સમગ્ર કિસ્સો વાંચી થઇ જશે આંખો ભીનીઃ સુરતમાં કેન્સરગ્રસ્ત પિતા લાચાર, ઘર ચલાવવા ફૂલ જેવી નાની દીકરીઓને મોકલવી પડે છે કામે..

સમગ્ર કિસ્સો વાંચી થઇ જશે આંખો ભીનીઃ સુરતમાં કેન્સરગ્રસ્ત પિતા લાચાર, ઘર ચલાવવા ફૂલ જેવી નાની દીકરીઓને મોકલવી પડે છે કામે..

બીમારી વ્યક્તિની સાથે તેના પરિવારને પણ બેહાલ કરી દેતી હોય છે. તેમાં પણ જો ઘરના કમાનાર મોભી જ જો ગંભીર બીમારીનો શિકાર બને તો પછી પરિવારની આર્થિક કમર પણ તૂટી જતી હોય છે. તેમાં પણ કેન્સર જેવી ગંભીર માંદગીની સારવારમાં પટકાયેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા ચોવટીયા પરિવારની સ્થિતિ ખુબ જ ખરાબ બની ગઈ છે.

ઘરના મોભીને છેલ્લા 3 વર્ષથી કેન્સરે ભરડો લેતા પરિવારે અભ્યાસ કરતી બન્ને દીકરીઓને કામ પર મોકલી દીધી છે. જેથી પરિવારના પેટનો ખાડો પૂરાઈ શકે. પૈસાના અભાવે યોગ્ય ટ્રીટમેન્ટ ન થતાં ચાલુ સારવારે કેન્સરે માથું ઊંચકતાં પરિવાર દયનિય સ્થિતિમાં મૂકાઈ ગયો છે.

2018માં કેન્સરનો ભોગ બન્યા હતા

મૂળ અમરેલી જિલ્લાના વતની મુકેશભાઈ ચોવટીયા છેલ્લા 12 વર્ષથી પરિવાર સાથે સુરતમાં રહે છે. જો કે, 2018ના વર્ષમાં તેઓ કેન્સરનો ભોગ બન્યા હતા. જેના માટે તેમણે કેન્સરની સારવાર પણ શરૂ કરાવી હતી. જો કે, ત્રણ વર્ષમાં કેન્સર ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે. બીજી તરફ પોતાનો વ્યવસાય બંધ થતાં આર્થિક સ્થિતિ પણ પરિવારની ખૂબ જ નાજુક થઈ ગઈ છે. બાળકોને પણ અભ્યાસ છોડવાની ફરજ પડી છે.

કેન્સરની બીમારીમાં પણ કામ ન છોડ્યું

મુકેશભાઈ ઘરે સાડી પર લેસ લગાવવા માટેનું મશીન ચલાવીને ગુજરાન ચલાવતા હતા. ત્રણેક વર્ષ પહેલાં તેઓ કેન્સરગ્રસ્ત થયા હતા. સારવાર બાદ પરિસ્થિતિ સુધરી હતી. પરંતુ હાલ છેલ્લા છ-આઠ મહિનાથી તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. કેન્સર ગ્રસ્ત હોવા છતાં પણ તેઓ સતત પોતાની રીતે લેસનું કામ કરીને આજીવિકા મેળવી લેતા હતા. પરંતુ હવે કેન્સરે ફરી એક વખત માથું ઉંચકતા તેમની સ્થિતિ દયનીય થઇ રહી છે.

કેન્સર ઘટવાની જગ્યાએ વધ્યું

મુકેશભાઈ ચોવટીયા જણાવ્યું કે, 2018માં મને કેન્સર થયું હોવાનું ખબર પડી હતી. ત્યારબાદ મેં અનેક પ્રકારે સારવાર કરાવી અને ઘણા બધા મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યા. ખર્ચો કર્યા બાદ પણ યોગ્ય રીતે નિદાન થયું કે કેમ એમ છતાં ફરી એકવાર કેન્સરની પીડા વધી ગઈ છે. કેન્સરની સારવારમાં ઘરની આર્થિક સ્થિતિ ખૂબ બદતર થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી તેમની કેન્સરની સારવાર શરૂ થઇ શકી નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે આપી કરી હતી.

દીકરીઓએ ભણતર છોડ્યું

મુકેશભાઈના પત્ની રિયા ચોવટીયા જણાવ્યું કે, મારે બે દીકરી અને એક દીકરો છે. પતિને કેન્સર થવાના કારણે લીધે બન્ને દીકરીઓનું ભણતર બંધ કરી દીધું છે. મારી દીકરી ધોરણ 11ના વર્ગમાં પ્રથમ ક્રમે આવી હતી. ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેને કામે જવું પડ્યું. હાલ મારી બન્ને દીકરીઓ કામ ઉપર જાય છે અને તેઓ કમાઈને લાવે છે, ત્યારે અમારું ઘર ચાલે છે.

admin