સુરતમાં સરદાર બ્રિજ પરથી એક મહિલાએ તાપીમાં ઝંપલાવ્યું, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાફલો રોકાવી મહિલાને બચાવી લીધી

સુરતમાં સરદાર બ્રિજ પરથી એક મહિલાએ તાપીમાં ઝંપલાવ્યું, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાફલો રોકાવી મહિલાને બચાવી લીધી

સુરતના સરદાર બ્રિજ પરથી એક મહિલાએ તાપી નદીમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાહદારીઓએ જ્યારે તે તાપી નદીમાં ઝંપલાવી હતી ત્યારે તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કોઈનું ન માનતા તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. એ જ સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરદાર બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા અને તેમણે બ્રિજ પર ટોળું જોતાં જ તેમનો કાફલો રોકાવી દીધો હતો.

પોતાની કારમાંથી ઉતરીને જોયું તો એક મહિલાએ સરદારબ્રિજ પરથી ઝંપલાવી દીધું હોવાનું તેમને માલૂમ પડતાની સાથે જ ફાયર વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોને તાત્કાલિક અસરથી તે મહિલા માટે મદદ કરવા તાકીદ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને મહિલાને રેસ્ક્યુ કરીને બહાર કાઢી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી.

સુરતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખૂબ જ સક્રિય રીતે કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે. 40 વર્ષીય મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી લેવાના ઈરાદે તાપી નદીમાં છલાંગ લગાવી હતી. ફાયર વિભાગને કોલ મળતાની સાથે ટીમ સરદાર બ્રિજ પાસે પહોંચી ગઈ હતી અને મહિલાએ શા માટે છલાંગ લગાવી તે અંગે આગળની તપાસ શરૂ કરી દીધી હતી તેમજ સ્થાનિક લોકો પણ તેમાં જોડાયા હતા. તાપી નદીમાં જે ભાગ ઉપર મહિલા પડી હતી ત્યાં પાણી ખૂબ ઓછું હોવાને લીધે મહિલાનો જીવ બચી ગયો હતો.

ફાયર વિભાગે જોયું કે મહિલા પાણીમાં ડૂબી રહી નથી. નદીના એક કિનારા ઉપર જ છે. તાત્કાલિક જ ફાયર વિભાગના અધિકારીઓએ મહિલાને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ મહિલા જીવીત હોવાની જાણ થઈ હતી. તેને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

હર્ષ સંઘવીએ પોતાની સક્રિયતાનો વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગૃહ રાજ્યમંત્રીનો કાફલો સરદાર બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમણે પોતાનો કાફલો રોકીને મહિલાની મદદ કરવા માટે કામે લાગી ગયા હતા. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે અમને કોલ મળતાની સાથે જ ઝડપથી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. મહિલાને કાદવમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરી હતી. સદનસીબે મહિલાના શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હતી અમે નજીકના પ્રમુખસ્વામી હોસ્પિટલમાં તેને સારવાર કરવા માટે ખસેડી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *