આ સેનાના જવાન નો પાંચ દિવસ પછી જન્મદિવસ હતો અને તેની પહેલા જ દેશની સેવા કરતા કરતા જવાન શહીદ થયા..

તાજેતરમાં દેશની સેવા કરતા કરતા એક સાથે પાંચ સેનાના જવાન શહીદ થયા હતા, તેમાંથી એક ત્રીસ વર્ષના જવાન મનદીપ સિંહ પણ શહીદ થયા છે. આવનારા થોડા દિવસો એટલે ૧6 ઓક્ટોમ્બરે તેમનો જન્મ દિવસ પણ હતો અને તેમના જન્મદિવસના પાંચ દિવસ પહેલા જ તેઓ શહીદ થયા હતા.
આ જવાન પંજાબ ના કપૂરથલા જિલ્લાના માના તલવંડીના રહેવાસી છે. બટાલા જિલ્લાના ચઠ્ઠા રહેવાસી મનદીપ સિંહ તેઓ ફરજ પર હતા અને દેશની સેવા કરતા કરતા શહીદ થઇ ગયા તો જે વખતે તેમની શહાદતના સમાચાર તેમના પરિવારને થયા તો બધા જ લોકો દુઃખી થયા હતા.
આ જવાન તેમના જન્મદિવસના પાંચ દિવસ પહેલા જ શહીદ થયા તો બટાલાના ચઠ્ઠા ગામ સાથે બીજા બધા જ લોકોમાં શોક છવાયો હતો. પરિવારનું એવું કહેવું છે કે વિસ દિવસ પહેલા મનદીપ રાજા ગાળીને પાછા ફરજ પર ગયા હતા અને તેઓ શહીદ થયા.
આ સેનાના જવાન પહેલા એક ફૂટબોલના ખેલાડી હતા અને વર્ષ 2011 માં તેઓ સેનામાં જોડાયા હતા. જે વખતે મનદીપ સિંહની માતા મનજીત કૌરને જવાનની શહીદીના સમાચાર મળ્યા તો તેઓ ખુબ જ દુઃખી થયા હતા, અને એવું કહ્યું કે તેમનો દીકરો દેશની રક્ષા માટે શહીદ થયો છે તેથી તેમને એ વાતનો ખુબ જ ગર્વ છે.
આ પરિવારમાં ભાઈ, માતા-પિતા મંદિપના પત્ની અને તેમના બે બાળકો જેમાં એક ચાર વર્ષનો અને એક 39 જ દિવસનો છે. થોડા સમય પહેલા દીકરાના જન્મ થયાની ખુશીઓ હતી અને તે ખુશીઓ થોડા જ દિવસમાં શોકમાં ફેરવાઈ ગઈ.