એસીડીટી ને જડમૂળ માથી દૂર કરવાનો અકસીર ઈલાજ, ક્યારેય નહી થાય એસીડીટી, તરત જ મળશે રાહત,આજે જ જાણી લો..

એસીડીટી ને જડમૂળ માથી દૂર કરવાનો અકસીર ઈલાજ, ક્યારેય નહી થાય એસીડીટી, તરત જ મળશે રાહત,આજે જ જાણી લો..

આજના સમયમાં એસીડીટી એક સામાન્ય રોગ થઈ ગયો છે અને ઘણા બધા લોકો આજે એસીડીટીથી પરેશાન છે. એસીડીટીને ગુજરાતીમાં અમ્લપિત્ત કહેવાય છે. તમને જણાવી દઈએ કે પિત્ત બે પ્રકારના હોય છે, એક શીત પિત્ત અને બીજો ઉષ્ણ પિત્ત. શીત પિત્ત થી શરીર ઉપર મોટા મોટા ઢીમચાં થાય છે. અને ઉષ્ણ પિત્ત થી શરીરની અંદર બળતરા થાય છે. ઉષ્ણ પિત્તનો રોગ હમણાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઘણા લોકો આનાથી ખુબ પરેશાન છે. એટલે આજે અમે તમને આ ઉષ્ણ પિત્તની સામાન્ય દવા જણાવીશું.

તમને જણાવી દઈએ કે આનાથી બચવા માટે ઉજાગરા ઓછા કરવાના, તળેલી વસ્તુ ઓછી ખાવાની, ભૂલ લાગે તો ભૂખ્યા પણ રહેવાનું નથી, ત્યારે તમારે સામાન્ય ભોજન કે બિસ્કિટ વગેરે ખાઈ લેવાનું છે. અને એક વાતનું ધ્યાન રાખવાનું કે ગરમ પડે એવી વસ્તુ ખાવાની નહીં. કારણ કે ઉષ્ણ પિત્ત તેનાથી જ થાય છે.

એસીડીટીનો એક સૌથી સરળ કારગર ઈલાજ જણાવીએ. આના માટે જરૂર પડશે લીમડાના ગળો ની. લીમડાનો ગળો તમને કરિયાણાની દુકાનમાં અથવા દેશી ઔષધી વેચતા હોય તેની પાસે અને ગામ હોય તો ગામના ખેતરની જે વાડી હોય તેની બાઉન્ડ્રી પાસે લીમડો હોય તેની ઉપર આ વેલ જોવા મળશે. આ લીમડાનો ગળો એ એક રસાયણ છે. જે એસીડીટીથી બચાવે છે.

એ સિવાય અન્ય એક ઔષધી છે કરિયાતુ. કરિયાતુમાં એવા ઘણા ગુણ આવેલા છે, જે તાવની અને બીજી તકલીફોમાં સારું પરિણામ આપે છે. ઘણા લોકો એને કરું કરિયાતું પણ કહે છે. એનો ભાદરવામાં તાવમાં વધારે ઉપયોગ થાય છે. અને તે તાવ માટે રામબાણ ઈલાજ પણ છે. પહેલું ગળો, બીજું છે કરિયાતું અને ત્રીજું છે નાગરમોથ.

નાગરમોથ ગંઠોડા જેવી આવે છે. નાગરમોથ જો ન મળે તો જ્યાં પાણી ભરાઈ રહેતું હોય અને ચોમાસામાં છૈયા ઉગે છે તેના મૂળની ગાંઠ તેની અવેજીમાં ચાલે. પણ તમારે બને ત્યાં સુધી નાગરમોથનો જ ઉપયોગ કરવો જોઈએ. તેમજ સુંઠ પણ આમાં લેવાનું છે, ઘણા લોકો એવું સમજતા હોય છે કે સુંઠ તો વસ્તુ છે એટલે સુંઠ આપણને ગરમ પડશે પણ સુંઠ આપણને ગરમ પડતી નથી.

તમને જણાવી દઈએ કે, જે વસ્તુનો વીપાત મધુર થતો હોય તે વસ્તુ ક્યારેય ગરમ પડે નહિ. સુંઠ પાચન થતા એને વૈદિક ભાષામાં વીપાત કહેવાય છે. એ વીપાત એનો મધુર બને છે. એટલે જેનો વીપાત મધુર હોય તે આપણને કોઈ દિવસ ગરમ પડે નહિ. જેથી સુંઠથી ગભરાશો નહિ.

હવે એના સેવનની પ્રમાણ તમને જણાવી દઈએ. સુંઠ, નાગરમોથી, લીમડાનો ગળો અને કરિયાતુ આ ચારેય વસ્તુ 5 ગ્રામ લેવાની છે. જો ખુબ મોટા માણસને લેવી હોય તો 5 થી 7 ગ્રામ વધારે નહિ. એટલે તમે બધી વસ્તુ 5-5 ગ્રામ લેશો તો બધું મળીને 20 ગ્રામ થાય છે. આને નહિ જેવું ખાંડી નાખવાનું છે. વધારે ઝીણો પાઉડર કરવાની જરૂરત નથી. હવે તેને ખાંડીને આ ચારેય વસ્તુનું મિશ્રણ કરો.

હવે એક તપેલી લો. તપેલીની અંદર એક કપ પાણી નાખો. પાણી નાખ્યા બાદ જે મિશ્રણ તમે બનાવ્યું છે, તે એમાં નાખી દેવાનું છે. ત્યારબાદ તમારે તપેલીમાં જોઈ લેવાનું કે, એક કપ પાણી કેટલી ઉંચી સપાટીએ આવ્યું. અને એને તમારે મગજમાં યાદ કરી લેવાનું છે. પછી તેમાં બીજા ત્રણ કપ પાણી ઉમેરો. એટલે કુલ 4 કપ પાણી નાખવાનું છે.

હવે એને ધીમા તાપે ગેસ પર ઉકળવા માટે મુકી દો. આ ચાર કપ પાણી એક કપ બચે ત્યાં સુધી ઉકાળવા દો. પહેલા તમે જોઈ લીધેલું છે કે એક કપ પાણી કેટલી સપાટી ઉપર હતું, બસ તેટલી સપાટી સુધી પાણી આવે ત્યારે ગેસ બંધ કયારેય દેવાનો છે. થોડું વધારે હોય ત્યારે પણ બંધ કરી નાખો તો પણ કોઈ વાંધો નથી.

ત્યારબાદ આ પાણી ઠંડુ થવા દયો. પાણી ઠંડુ થઈ જાય એટલે ગાળી લેવાનું છે. એને તમારે સવારે નરણા કોઠે પી જવાનું છે. તેવી જ રીતે સાંજે પણ આવી રીતે ઉકાળી અને ગાળીને ખાલી પેટે પી લેવાનું છે. તમે 8 દિવસ સુધી લેશો તો એસીડીટી સાવ મટી જશે. મટી ગયા પછી ખુબ ઉજાગરા કરવા, ફાવે તેવી તળેલી વસ્તુ ખાવી, બહારની વસ્તુ ખાવી વગેરે બંધ કરી દેવાનું છે. 2-3 મહિના સુધી કાળજી રાખવાની છે.

તમને જણાવી દઈએ કે 2-3 મહિના કાળજી રાખવાથી આરામથી તમારી એસીડીટી મટી જશે અને ફરી થશે પણ નહિ. જો વધારે એસીડીટી રહેતી હોય અને સાથે કબજિયાત પણ રહેતી હોય તો આની સાથે સાથે જ અવિપત્તિકર ચૂર્ણ પણ લેવાનું છે. આનાથી ઝડપથી ફાયદો થશે. અવિપત્તિકર ચૂર્ણ તમારે રાત્રે ઊંઘતી વખતે હુંફાળા પાણીમાં એક ચમચી ચૂર્ણ લઇ લેવાનું છે.

આના કરતા પણ એક જોરદાર વસ્તુ છે કાળી દ્રાક્ષ. દ્રાક્ષને ધોઈ નાખવાની છે અને અંદર જે બી હોય તેને કાઢી નાખવાના છે અને તેની અંદર ખાંડ ઉમેરો અને ખાંડણીમાં ખાંડી નાખો. પછી તે દંત મંજન જેવું બની જાય છે તેને તમે ચાટી જાવ. તો તમને સંપૂર્ણ રીતે ફાયદા થશે.

admin