19 વર્ષની કોલેજીયન છોકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું, અગ્નિસંસ્કાર પુરા કરી પરિવાર ઘરે આવીને મોબાઈલ ચેક કરતા આંખો થઈ ગઈ પહોળી..

19 વર્ષની કોલેજીયન છોકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું, અગ્નિસંસ્કાર પુરા કરી પરિવાર ઘરે આવીને મોબાઈલ ચેક કરતા આંખો થઈ ગઈ પહોળી..

થોડા દિવસો પહેલા મુસ્લિમ યુવકના પરિચયમાં આવતાં છોકરીએ દવા પીને જીવન ટૂંકાવી લીધા બાદ તેના મોબાઇલમાંથી મુસ્લિમ વ્યક્તિના ધમકી ભર્યા મેસેજ મળતાં પરિવારે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગઈ છે.

પોલીસે મરવા સુધીનું દુષ્પ્રેરણ કરનાર હિંમતનગર તાલુકાના કનઇ ગામના વ્યક્તિને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીકરીની અંતિમવિધિ પુરી કરી પરિવાર ઘેર આવ્યા બાદ તેનો મોબાઇલ જોતા એક મુસ્લિમ વ્યક્તિના ધમકી ભર્યા મેસેજ જોવા મળ્યા હતા મેસેજ કરનાર વ્યક્તિ પણ પરિચીત હતો અને તે મુસ્લિમ હતો.

મુસ્લિમ વ્યક્તિએ મરવા સુધીનું દુષ્પ્રેરણ કર્યું હોવાનું સ્પષ્ટ થતાં પરિવાર રૂરલ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યો હતો અને મોબાઇલ બતાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. મુસ્લિમ યુવકે યુવતીને ફસાવ્યા બાદ માનસિક પ્રતાડના કરી જીવન ટૂંકાવવા મજબૂર કર્યાની વાત આખા પ્રસરી જતાં ખળભળાટ મચી ગયો હતો અને લોકોના ટોળા ઉમટ્યા હતા.

આ સમગ્ર ઘટનાને પગલે રૂરલ પોલીસના ઢીલા રવૈયાને લીધે લોકોમાં ભારે રોષ પેદા થયો હતો. પોલીસ સાંજે ગુનો નોંધી પરિવાર સમેત તેમના ઘર સુધી પહોંચી હતી. તે અગાઉ યુવતીને મરવા સુધીનું દુષ્પ્રેરણ કરનાર હિંમતનગરના કનઇ ગામના મુસ્લિમ યુવક 26 વર્ષીય મસી એહમદ અબ્બાસને ઝડપી લાવી સળિયા પાછળ ધકેલ્યો હતો. ઘટનાને પગલે રોષ પેદા થઇ રહ્યો છે.

સાબરકાંઠાના એસ.પી. નીરજ બડગુજરે જણાવ્યું હતું કે છોકરીના અંતિમ સંસ્કાર બાદ મોબાઇલમાં મળેલ મેસેજને પગલે પરિવારજનો આવ્યા હતા અને તેમાં તથ્ય જણાતાં ગુનો નોંધી યુવકને પકડી લેવાયો છે. મોબાઇલની ફોરેન્સિક તપાસ કરી બીજુ કંઇ વાંધાજનક ડિલીટ થઇ ગયું હશે તો તે રિકવર કરવા પણ પ્રયાસ કરાશે. હાલમાં આગળની તપાસ ચાલુ છે.

admin