વડોદરાના આ યુવકે વાર્ષિક 60 લાખના પગારની નોકરી છોડી શરૂ કરી ‘પિઝા ટ્રેન રેસ્ટોરન્ટ’, હવે વર્ષે કરે છે કરોડોની કમાણી

વડોદરાના આ યુવકે વાર્ષિક 60 લાખના પગારની નોકરી છોડી શરૂ કરી ‘પિઝા ટ્રેન રેસ્ટોરન્ટ’, હવે વર્ષે કરે છે કરોડોની કમાણી

એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે પુરા મનથી લાગી જાવ છો તો તે વસ્તુ તમને ચોક્કસપણે મળે છે. ગુજરાતના વડોદરામાં રહેતા બે ભાઈઓએ આ વાત સાબિત કરી બતાવી છે. આજે બંને સફળ બિઝનેસમેન છે. અમે વાત કરી રહ્યા છીએ લા પિઝા રેસ્ટોરન્ટના માલિક મનીષ પટેલ અને તેના ભાઈ નીરવ પટેલ વિશે. જ્યારે લોકો નાની નિષ્ફળતા પછી હિંમત હારી જાય છે, ત્યારે મનીષે તેની પેશનને ફોલો કરવા માટે લાખો રૂપિયાની વિદેશી નોકરીને ઠોકર મારી દીધી હતી.

વિદેશમાં કરી 12 વર્ષ નોકરી

મનીષે રાજકોટથી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. તે પછી તે યુકે અને કેનેડા ગયો. વિદેશમાં પણ 12 વર્ષ નોકરી કરી. પણ મનને શાંતિ ન મળી તો દેશમાં પાછા આવવાનું વિચાર્યું. આ પછી તે વડોદરા પાછો આવ્યો અને તેના ભાઈ સાથે મળીને પિઝા ટ્રેન રેસ્ટોરન્ટ શરૂ કરી. શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પણ તેમણે હાર ન માની અને મહેનત કરતા રહ્યા.

શરૂઆતમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો

આ અંગે મનીષે કહ્યું કે, શરૂઆતમાં લોકોએ કહ્યું કે તમે વિદેશમાં લાખો રૂપિયાની નોકરી છોડીને આ કામ કેમ કરો છો? ઘણા લોકો તેમની મજાક પણ ઉડાવતા હતા. પરંતુ તેની પહેલ ખૂબ જ સફળ રહી. આજની તારીખમાં તેણે વડોદરા અને સુરત સહિત 6 રેસ્ટોરન્ટ ખોલી છે.

વાર્ષિક ટર્નઓવર 8 કરોડ રૂપિયા

મનીષ અને તેનો ભાઈ નીરવ ધીમે ધીમે દેશભરમાં પોતાની ફ્રેન્ચાઈઝી ખોલવા માંગે છે. મનીષ કહે છે કે આ ધંધો શરૂ કરતા પહેલા તે કેનેડાની એક નામાંકિત કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને તેની વાર્ષિક આવક 60 લાખ રૂપિયા હતી, આ નોકરી છોડીને તે ગુજરાત આવ્યો અને અહીં પોતાની પિઝા ફ્રેન્ચાઈઝી ખોલી. હવે તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 8 કરોડ રૂપિયા છે.

આ રીતે કરે છે પિઝાની ડિલિવરી

લા પિઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકના ઓર્ડર મુજબ પિઝાની ડિલિવરી સૌથી પહેલા ટ્રેનોમાં કરવામાં આવે છે. આ પછી વેઈટર દ્વારા ગ્રાહકોને પિઝા સર્વ કરવામાં આવે છે. ઇન્ટરનેટની મદદથી ટ્રેનનું સંચાલન કરે છે. તે મુજબ, પિઝા તેમની સીટ પર પહોંચાડવામાં આવે છે.

કોરોનામાં ઘણું નુકસાન થયું

મનીષ કહે છે કે તેણે કોરોના દરમિયાન ઘણું નુકસાન થયું હતું. પરંતુ તેમણે હિંમત હાર્યા વિના ફરીથી રેસ્ટોરન્ટ શરૂ કરી. હવે ફરી એકવાર તેનો બિઝનેસ નફો કરી રહ્યો છે. તેમણે આગામી સમયમાં અમદાવાદ અને રાજકોટમાં રેસ્ટોરન્ટ શરૂ કરવાનો વિચાર કર્યો છે. મનીષના ભાઈ નીરવે જણાવ્યું કે જ્યારે તેનો ભાઈ કેનેડાથી પાછો આવ્યો અને તેણે અહીં ફૂડ ટ્રેન તૈયાર કરી હતી. આ ટ્રેનને તૈયાર કરવામાં તેને 6 મહિનાનો સમય લાગ્યો હતો, ત્યાર પછી તેણે તેની પેટન્ટ બુક કરાવી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *