બે જુડવા બહેનો અને શરીરથી જોડાયેલી એક વર્ષની પુત્રીઓને 22 ડોક્ટરોની એક ટીમે 18 કલાકની મહેનત કરીને જીવનદાન આપ્યું, માતા-પિતા પણ..

બે જુડવા બહેનો અને શરીરથી જોડાયેલી એક વર્ષની પુત્રીઓને 22 ડોક્ટરોની એક ટીમે 18 કલાકની મહેનત કરીને જીવનદાન આપ્યું, માતા-પિતા પણ..

આપણી આસપાસ રોજ ઘણા બનાવો બનતા હોય છે. ઘણા લોકોને મોટી બીમારીનો સામનો કરવો પડતો હોય છે અને તેમને બચાવવા માટે ડોક્ટરો ઘણી મહેનત કરતા હોય છે.

આજે આપણે એવી જ બે જુડવા દીકરીઓ વિશે જાણીએ જેઓ શરીરથી જોડાયેલી હતી અને તેને ડોક્ટરોએ 18 કલાકની મહેનત પછી નવું જીવનદાન આપ્યું હતું. આ બંને દીકરીઓ એક બીજાને જોઈ નોહતી શકતી અને તેમના માથા વાળો ભાગ જોડાયેલો હતો.

જયારે જયારે બંને દીકરીઓને જોઈને ઘણી તકલીફ થતી હતી. આ જોઈને ડોકટરો પણ પહેલા તો વિચારતા થઇ ગયા હતા અને પછી તેમનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. તે ઓપરેશનમાં પણ ઘણું જ જોખમ હતું પણ ઈઝરાઈલના ડોક્ટરોએ ઘણી મહેનત કરીને બંને દીકરીઓને નવું જીવનદાન આપ્યું હતું.

આ બંને બાળકીઓ એક જ વર્ષની છે. જે વખતે આ ઓપરેશન કરવાનું હતું એ વખતે એવું હતું કે જો કોઈ તકલીફ વધી ગઈ તો બંને દીકરીઓને ગુમાવવી પડે એમ હતું. જે વખતે આ દીકરીઓનું ઓપરેશન કરવામાં આવ્યું તો 22 જેટલા ડોક્ટરની ટીમે 18 કલાકના ઓપરેશન કરીને સફળ સર્જરી કરી હતી.

આજે બંને દીકરીઓ સ્વસ્થ છે અને માતા-પિતાની જે ચિંતા હતી તે પણ હવે ઓછી થઇ ગઈ છે. ખરેખર, ડોક્ટરને દેવદૂત કહેવાય છે તેઓએ આ બંને બાળકીઓના સફળ ઓપરેશન પછી બંનેને નવું જીવનદાન આપ્યું હતું.

admin