મળો ભારતના ફેમસ યુટ્યુબર્સને, લાખોમાં છે તેમના સબસ્ક્રાઈબર અને કરોડોમાં કરે છે કમાણી, જાણો તેના વિશે!
સોશિયલ મીડિયા માત્ર ટાઇમ પાસનું માધ્યમ જ નથી, તેનાથી સારી એવી કમાણી પણ કરી શકાય છે. જો તમારા કન્ટેન્ટ લોકોને પસંદ આવે છે, તો સમજી લો કે તમને પ્રખ્યાત થવાથી કોઈ રોકી શકે નહીં. કેટલાક એવા પ્રખ્યાત યુટ્યૂબર વિશે જાણો જે સોશિયલ મીડિયા પર તેમના વીડિયો અને બ્લોગ મૂકીને કરોડોની કમાણી કરી રહ્યા છે.

નિશા મધુલિકાની યુટ્યુબ ચેનલ તેની શાકાહારી વાનગીઓ માટે ખૂબ જ પસંદ છે. આ 61 વર્ષીય યુટ્યુબરના આશરે 1.2 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે અને તેની નેટવર્થ 32 કરોડની આસપાસ છે.

ગૌરવ ચૌધરીનું નામ પૈસા કમાવાની યાદીમાં ટોચ પર રાખી શકાય છે. ગૌરવની ચેનલ ટેક્નિકલ ગુરુજીના નામે છે અને તેમની નેટવર્થ 326 કરોડની આસપાસ છે. તે યુએઈમાં રહે છે અને તેના લગભગ 5 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે. જોકે, યુટ્યુબ સિવાય ગૌરવ દુબઈમાં પણ પોતાનું કામ કરે છે.

નવી દિલ્હીના હર્ષ બેનીવાલના આશરે 1.4 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે અને તેમની નેટવર્થ 16 કરોડની આસપાસ છે.

22 વર્ષીય યુટ્યુબર કેરી મિનાટીનું અસલી નામ અજય નગર છે. તેની કુલ સંપત્તિ ચાર મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 29 કરોડ છે. અજય કોમેડિયન, રેપર અને ગેમર છે. તેનો જન્મ હરિયાણાના ફરીદાબાદમાં થયો હતો.

વિદ્યા વોક્સના નામથી પ્રખ્યાત આ યુટ્યૂબર નું અસલી નામ વિદ્યા અયર છે. લોકોને તેની મ્યુઝિક ચેનલ ખૂબ જ ગમે છે. ચેન્નઈમાં જન્મેલી વિદ્યાના આશરે 7 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે અને તેની નેટવર્થ લગભગ નવ કરોડ છે.

દિલ્હીના અમિત ભદાના 22 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ તેના લાખો ફોલોઅર્સ છે. તેમની નેટવર્થ લગભગ 46 કરોડ છે.

આ યાદીમાં આગળનું નામ આશિષ ચંચલાણીનું છે. તેના ઘણા ફોલોઅર્સ છે. કોમેડી વિડીયો પસંદ કરનાર લોકો તેને વધુ ફોલો કરે છે. આશિષના યુટ્યુબ પર લગભગ 21 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે અને તેની નેટવર્થ 29 કરોડની નજીક છે.

ભુવન બામ તેમની ચેનલ ‘બીબી કી વાઈન્સ’ ના નામથી વધુ જાણીતા છે. ભુવનમાં 20 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેમની કુલ સંપત્તિ 22 કરોડની આસપાસ છે. તેના કોમેડી વીડિયો યુવાનોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.