જીવનમાં ગમે તેટલો ખરાબ સમય આવે પણ આ એક વસ્તુને ક્યારેય છોડતા નહીં, થોડો સમય કાઢીને અચૂક વાંચજો..

જીવનમાં ગમે તેટલો ખરાબ સમય આવે પણ આ એક વસ્તુને ક્યારેય છોડતા નહીં, થોડો સમય કાઢીને અચૂક વાંચજો..

દરેકના જીવનમાં ક્યારેક ખરાબ સમય તો ક્યારેક સારો આવતો રહે છે. પરતું એકસરખો સમય કોઈ પણ વ્યક્તિના જીવનમાં રહેતો નથી. એટલા માટે ક્યારેય ઘમંડ ના કરવો જોઈએ. ગમે એટલી ખરાબ પરિસ્થિતિ કેમ ના થઇ જાય છતાં ક્યારેય હિંમત હારવી નો જોઈએ. ગમે ત્યારે સારી પરિસ્થિતિ આવી શકે છે. સમય એ એવી વસ્તુ છે જે વ્યક્તિને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે.

દરેક લોકોની જિંદગીમાં સારો અને ખરાબ બંને સમય આવતો હોય છે, અને સમય જ છે જે માણસને જિંદગીના પડાવોથી રૂબરૂ કરાવે છે.

લગભગ આપણને ઘણી જગ્યાએ એવું સાંભળવા મળે છે કે ખરાબ સમયમાં આ ન કરવું જોઈએ તે ન કરવું જોઈએ, પરંતુ જયારે તમે ખરાબ સમયમાં હોવ તો આ એક વસ્તુ પણ છોડવી ના જોઈએ, માત્ર ખરાબ સમયમાં જ નહીં પરંતુ જિંદગીભર આ વસ્તુને ન છોડવી જોઈએ. જેના વિશે આજે અમે તમને જણાવીશું એ કઈ વસ્તુ છે જે ક્યારેય ના છોડવી જોઈએ.

એક કહાની હું તમને જણાવીશ એના વિશે આપણે જાણી લઈએ. એક વખત એક રૂમમાં ચાર મીણબત્તીઓ સળગી રહી હતી, તે ચારેય એકબીજા સાથે વાત કરી રહી હતી. તેમાં એક મીણબત્તી એ કહ્યું કે હું શાંતિ છું, હું આ દુનિયામાં રહેવા માંગતી નથી. કારણકે જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ હાહાકાર મચી ચૂક્યો છે, અને જ્યાં જુઓ ત્યાં લૂંટ થઈ રહી છે. આટલું કહીને થોડીવાર પછી તે બુઝાઈ ગઈ.

બીજી મીણબત્તી થોડા સમય પછી બોલી કે હું વિશ્વાસ છું, આજના સમયમાં લોકો એકબીજા ઉપર વિશ્વાસ કરતા નથી અને મને લાગે છે કે આ દુનિયામાં હવે વિશ્વાસની કોઈ કિંમત કે નથી જરૂરત રહી, આથી હું આ દુનિયામાંથી જાઉં છું. આટલું કહીને તે મીણબતી પણ બુઝાઈ ગઈ.

ત્રીજી મીણબતીએ કહ્યું કે હું પ્રેમ છું. આજકાલ લોકો પોતાના કામમાં અને વ્યસ્ત જિંદગીમાં એટલા મશગૂલ થઈ ગયા છે કે એકબીજા માટે કોઈની પાસે આજે સમય નથી. લોકો એકબીજાને સાચી રીતે પ્રેમ કરવાનું જ ભૂલી ગયા છે અને માત્ર સોશિયલ મીડિયામાં જ પ્રેમ જોવા મળે છે. આથી હું પણ આ દુનિયામાંથી જાવ છું. આટલું કહીને તે પણ બુઝાઈ ગઈ.

આ ત્રણે મીણબત્તીઓ બુજાઈ ગઈ હોવા છતાં ચોથી અડીખમ ઉભી હતી, એટલામાં જ એક વ્યક્તિ તે રૂમમાં આવ્યો. તેને તરત જ ચોથી ને પૂછ્યું કે આ ત્રણ કઈ રીતે બુઝાઈ ગઈ? તે મીણબતી એ આખી વાત પેલા માણસને કહી. તો એ વ્યક્તિએ પૂછ્યું કે તો પછી તું શું કામ હજી સુધી બળી રહી છે. ત્યારે તે મેળવીએ જવાબ આપ્યો કે હું આશા છું. હું છેલ્લે સુધી બળીશ. એટલું જ નહીં મારા બળથી હું આ ત્રણને પણ પાછી પ્રગટાવી શકીશ.

આ કહાની પરથી આપણે સમજવાનું એટલું જ છે કે જિંદગીમાં ગમે તેવા સંજોગો આવી જાય તો પણ ક્યારેય હિંમત અને આશા છોડવી ન જોઈએ. કારણ કે જે દિવસે માણસ આશા ખોઈ બેસે છે, તે દિવસથી તેના સફળ થવાની શક્યતા રહેતી નથી અને જ્યાં સુધી આશા તમારી સાથે હોય, તો ગમે તેટલા વિઘ્નો આવે પણ સફળતા મળવાની પુરેપુરી શક્યતા રહે છે અને ક્યારેય દુઃખ આપણી પાસે આવી શકતું નથી એટલા માટે હંમેશા પોતાના પર વિશ્વાસ અને આશા રાખવી જોઈએ.

admin