જે લોકોને બેઠા બેઠા કે સુતા સુતા હાથ અથવા તો પગમાં ખાલી ચડી જતી હોય એવા લોકો માટે સૌથી સરળ ઉપચાર..

જે લોકોને બેઠા બેઠા કે સુતા સુતા હાથ અથવા તો પગમાં ખાલી ચડી જતી હોય એવા લોકો માટે સૌથી સરળ ઉપચાર..

હાથ પગમાં કે શરીરના કોઈ પણ ભાગમાં ખાલી ચડી જતી હોય એનો સરળ અને અસરકારક આયુર્વેદિક ઈલાજ. કેટલાક લોકોને ઉંમરને લીધે, શરીર પાતળું હોવાને કારણે અથવા કોઈ પ્રકારની બીમારીને લીધે હાથ અથવા તો પગમાં ખાલી ચડતી હોય છે.

આવા લોકોને વારંવાર જો ખાલી ચડતી હોય તો મનને કોઈ પણ જગ્યાએ કેન્દ્રિત કરી શકતા નથી અને અવારનવાર તેમનું ધ્યાન જે ભાગમાં ખાલી ચડી હોય ત્યાં જતું રહે છે. ઘણા લોકોને રાતે સુતા સમયે પણ ખાલી ચડતી હોય છે. ખાલી ચડવાના ઘણા કારણો હોઈ શકે છે.

શરીરમાં પાણીની ઉણપ અથવા જે ભાગમાં લોહીનો પુરવઠો બરાબર પહોંચી શકતો ન હોય તો પણ આવું બની શકે છે, આ લેખમાં જે લોકોને અવારનવાર ખાલી ચડતી હોય તેમના માટે કપૂરનો સારા એવો ઉપાય લઈને આવ્યા છીએ.

જો કે, આપણે લાંબો સમય બેઠા હોય તો આપણને ખાલી ચડી જાય છે, કેટલીકવાર આપણને એની ખબર રહેતી નથી અને આપણે ચાલવા જઈએ તો ચાલી શકાતું નથી અને જો ચાલવાનો પ્રયત્ન કરીએ તો આપણે પડી જઈએ છીએ. ઘણી વાર હાથ પગ પણ ભાંગી શકે છે.

તો આના માટેનો સૌથી સરળ ઈલાજ કપૂર અને તલનું તેલ છે, કપૂરને તલના તેલમાં ઓગળીને તેની માલીસ કરવાની છે, કપૂર આમાં મુખ્ય છે. જો તલનું તેલ ના હોય તો સરસવનું તેલ પણ લઇ શકો છો અને સરસવનું તેલ પણ ના મળે તો જે હાથવગુ તેલ હોય એ લેવું.

સૌથી પહેલા તેલને ગરમ કરો અને ગરમ તેલની અંદર કપૂર ઓગળી નાખવાનું છે. ગરમ તેલમાં આપણે કપૂર નાખીએ એટલે થોડું હલાવાથી તે એકરસ થઇ જાય છે. એટલે કપૂરનું પણ પ્રવાહી થઇ જશે અને તે એની અંદર ભળી જશે. કપૂર ના ઓગળે ત્યાં સુધી તેને હલાવાનું છે એટલે કપૂર ઓગળી જશે. ત્યાર પછી એને ઠંડુ પાડીને એક કાચની બોટલમાં ભરી લેવાનું છે.

આપણને જે ભાગમાં ખાલી ચડતી હોય તે ભાગમાં કપૂરનું તેલ લાગવાનું છે .લગાવ્યા પછી તેને બરાબર માલીસ કરવાની છે એટલે કે ચોળવાનું છે. આ રીતે કરવાથી થોડા દિવસ પછી તમને ખાલી ચડશે નહિ, આ નાનકડો પ્રયોગ ખાલી ચડતી હોય તો સારું કામ કરે એવો છે.

એકવાર માલિશ કરવા માટે 5-10 ગ્રામ બંને લો. અને જો વધારે તેલ બનાવવું હોય તો 50 ગ્રામ તેલ અને 50 ગ્રામ કપૂર નું તેલ બનાવો અને તેને કાંચની બોટલમાં ભરી દો.

admin