પરિણીતાને યુવક સાથે મળી ગઈ આંખ, એકબીજાને કરતા ગળાડૂબ પ્રેમ, પોતાના પતિને રસ્તામાંથી હટાવવા માટે રચ્યો ખોફનાક પ્લાન..

પરિણીતાને યુવક સાથે મળી ગઈ આંખ, એકબીજાને કરતા ગળાડૂબ પ્રેમ, પોતાના પતિને રસ્તામાંથી હટાવવા માટે રચ્યો ખોફનાક પ્લાન..

વસ્ત્રાલમાં રહેતા પાટીદાર વેપારીની પત્ની અને પત્નીના પ્રેમીએ હત્યા કરીને આખો મામલો દબાવી દીધો હતો. ફિલ્મી ઘટનાથી પણ ચડિયાતી રીતે પરિણીતા અને તેના પ્રેમીએ હત્યાનો આખો પ્લાન કર્યો અને હત્યા કરી પણ ક્રાઇમ બ્રાન્ચને સામાન્ય કડી મળતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલીને આરોપીઓને ઝડપી લીધા હતો. બંને એટલા ક્રૂર હતા કે વેપારીની હત્યા કર્યા બાદ પણ તેજ રૂમમાં આખી રાત સાથે રહ્યા હતા. હાલ આ મર્ડર મિસ્ટ્રી ઉકેલવા બદલ ક્રાઇમ બ્રાન્ચની ખૂબ સરાહના થઇ રહી છે.

108 બોલાવી કહ્યું પતિને એટેક આવ્યો છે

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી મંગલ જ્યોત સોસાયટીમાં બિપિનચંદ્ર પટેલ (ઉ.વ.37) રહેતા હતા. તેમના લગ્ન દીપ્તિબહેન સાથે થયા હતા. લગ્ન સંસાર ખૂબ સારી રીતે ચાલતો હતો. એવામાં એક દિવસ સવારે દીપ્તિબહેને 108 એમ્બ્યુલન્સને ફોન કરીને ઘરે બોલાવીને કહ્યું કે, તેના પતિની તબિયત બગડી છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડશે. બિપિનને એટેક આવ્યો છે કહીને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બિપિનની અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી હતી.

યુવક અને પરિણીતાના સંબંધ શંકા ઉપજાવતાં

આ બધું પહેલા સામાન્ય લાગતું હતું પણ દીપ્તિ અને સૌરભ વચ્ચેના સંબંધને લઈને લોકોને શંકા થવા લાગી હતી. કારણ કે સૌરભ દીપ્તિ કરતાં ઉંમરમાં નાનો હતો અને બિપિનના મોત બાદ બંને જાહેરમાં મળતા અને મળવાનું વધુ થઈ ગયું હતું. વેપારી બિપિનનું મોત શંકાસ્પદ છે તેવી બાતમી ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને મળી હતી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એ વાય બલોચ અને તેમની ટીમે આ દિશામાં તપાસ કરતા બિપિનભાઈનું મોત કુદરતી નહીં પણ હત્યા હોવાનું સાબિત થયું છે.

ક્રાઈમ બ્રાન્ચ યુવક અને પરિણીતા વચ્ચેની કડીઓ શોધવા લાગી

ક્રાઇમ બ્રાન્ચને શંકા જતાં પહેલા સૌરભ સુથાર અને દીપ્તિ વચ્ચેના કનેકશન શોધવા પ્રયાસ કર્યો હતો. સૌરભનું ઘર બિપિનના ઘરની સામે જ હતું અને બંને વચ્ચે કોઈ અનૈતિક સંબંધ હોવાની કડીઓ મળવા લાગી. ત્યાર બાદ પોલીસે સૌરભ જી એમ એમ નામની કંપનીમાં કામ કરતો હતો, ત્યાં તપાસ હાથ ધરી હતી. જ્યાં સૌરભ સાથે કામ કરતા જતીન પડ્યાની પોલીસે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે જે દિવસે બિપિનભાઈની હત્યા થઈ ત્યારે તેને જતીન પડ્યા પાસે ઊંઘની ગોળીઓ લીધી હતી.

યુવક નોકરી કરતો તેની પત્ની પાસે ઊંઘની ગોળીઓ મંગાવી

આ ઊંઘની ગોળી જતીનની પત્ની મહેમદાવાદ ખાતેની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ત્યાંથી મેળવીને આપી હતી. જતીનની પત્નીએ આ ગોળીઓ તેના પતિના મિત્રને ઊંઘ ન આવતી હોવાથી આપી હતી તેવું પોલીસને જણાવ્યું હતું. ત્યાર બાદ પોલીસને કડીઓ મળવા લાગી.

પરિણીતાએ 4 ગોળીઓ દૂધમાં ભેળવીને પતિને પીવડાવી દીધી

પોલીસે સૌરભ અને દીપ્તિ પર શંકા જતાં તપાસ આગળ વધારી હતી. બનાવના દિવસે સૌરભે દીપ્તિને ઊંઘની ગોળીઓ આપી હતી. જેમાંથી 4 ગોળી દીપ્તિએ બિપિનના દૂધમાં ભેળવીને પીવડાવી દીધું હતું. બિપિન સુઈ ગયા પછી દીપ્તિએ સૌરભને ઘરમાં બોલાવ્યો અને પહેલા બિપિનને માસ્ક પહેરાવ્યું હતું. ત્યાર બાદ તેના પર સેલોટેપ લગાડી દીધી અને મોઢા પર ઓશિકું મૂકીને ગુગળાવીને મારી નાખ્યો હતો.

હત્યા બાદ યુવક અને પરિણીતા આખી રાત રૂમમાં સાથે રહ્યા

બિપિનના મોત બાદ સૌરભ અને દીપ્તિ નફ્ફટની જેમ ત્યાં જ રહ્યા અને આગળના પ્લાન પ્રમાણે દીપ્તિ અને સૌરભે હત્યાને કુદરતી મોતમાં ખપાવી દીધું હતું. ઓગસ્ટ મહિનામાં થયેલી હત્યા ક્રાઇમ બ્રાન્ચે ઉકેલીને આરોપીને સળિયા પાછળ ધકેલી દીધો છે.

પરિણીતા અને યુવક ગળાડૂબ પ્રેમમાં હતા

આ સમગ્ર પ્રકરણમાં પોલીસને જાણવા મળ્યું કે, સૌરભ સામેના મકાનમાં રહેતો હતો. દીપ્તિ સાથે આંખ મળી ગઈ અને બંને એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. આ વાતની જાણ બિપિનભાઈને થતાં તેમણે બંનેને મળતા અટકાવી દીધા હતા. જેથી આ હત્યાનો પ્લાન ઘડયો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *