સસ્પેન્ડ કરાયેલા SP અધિકારી પાસેથી મળી કરોડો રૂપિયાનીની બેનામી સંપત્તિ, મની લોન્ડરિંગમાં પણ નામ આવ્યુ છે સામે..
જો આપણે કોઈ પણ સરકારી અધિકારીઓની વાત કરીએ તો આપણા મનમાં ચોક્કસપણે આવનારી પ્રથમ વસ્તુ ભ્રષ્ટાચાર છે. ઘણીવાર તંત્ર વિશે લોકો કહેતા હોય છે કે ઉપરથી નીચે સુધીના તમામ અધિકારીઓ ભ્રષ્ટ જ છે. અધિકારીઓના કાળા નાણાની વાત કરીએ તો બિહારના અધિકારીઓનો કોઈ મેળ જ નથી.
સોમવારે તપાસમાં ભોજપુરથી સસ્પેન્ડ કરાયેલા એસપી રાકેશ દુબેના ઠેકાણાઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ઘણી સ્થાવર મિલકત, મની લોન્ડરિંગ સહિતના ઘણા મોટા ખુલાસા સામે આવ્યા છે, જેમાં તેની મહેનતની કમાણી ખુલ્લી પડી છે.

2 કરોડ 55 લાખની સંપત્તિ મળી
સોમવારે ઇકોનોમિક ઓફેન્સ યુનિટ ના અધિકારીઓએ પટણામાં તેમના નિવાસ સ્થાને રેતી ખનન કેસમાં નામ ધરાવતા સસ્પેન્ડ કરાયેલા અધિકારી એસપી રાકેશ દુબેના ઘરે દરોડો પાડ્યો હતો. આ પ્રાથમિક તપાસમાં જ 2 કરોડ 55 લાખ 49 હજાર રૂપિયાનું કાળું નાણું સામે આવ્યું છે.

આ ઉપરાંત દુબેએ તેની પત્ની, મિત્ર, બહેન અને અન્ય બિઝનેસ સહયોગીઓ મારફતે કાળા નાણાંને સફેદમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ પણ કર્યો છે, તેણે બિલ્ડરો સાથે સાંઠગાંઠ દ્વારા ઘણા નાણાંની હેરફેર પણ કરી છે. જુદા જુદા રાજ્યોમાં અડધો ડઝનથી વધુ બાંધકામ કંપનીઓમાં ગેરકાયદે રોકાણ પણ કરવામાં આવ્યું છે. આ સિવાય હોટલ, રેસ્ટોરન્ટ, મેરેજ હોલ અને પ્લોટમાં પણ કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

કરોડો રૂપિયા માત્ર વ્યાજ પર આવ્યા છે
પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે રાકેશ દુબેએ માત્ર વ્યાજ પર કરોડો રૂપિયા આપ્યા છે, જેના લીધે તે મોટી કમાણી કરે છે. હાલમાં, આ રકમ કેટલી છે તેના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ આ સિવાય તેણે તેની માતા અને બહેનના નામે ઘણી મિલકતોની નોંધણી પણ કરાવી છે. અધિકારીઓ આ અંગે હજુ તપાસ કરી રહ્યા છે. જો આ સંપત્તિઓ અને વ્યાજની રકમ પણ પકડાઈ જાય તો ભ્રષ્ટાચારની માત્રા આનાથી વધી શકે છે.

પગારનો ઉપયોગ કર્યો નથી
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાકેશ દુબેએ સરકારી ખાતામાં આવતા પગારનો ઉપયોગ અમુક અંશે જ કર્યો છે. આ સિવાય તેમણે ઘણા શેરો અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ સારું એવું રોકાણ કર્યું છે. અધિકારીઓને ખ્યાતી કન્સ્ટ્રક્શન નામની કંપનીને 25 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાના પુરાવા મળ્યા છે. આ સિવાય તેના અને તેની પત્નીના નામે કેનેરા, આઈસીઆઈસીઆઈ, રોબેકો, નિપ્પોન ઈન્ડિયા, એસબીઆઈ, એલ એન્ડ ટી અને ફ્રેન્કલિન ટેમેલસન જેવી કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા 12 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

દિલ્હીથી ઝારખંડ રોકાણ
ભ્રષ્ટાચારી રાકેશ દુબે પાસે કાળા નાણાની યાદી ઘણી લાંબી છે, તેમણે ઘણા રાજ્યોમાં રોકાણ કર્યું છે. ઉત્તરપ્રદેશની કેટલીક પેઢીઓ જેમ કે નોઈડા બિલ્ડકોન, દેવઘર-રાંચી કામિની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાટલીપુત્ર બિલ્ડર, ખ્યાતી કન્સ્ટ્રક્શન એવી કેટલીક ફર્મ છે જેમાં તેમણે મોટું રોકાણ કર્યું છે. તેમણે ફુલવારી શરીફ સહિત ઘણી જગ્યાએ પણ જમીન ખરીદી છે.

રેતીમાંથી કરી કાળી કમાણી
અહેવાલો અનુસા, જાણવા મળ્યું છે કે તેમણે ગેરકાયદેસર રેતી ખનનમાં ખૂબ જ પૈસા કમાયા છે, જેમાંથી તેમણે પોતાની સંપત્તિ ઉભી કરી છે. અધિકારીઓ અને વેપારીઓની મિલીભગતને લીધે તે લાંબા સમયથી કાળાં નાણાં કમાતો હતો. તેને ભોજપુર એસપી તરીકે રેતી ખનન કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આર્થિક ગુનાના એકમના અધિકારીઓ એ પટનાના કૃષ્ણપુરી પોલીસ સ્ટેશન હેઠળના આનંદપુરીના તેમના નિવાસસ્થાને અને દાનાપુર પોલીસ સ્ટેશન હેઠળ જલાલપોર એન્જિનિયર નગરના સુદામા પેલેસના ફ્લેટ નંબર 204, જીસીડેહ દેવઘરમાં સચિન્દ્ર રેસિડેન્સી અને સિમરિયા ગામમાં રાકેશ દુબેના પૈતૃક નિવાસસ્થાન ચાર અલગ અલગ ટીમોની મદદથી દરોડા પાડવામાં આવ્યા હતા.