કેમરાની સામે જ નોરાના ડ્રેસે આપી દીધો હતો દગો, વિક્કી કૌશલ સાથે ડાન્સ કરતી વખતે નોરા ફતેહી થઈ Oops મોમેન્ટનો શિકાર

વિક્કી કૌશલ અને નોરા ફતેહીનું ગીત ‘પછતાઓગે’ આ દિવસોમાં ચર્ચામાં છે. આ ગીતના ફક્ત શબ્દો જ નહીં, વિકી અને નોરાની કેમિસ્ટ્રી પણ ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. તમે આ ગીતની લોકપ્રિયતાનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકો છો કે અત્યાર સુધી 3 કરોડ 88 લાખ લોકોએ તેને રિલીઝ થયાના માત્ર 5 દિવસમાં જ જોયું છે.
આ ગીત સુપરહિટ બનતાની સાથે જ તેની સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. આ દરમિયાન નોરા અને વિક્કીએ ‘પછતાઓગે’ ગીત પર સાથે ડાન્સ કર્યો હતો. ડાન્સ દરમિયાન કંઇક એવું થયું કે નોરા ઓપ્સ મોમેન્ટનો શિકાર બનતા બનતા બચી ગઈ.
નોરા અને વિકીનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોશો કે નોરા સ્ટેજ પર વિકીનો હાથ પકડીને ડાન્સ કરી રહી છે. આ દરમિયાન, જ્યારે નોરા એક પગથિયામાં થોડી નીચે વળે છે, ત્યારે તેણી તેના ડ્રેસ વિશે અસ્વસ્થતા અનુભવે છે અને તેને ઠીક કરવાનું શરૂ કરે છે. નોરાનો ડ્રેસ ફિક્સ કરતી વખતે એક્શન કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ પ્રસંગે નોરાએ પિંક કલરનું ઓનપીસ પહેર્યું હતું જ્યારે વિકીએ બ્લેક જેકેટ પહેર્યું હતું.
આ સમયે આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. ચાહકો પણ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – ‘તમે આટલો શોર્ટ ડ્રેસ કેમ પહેરો છો?
ડિનર ટેબલ પર મોબાઈલ મેસેજીસથી શરુ થતા મ્યુઝિક વિડીયોની આ સ્ટોરીમાં વિક્કી ખૂબ રોમેન્ટિક લુક ધરાવે છે. વિકીનું પાત્ર પ્રેમમાં કંઈ પણ કરવા તૈયાર છે. અરિજીત સિંહે ગાયેલું છે ‘પછતાઓગે’ ગીત. દિગ્દર્શક અરવિંદ ખૈરાએ આ મ્યુઝિક વિડીયોમાં પ્રેમ અને વિશ્વાસઘાતની લાગણીઓ દર્શાવી છે. વીડિયોનું સમગ્ર શૂટિંગ શિમલાની સુંદર ખીણો અને ગલીઓમાં કરવામાં આવ્યું છે.
ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર પણ ‘પછતાઓગે’ની સક્સેસ પાર્ટીમાં જોવા મળ્યા હતા. ભૂષણ કુમારે આ સફળતા માટે વિકી અને નોરાની વધતી ખ્યાતિને પણ શ્રેય આપ્યો. તેમણે કહ્યું કે ટી-સિરીઝ મોટા સ્ટાર્સ સાથે મ્યુઝિક વીડિયો બનાવવાનું ચાલુ રાખશે. વિકી કૌશલ છેલ્લે ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં જોવા મળ્યો હતો. વિકીને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે.
View this post on Instagram
નોરા ફતેહીની વાત કરીએ તો અગાઉ તેણીએ ફિલ્મ ‘બાટલા હાઉસ’માં સ્પેશલ ડાન્સ નંબર કર્યો હતો. આ પહેલા તેણે ‘દિલબર’ ગીતની રિમેકમાં ઘણી હેડલાઇન્સ બનાવી હતી. નોરાનું ‘દિલબર’ ગીત હિટ બનતાં જ ફિલ્મી હસ્તીઓએ પણ આ ગીત પર ડાન્સ કરીને સોશિયલ મીડિયા પર તેમના વીડિયો શેર કર્યા.