સુરતમાં ખેતલા આપા ટી-સ્ટોલના માલિક નું ઊંઘમાં જ ગળું કાપી ઘાતકી હત્યા કરી..

સુરતમાં ખેતલા આપા ટી-સ્ટોલના માલિક નું ઊંઘમાં જ ગળું કાપી ઘાતકી હત્યા કરી..

સુરત શહેરમાં ડુમસ રોડ પર વીઆર મોલની પાસે ખેતલા આપા ટી સ્ટોલના માલિકની ઊંઘમાં ગળું કાપી ઘાતકી હત્યા કરાઈ હતી. મૃતકે હત્યારા પાસેથી 80 હજાર લેવાના હતા. જેને કારણે આ હત્યા કરી હતી. ઉમરા પોલીસે હત્યારાને થોડીજ કલાકોમાં પકડી લીધો હતો.

દોઢેક મહિના પહેલા ખેતલા આપા ટી સ્ટોલ શરૂ કર્યો હતો

ડુમસ રોડ પર વીઆર મોલ સામે ભાડેની જગ્યામાં રોહિતસિંઘ પરિહારે છેલ્લા દોઢેક મહિનાથી ખેતલા આપા ટી સ્ટોલ શરૂ કર્યો હતો. રોહિતસિંઘની ટી સ્ટોલની બાજુમાં પાનનો ગલ્લો છે. ગત ગુરુવાર રોહિતસિંઘ સ્ટોલ બંધ કરી ખાટલો બહાર નાખી સૂઈ ગયો હતો. ત્યારે ઓય…ઓય…ની બૂમ અને રિક્ષા સ્ટાર્ટ થવાનો અવાજ સાંભળ્યો હતો.

રોહિતસિંઘના મિત્ર વિરાજે શટર ખોલવા માટે બૂમ પાડી રોહિતને કોલ કર્યો હતો, પરંતુ રોહિતે કોલ રિસીવ ન કરતા મિત્રોને ફોન કર્યો હતો. જેથી મિત્ર ચિરાગ પટેલ દોડી આવ્યો હતો અને શટર નજીક રોહિતનું ગળું કપાયેલું તથા પેટમાંથી લોહી નીકળતી હાલતમાં ખાટલાની નીચે પડ્યો હતો.

ઉછીના આપેલા રૂપિયા માટે કરી હત્યા

ચિરાગે શટર ખોલતાં વિરાજ અને સ્વાતિ બહાર આવ્યાં હતાં અને તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ સમક્ષ વિરાજે જણાવ્યું હતું કે રિક્ષાચાલક અજય સુદામને રોહિતે હાથ ઉછીના 80 હજાર રૂપિયા આપ્યા હતા. આ રૂપિયાની રોહિત છેલ્લા 10 દિવસથી ઉઘરાણી કરતો અને અજય સતત વાયદા આપતો હતો.

રેકી કરી હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા

હત્યારાએ રોહિતસિંઘને ચપ્પુના 8થી 10 ઘા મારી હત્યા કરી હતી. પોલીસે હત્યારા અજય ઘડાઈ(રહે, અલથાણ)ને પકડી લીધો છે. ગુરુવારે રાત્રે મૃતક સાથે જ રહેતા વિરાજ અને સ્વાતિ દુકાનમાં જ પિક્ચર જોતા હતા એ વખતે સિગારેટ લેવા આવેલા વ્યક્તિએ રોહિતસિંઘને પૂછ્યું હતું કે તુમ કિતને લોગ યહાં પે સોતે હો. જેથી રોહિતસિંઘે કહ્યું કે 5-7 જણા સોતે હૈ. આજ મૈં અકેલા સોને વાલા હું, જેથી સિગારેટ લેવા આવેલા શખસે રેકી કરી હોવાની આશંકા જણાય રહી છે.

admin