ટોસ્ટ પર પહેલા લગાવ્યું થુંક અને પછી પગ ની ગંદકી લગાવી ને કર્યું પેક, વાયરલ વીડિયો જોયા પછી તમે બંધ કરી દેશો ટોસ્ટ ખાવાનું
જ્યારે આપણે સવારે ચા પીએ છીએ ત્યારે તેની સાથે ટોસ્ટ ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. મોટા ભાગના લોકોને સવારે ચા અને દૂધ સાથે ટોસ્ટ ખાવાની ટેવ હોય છે. તમે પણ ભારે ઉત્સાહથી બજારમાંથી ટોસ્ટ ખરીદ્યું હશે. કેટલાક લોકો તેને રોજ ખાય છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફેક્ટરીમાં આ ટોસ્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે. તેને બનાવવામાં કેટલી સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે, આજે અમે તમને આવો જ એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોયા બાદ તમે ટોસ્ટ ખાવાનું પણ બંધ કરી દેશો.

ખરેખર, સોશિયલ મીડિયા પર આ હાલમાં એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક વ્યક્તિ ટોસ્ટ બનાવવાની ફેક્ટરીમાં ખૂબ જ ગંદી હરકત કરતો જોવા મળે છે. ક્યારેક તે ઇરાદાપૂર્વક ટોસ્ટ પર પગ મૂકે છે અને ક્યારેક તેને જીભથી ચાટીને પેક કરે છે. તે જાણી જોઈને થૂંકાયેલ ટોસ્ટ પેક કરે છે અને ગ્રાહકોને આપે છે.

જ્યારે ફેક્ટરીમાં આ ગંદું કૃત્ય થઈ રહ્યું હતું, તે દરમિયાન કેટલાક લોકો તે વ્યક્તિના વીડિયો બનાવવાનું પણ શરૂ કરે છે. આ પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ જ ફેલાઈ રહ્યો છે. જેણે પણ તેને જોયો તે સ્તબ્ધ થઈ ગયો. તે માનતો ન હતો કે લોકો આવી ગંદી રીતે ટોસ્ટ બનાવે છે. તે વ્યક્તિના પગ સાથેનો થૂંક અને ટોસ્ટ ઘણા લોકોના પેટમાં ગયો હશે. વિવિધ પ્રકારના જંતુઓ ફેલાશે. આ વ્યક્તિ જે પણ કર્યું તે ખૂબ જ ખરાબ હતું.

વીડિયો વાયરલ થયા બાદ લોકોના મનમાં જ ગુસ્સો છવાઈ રહ્યો હતો. તે ટોસ્ટ પર થૂંકનાર વ્યક્તિને સખત સજા આપવા માંગે છે. લોકો વીડિયો પર કોમેન્ટ કરીને પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. કોઈએ લખ્યું કે ‘આ વ્યક્તિને જલદીથી પકડો અને તેને સખત સજા આપો.’ પછી એક કોમેન્ટ આવે છે ‘આ ટોસ્ટ તેના ઘરે પણ જવું જોઈએ’. એક યુઝર લખે છે કે ‘આજથી ટોસ્ટ ખાવાનું બંધ’. અન્ય યુઝરે લખ્યું ‘બાપ રે! જો દરેક કંપનીમાં આ રીતે ટોસ્ટ બનાવવામાં આવે છે, તો હું તેને આજ પછી ક્યારેય નહીં ખાઉં.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર GiDDa નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે ‘ટોસ્ટ બંધ આજ થી’. લોકો વિડીયો પર સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જો તમે પણ ટોસ્ટ ખાવાના શોખીન છો તો પહેલા આ વિડીયો જોઈ લેજો.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે કોઈએ ખાણી -પીણી પર થૂંક્યું હોય. આ પહેલા પણ તંદુરી રોટીમાં થૂંકવાનો એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં રોટલી બનાવનાર તંદૂરમાં રોટલીને થૂંકીને ચોંટાડે છે.