004  માં ‘હોમ સ્વીટ હોમ’ માં કરિશ્માના કિરદારમાં જોવા મળી હતી. ત્યારબાદ તેણે વર્ષ 2006માં શાહિદ કપુર અને અમૃતા રાવની ફિલ્મ ‘વિવાહ’ માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અદિતિએ અમૃતા રાવના બાળપણનું કિરદાર નિભાવ્યું હતું. ત્યારબાદ તે મલ્ટીસ્ટારર ફિલ્મ ‘શુટઆઉટ એટ લોખંડવાલા’ માં નજર આવી હતી.

ત્યારબાદ આદિતી ભાટિયાને ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘ધ ટ્રેન’ માં જોવામાં આવી હતી. આ ફિલ્મમાં અદિતિએ ઈમરાન હાશ્મી ની દીકરીનું કિરદાર નિભાવ્યું હતું. અદિતીને આ ફિલ્મ દ્વારા ખુબ જ ઓળખ મળી હતી. ત્યારબાદ વર્ષ 2008માં તેને સીરીયલ ‘તુજ સંગ પ્રીત લગાઈ સજના’ માં કામ કર્યું.

ત્યારબાદ અદિતી ભાટિયાએ વર્ષ 2015માં ‘ટશન-એ-ઇશ્ક’ માં કામ કર્યું. જેમાં તેણે બબલી તનેજા નું કિરદાર નિભાવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2016 થી લઈને વર્ષ 2019 સુધી અદિતી ભાટિયાએ સૌથી પોપ્યુલર શો ‘યે હે મોહબતે’ માં કામ કર્યું હતું.

આ ટીવી સિરિયલમાં આદિતી ભાટિયાએ દિવ્યાંકા ત્રિપાઠી ની દિકરીનુ કિરદાર નિભાવ્યું હતું અને તેને આ સિરિયલથી જબરજસ્ત ઓળખ મળી. સફળતા પ્રાપ્ત કર્યા બાદ આદિતી ભાટિયાએ ઘણા કોમેડી શો માં પણ કામ કર્યું. તેણે વર્ષ 2018માં ‘કોમેડી સર્કસ’ અને વર્ષ 2019 માં મશહુર કોમેડિયન ભારતીનાં શો ‘ખતરા ખતરા ખતરા’ માં કામ કર્યું.

જો વાત કરવામાં આવી હતી તેની પર્સનલ લાઇફ વિશે તો સીરિયલ ‘યે હે મોહબતે’ માં તેમના સ્ટાર રહેલા અભિષેક વર્માએ ડેટ કરી રહી છે. વળી સિરિયલમાં અદિતી અને અભિષેક ભાઈ-બહેનનાં કિરદારમાં જોવા મળ્યા હતા, પરંતુ રિયલ લાઇફમાં બંને એકબીજાના પ્રેમમાં છે. જોકે હજુ સુધી આ બંને તરફથી આ સંબંધને લઇને કંઈક કહેવામાં આવ્યું નથી, પરંતુ અવારનવાર બંનેને એક સાથે જોવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે અદિતી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસ્વીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર અદિતી ભાટિયા ની ફેન ફોલોઈંગ ખુબ જ જબરજસ્ત છે. અદિતી એક સારી અભિનેત્રી હોવાની સાથે-સાથે એક યુટ્યુબર પર પણ છે. તે અવારનવાર યુટ્યુબ પર પોતાના નવા-નવા વિડીયો શેર કરતી રહે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *