સોનાથી મઢેલો 2550 કરોડનો મહેલ, 7૦૦૦ લક્ઝરી કારો, 200 ઘોડા, આવી છે સુલતાન હસનલની લાઇફસ્ટાઇલ..
એક જમાનો હતો, જ્યારે દુનિયાભરમાં ‘સુલતાન રાજ’ અથવા ‘રાજાશાહી’ સિસ્ટમ હતી. પરંતુ હવે ભારત સહિત વિશ્વના બાકી હિસ્સાઓમાં રાજાશાહી સિસ્ટમ લગભગ ખતમ થઈ ચૂકી છે. જોકે અમુક દેશોમાં હજુ પણ રાજાઓનું શાસન ચાલે છે. બ્રુનેઇ પણ આવો જ એક દેશ છે. આ દેશમાં સુલતાન રાજ ચલાવે છે. આ દેશનાં સુલતાનનું નામ હસનલ બોલકિયા છે.
બ્રુનેઇ નામનો આ દેશ ઇન્ડોનેશિયા ની નજીક આવેલો છે. બ્રુનેઇનાં સુલતાન હસનલ બોલકિયા ખૂબ જ અમીર છે. તેમની ગણતરી દુનિયાના સૌથી અમીર સુલતાનોમાં પણ થાય છે. તેવો વર્ષ 1980 સુધી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હતા. તેમની કુલ સંપત્તિ 14,700 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આટલા બધા પૈસા તેમની પાસે તેલ ભંડાર અને પ્રાકૃતિક ગેસ નિર્યાત થી આવે છે.
સુલતાન હસનલ બોલકિયા નો મહેલ પણ ખૂબ જ શાનદાર છે. કહેવામાં આવે છે કે આ મહેલમાં સોનાથી મઢેલી ઘણી ચીજવસ્તુઓ છે. તેમણે આ મહેલ 1984 માં બનાવ્યો હતો. આ મહેલનું નામ ‘ઇસ્તાના નુરૂલ ઈમાન પેલેસ’ રાખવામાં આવ્યું છે.
આ મહલ 20 લાખ વર્ગ ફૂટનાં એરિયા માં બનેલો છે. આ મહેલની સોનેરી ગુબંદ સૌથી વધારે આકર્ષિત કરે છે. તે 22 કેરેટ સોનાથી બનાવેલી છે.
હસનલ બોલકિયાને પોતાના આ મહેલ ‘ઇસ્તાના નુરૂલ ઈમાન પેલેસ’ ને બનાવવામાં અંદાજે 2550 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. આ મહેલની અંદર તમને 1700 થી વધારે રૂમ, 257 બાથરૂમ અને 5 સ્વિમિંગ પૂલ જોવા મળશે.
મહેલની અંદર 110 ગેરેજ પણ બનાવવામાં આવેલ છે. તેમાં સુલતાન પોતાની 7૦૦૦ લક્ઝરી કારો રાખી છે. વળી મહેલમાં એક મોટો તબેલો પણ છે. જેમાં અંદાજે 2૦૦ ઘોડા રહે છે.
સુલતાન હસનલ બોલકિયા અને લક્ઝરી કારનો ખૂબ જ શોખ છે. તેમની પાસે રહેલ 7૦૦૦ લક્ઝરી કારોની કિંમત લગભગ 341 અબજ રૂપિયા છે. સુલતાન પોતાના કાર સંગ્રહમાં 6૦૦ રોલ્સ રોય અને 3૦૦ ફેરારી ગાડી પણ રાખેલી છે.
લક્ઝરી ગાડીઓ સિવાય સુલતાનની પાસે ઘણા પ્રાઇવેટ જેટ પણ છે, તેમાં બોઈંગ 747-4૦૦, 767-2૦૦ અને એરબસ એ340-2૦૦ જેટ સામેલ છે. તેઓ આ પ્રાઇવેટ જેટમાં બેસીને મુસાફરી કરે છે. કહેવામાં આવે છે કે 747-4૦૦ જેટ માં તો પ્યોર સોનુ જડેલું છે. આ બધા જેટમાં લિંગ રૂમ, બેડરૂમ સહિત ઘણી લક્ઝરી સુવિધાઓ રહેલી છે.
કુલ મળીને સુલતાનની લાઇફસ્ટાઇલ એક અસલી રાજા જેવી છે. તે પોતાના જીવનની બધી જ મજા માણી રહ્યા છે. જેમકે તમે તસ્વીરોમાં જોઇ શકો છો કે સુલતાનની લાઈફસ્ટાઇલ કેટલી આલીશાન છે. તેમની લાઈફ સ્ટાઈલ જોઈને કોઈ પણ વ્યક્તિને ઇર્ષા થવા લાગશે. આવા નસીબ દરેક વ્યક્તિના હોતા નથી.