બાળપણમાં માતાની છત્રછાયા ગુમાવી, પિતાએ છકડો ચલાવી મજૂરી કરી દીકરીઓને ભણાવી, બંને દીકરીઓનું થયું આર્મીમાં સિલેક્શન..

બાળપણમાં માતાની છત્રછાયા ગુમાવી, પિતાએ છકડો ચલાવી મજૂરી કરી દીકરીઓને ભણાવી, બંને દીકરીઓનું થયું આર્મીમાં સિલેક્શન..

મહિલાને આપણે પ્રેમ નું ઝરણું કહીએ છીએ, મહિલાનો પ્રેમ કુટુંબ પ્રત્યે હોય, બાળકો પ્રત્યેનો હોય, પતિ પ્રત્યે નો હોય અને ‘દેશ’ પ્રત્યે પણ હોય. આપણે વાત કરવી છે એવી બે સગી બહેનોની કે જેમનો દેશ પ્રત્યેનો પ્રેમ અનન્ય છે. દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી આ બહેનો દિવસે મજૂરી કરી માતાપિતા ને મદદરૂપ બનતી અને રાત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી દેશસેવા માં જવાના સપના જોતી હતી. આખરે તેમની મહેનત રંગ લાવી અને બન્ને બહેનોને દેશસેવા કરવાની તક મળી છે.

ગઢડા તાલુકાના ગોરકડા ગામની ધરજીયા પરિવારની બે સગી બહેનો બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં સિલેક્શન થયું છે, અને ટ્રેનિંગ મેળવી હાલ ગામમાં પરત આવી છે. ગોરડકા ગામના રહેવાસી પરબતભાઇ ધરજીયા કે જેઓ દિવસે છક્ડો રીક્ષા ચલાવી અને રાત્રે ગ્રામ રક્ષક દળ (GRD) માં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

પરંતુ તેની બંને દીકરીઓ નાની હતી ત્યારથી અભ્યાસથી લઇને રમત ગમત સહિતની બાબતમાં હોશિયાર અને ચપળ હતી. બંને બહેનોને નાની હતી ત્યારથી તેનામાં દેશ ભાવના અને કંઇક કરવાની લગની લાગેલી હતી.

માતાની છત્રછાયા ગુમાવી દીધી હોવા છતાં બંને દીકરીઓમાં ખુબ જ આત્મવિશ્વાસ ભરેલો હતો તેના પિતા દીકરીઓને પ્રોત્સાહિત કરીને આગળ વઘવાનું પ્રોત્સાહન આપી રહ્યાં હતાં.​​​​​​​ રીક્ષા ચલાવતા હોવા છતાં પોતાની દીકરીઓ સમાજમાં કંઈક આગવી નામના ઘરાવે અને દેશ સેવા કરે તેવી ઈચ્છા રાખી રહ્યાં હતાં. તો બીજી તરફ બંને દીકરીઓ આર્મીમાં જોઈટ થવાની ઈચ્છા રાખીને સિલેક્શન થાય તે માટે સતત મહેનત કરી રહી હતી.

દિવસે ઘર કામ અને ખેતર મજૂરી કામ કરી પોતાના ખર્ચ કાઢતી અને ઘર પણ ચલાવતા જેનો ઈરાદો મજબૂત હોય તેને કુદરત મદદ કરે પછી કોણ અટકાવી શકે આ કથન સત્ય સાબિત થયું અને બંને બહેનો સિલેક્ટ થઈ ગઈ બંને બહેનો આર્મીમાં સિલેક્ટ થઈ હોવાના સમાચાર મળતાં પરીવારમાં ખુશી વ્યાપી ગઈ તેની સાથે તેની જ્ઞાતિ અને સમગ્ર જિલ્લામાં સમાચાર પ્રસરતા વાહ અદભુત એવા શબ્દો લોકોના મુખમાંથી સરી પડ્યા હતા.

લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા હતા બંને બહેનોએ મહિલા સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું બંને બહેનો આર્મીમાં સીલેકટ થતા ગોરડકા ગામનુ તેમજ જિલ્લાનુ ગૌરવ વધાર્યું છે અને મહિલાઓ પણ આર્મીમાં જોડાઈને દેશનુ ગૌરવ વધારે તેવો શુભ સંદેશ આપ્યો છે.

admin