શું તમારી આજુબાજુ કોઈ પણ રોડ કે રસ્તા તૂટેલા કે ખરાબ છે, તો આ નંબર પર વોટ્સએપ કરીને સરકારને જાણ કરો, સરકાર કરાવશે મરામત
ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં અનેક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરથી લઈને ગામડાના રસ્તા ખરાબ રીતે તૂટેલા છે, જ્યારે આવા ખરાબ રસ્તાને રીપેર કરવા ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા ટ્વિટ કરીને આ અંગે જાણકારી પણ આપવામાં આવી છે.
અહેવાલો અનુસાર, આવતા અઠવાડિયાથી ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. ગુજરાત ભરમાં 1 થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચલાવવામાં આવશે. જેમાં નાના રસ્તાથી લઈને હાઇવે પર વરસાદને લીધે પડેલા ખાડાઓને થિગડા મારવામાં આવશે એટલે કે મોટા પાયે રિપેરિંગ કામ કરવામાં આવશે. તેના માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવો નુસખો અપનાવવામાં આવી રહ્યો છે.
આ બાબતમાં તમે તમારી આજુબાજુના ખરાબ રસ્તા જે રીપેર કરવા લાયક હોય તો તેની વિગતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વોટ્સએપ નંબર પર મોકલવી પડશે અથવા તો વિભાગ દ્વારા બહાર પાડેલા ઇ એડ્રેસ પર મોકલવા પડશે. તમામ સાચી વિગતો ફોટા સાથે ભરવી પડશે. જેથી આવતા અઠવાડિયામાં 1 થી 10 તારીખની વચ્ચે રોડ રીપેર કરી દેવામાં આવશે.
જ્યારે માર્ગની મરામત માટે વોટ્સએપ નંબર દ્વારા તમે જાણ કરી શકશો. તેના માટે 99784 03669 વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવેલ છે. જેમાં તમારૂ નામ, મોબાઇલ નંબર મોકલવો પડશે. મરામતવાળી જગ્યાનું પુરૂ સરનામું આપો, ગામનું નામ, તાલુકા અને જિલ્લાનું નામ, પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલવું પડશે. તેની સાથે જ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે કે, માત્ર વોટ્સએપ દ્વારા જ વિગત આપી શકશો. આ નંબર માત્ર વોટ્સએપ માટે છે. તેના પર કોલ કરવો નહીં તેવી જાહેરાત પણ કરાઈ છે.
માર્ગ મરામત મહાઅભિયાન
=================
તા-1થી 10 ઓક્ટોબર 2021 સુધી ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામત નો પ્રશ્ન હોય તો,https://t.co/TIvQVZjpmJ અથવા
ઈમેલ ઉપર કરવા માટે
min-rnb@gujarat.gov.in@narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @CRPaatil pic.twitter.com/ELxno40dSR— Purnesh Modi (@purneshmodi) September 22, 2021
સરકારના દ્વારા બહાર પાડેલા માર્ગ મરામત મહાઅભિયાનને સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. રોડ પરના ખાડાને લઇને છેલ્લા 12 કલાકમાં 7 હજારથી વધુ ફરિયાદ મળી ચૂકી છે.