બાળકના તાળવા માં નીકળ્યું કાણું, જલ્દી જ હોસ્પિટલ પહોંચી માતા, સત્ય જાણીને થઇ જશો ચક્તિ..
એક માતા માટે તેનું બાળક કેટલું મહત્વ ધરાવે છે, તે આખી દુનિયા જાણે છે. બાળક ને જો થોડી પણ ઈજા થઇ જાય તો એવું લાગે છે કે, માતાનો જ જીવ નીકળી જશે. કાંઈક એવું જ થયું બ્રિટેનમાં રહેતી 24 વર્ષની મહિલા બેકી સ્ટાઈલ્સ સાથે.
બેકી તે સમયે ગભરાઈ ગઈ જયારે તે પોતાના 10 મહિનાના દીકરા હાર્વની નેપી બદલી રહી હતી, અને તે દરમિયાન તેમને પોતાના બાળકના મોઢાની અંદર એક કાણું દેખાયું. તેમને બાળકના તાળવામાં કાણું દેખાયું હતું. જો કે જ્યારે તમે તેનું સત્ય જાણશો તો તમે ચક્તિ પણ થશો અને તમને હસવું પણ આવી જશે.

પહેલા તો બાળકના તાળવામાં રહેલા કાણાને જોઈ મહિલા ગભરાઈ ગઈ. મહિલાએ કહ્યું કે, મારા દીકરાના મોઢા (તાળવા) માં કાણું જોઈને મેં તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો, પણ મારા પતિએ મને અટકાવી દીધી. મહિલાના જણાવ્યા મુજબ, તે જોઈને હું ધ્રુજી રહી હતી, મને પરસેવો થઈ રહ્યો હતો. અમે ટોર્ચથી તેને જોવા પ્રયત્ન કર્યો તો પતિએ કહ્યું કે, આ શું છે?

ત્યાર પછી મેં મારી માતા ને ફોન કર્યો તો તેમણે મને 111 ઉપર ફોન કરવા માટે કહ્યું. અને જયારે હું જવાબની રાહ જોઈ રહી હતી, તો મારા પિતાએ મને મારા બાળકને સીધું હોસ્પિટલ લઇ જવા માટે કહ્યું. હોસ્પિટલમાં ડોક્ટર તપાસ કરે તે પહેલા એક નર્સે બાળકનું મોઢું ખોલીને જોયું. તેમણે જોયું કે, મોઢામાં તે કાણા વાળો ભાગ ચમકી રહ્યો હતો. નર્સે જ્યારે તેને નજીકથી જોયું તો જાણવા મળ્યું કે, અમે જેને કાણું સમજી રહ્યા હતા તે હકીકતમાં એક સ્ટીકર હતું જે કોઈ રીતે બાળકના તાળવામાં ચોટી ગયું હતું.

બાળકની માતા બેકી સ્ટાઈલ્સ તે જાણીને ઘણી શરમ અનુભવી રહી હતી. પણ તેમણે કહ્યું કે, તેમણે આ ઘટનાને લોકો સાથે શેર કરી જેથી બીજા માતા પિતાને શીખ મળી શકે કે સ્ટીકરને નવજાત શિશુઓથી દુર રાખવું જોઈએ.
મહિલાએ કહ્યું, જયારે હું બાળકને લઈને હોસ્પિટલ પહોંચી તો નર્સોને તે દેખાડ્યું અને તેઓ તેને બીજા વોર્ડમાં રેફર કરવાની વાત કરી રહી હતી. તે દરમિયાન એક નર્સે જણાવ્યું કે, મને બસ બાળકના મોઢામાં ટોર્ચ વડે જોઈ લેવા દો. લગભગ 30 સેકંડ પછી તેણે કહ્યું તે એક સ્ટીકર છે. ત્યારે મેં મુર્ખતા પૂર્વક કહ્યું કે, ના તે કાણાંને જુઓ. ત્યાર પછી તેણે પોતાની આંગળી બાળકના મોઢામાં નાખી અને સ્ટીકર બહાર કાઢી દીધુ.