શું તમારા ગેસના બર્નર કાળા પડી ગયા છે અને ગેસ ધીમો ચાલે છે, તો આ રહ્યો સરળ ઘરગથ્થુ ઉપાય, એક વાર અજમાવી જુઓ જરૂરથી થશે ફાયદો

શું તમારા ગેસના બર્નર કાળા પડી ગયા છે અને ગેસ ધીમો ચાલે છે, તો આ રહ્યો સરળ ઘરગથ્થુ ઉપાય, એક વાર અજમાવી જુઓ જરૂરથી થશે ફાયદો

કિચનમાં પ્રવેશ કરતાં ની સાથે જ આપણો મુડ ત્યારે સૌથી વધારે ખરાબ થઈ જાય છે, જ્યારે ગેસ અથવા સ્ટવ ગંદો હોય છે. ગેસના બર્નર પર તેલ જામી ગયું હોય છે અને બર્નર પણ એવી રીતે કાળું પડી ગયું હોય છે કે તેને જોઈને સાફ કરવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. જે લોકો ઓફિસમાં કામ કરે છે તેમના માટે દરરોજ ગેસનું બર્નર સાફ કરવું પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

ગેસના કાળા થઈ ગયેલા બર્નરને સાફ કરવું જરૂરી છે. સફાઈની સાથે સાથે તમારી સુરક્ષા માટે પણ તે ખૂબ જ જરૂરી છે અને જો સાફ કરવામાં ન આવે તો તેમાં લાંબા સમયે કાટ લાગી જાય છે અને બર્નર કમજોર પડવા લાગે છે અને તૂટી પણ શકે છે.

આ સાથે, કાટ લાગવાથી બર્નર સારી રીતે કામ આપતા નથી, જેનાથી ભોજન બનાવવામાં વધારે સમય લાગે છે. એટલું જ નહીં પરંતુ કાળા પડી ગયેલા બંને બર્નર ધીરે ધીરે કમજોર પડવા લાગે છે અને તેમાંથી ગેસ લીક થવાનો પણ ડર રહે છે. જોકે આ બર્નર સાફ કરવા એટલા મુશ્કેલ પણ નથી, પરંતુ જાણકારીના અભાવે લીધે તેને સાફ કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

આજે અમે તમને આ લેખ દ્વારા ગેસનાં બર્નરને સાફ કરવાની એકદમ સરળ ઘરગથ્થુ ઉપાય જણાવીશું. જેની મદદથી તમે પોતાના ગેસનાં બર્નર બિલકુલ નવા જેવા ચમકદાર બનાવી શકો છો. બર્નરની સફાઈ કરવા માટે સૌથી પહેલા ગેસને બંધ કરી દીધા બાદ બર્નર ઠંડુ થવા દો અને તેને સાવધાનીપૂર્વક ગેસ માંથી બહાર કાઢી લો અને તેને સૌથી પહેલાં કોઈ કપડાથી સાફ કરી લો.

ગેસના બર્નર સાફ કરવા માટે તમારે ફક્ત એક ચીજની જરૂર પડશે અને તે છે વ્હાઇટ વિનેગર. તેના માટે તમારે એક મોટું વાસણ લેવું પડશે, જેમાં બર્નર સરળતાથી ડૂબી જાય. આ વાસણમાં અડધો કપ વિનેગર ઉમેરી દો. તેમાં અડધો કપ પાણી પણ મિક્સ કરી દો. હવે આ તૈયાર થયેલ સોલ્યુશનમાં બર્નરને આખી રાત ડૂબાડી રાખો. રાત્રિના સમયે તમારે ગેસનો ઉપયોગ ન હોવાને કારણે બર્નરનો ઉપયોગ કરવાનો હોતો નથી, એટલા માટે સફાઇ માટે આ યોગ્ય સમય રહેશે.

સવારે ઉઠીને બર્નરને પાણીમાંથી બહાર કાઢી લો અને કોઈ સ્ક્રબર થી તેને સાફ કરી લો. સ્ક્રબર જો સ્ટીલનું હોય તો વધારે યોગ્ય રહેશે. ધ્યાન રાખવું કે સાફ કરવા માટે તેને વધારે ઘસવાની જરૂરિયાત નથી. હવે તમે જોઈ શકો છો કે બર્નર સંપૂર્ણ રીતે નવા જેવું ચોખ્ખું અને ચમકદાર બની ચૂક્યું છે અને ગેસની પુરી ફ્લો પણ બહાર આવી રહી છે.

માર્કેટમાં આ વિનેગર તમને 500 એમએલ લગભગ 35 રૂપિયાની કિંમતમાં મળી જશે. જે તમને કોઈ પણ જનરલ સ્ટોર માંથી સરળતાથી મળી શકે છે. તેનો મોટા ભાગે લોકો ચાઉંમીન બનાવવામાં ઉપયોગ કરતા હોય છે. તે સિવાય તેમાં રહેલા કેમિકલ જ બર્નરને સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપાય ઉપરાંત 2 કપ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નાખીને તેમાં બર્નરને થોડા કલાકો માટે મૂકી દો, ચુલાના બર્નર થોડી જ મિનિટમાં સાફ થઇ જશે. આ ઉપરાંત પણ તમે વિનેગરનો ઉપયોગ બાથરૂમની સાફ-સફાઈમા કે ડોલ અને ટમ્બલર સાફ કરવામા પણ કરી શકો છો.

admin