આ મહિલાએ કહ્યું- વાળ તો બે ત્રણ મહિનામાં નવા આવી જશે, ‘વાળ એ તમારું સૌંદર્ય નથી, તમારા વિચારો જ ખરું સૌંદર્ય છે’
છોકરીઓ માટે માથાના વાળએ સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે જોકે પોતાના વાળની દેખરેખ માટે યુવતીઓ અવનવા સલૂનોમાં જઈને પોતાના વાળની સારી રીતે કાળજી રાખતી હોય છે. જોકે કેટલીક યુવતીઓ એવી પણ છે જે પોતાના કિંમતી વાળ બીજા ની મદદ માટે દાન આપતી હોય છે. એવા માં જ એક મહેસાણા માં અભ્યાસ કરતી છોકરીએ પણ અન્ય મહિલાની મદદ કરવા માટે પોતાના વાળ નું મુંડન કરાવી દાન કરશે.

મહેસાણા શહેરમાં પોતાના પરિવાર સાથે રહેતી તિથિ પ્રજાપતિ નામની છોકરીએ કેન્સર પેશન્ટને મદદ કરવા પોતાના વાળનું અમદાવાદ ખાતે જઇને મુંડન કરાવ્યું છે ત્યારે આ વાળ હવે આ યુવતી એક ટ્રસ્ટ માં દાન આપી એક ઉમદા કાર્ય કરી રહી છે.

તિથિ પ્રજાપતિ એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એક દિવસ ઇન્સ્ટાગ્રામ પર એક પેજ પર મેં અન્ય યુવતીઓના મુંડન કરાવેલા ફોટો જોયા હતા. જેમાં આ યુવતીઓ પોતાના મુંડન કરાવેલા વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે દાન કરે છે. જેથી મેં પણ વિચાર કર્યો કે હું પણ આ મહિલાઓ માટે મારા વાળનું દાન કરીને મદદરૂપ બનીશ.

સોશિયલ મીડિયા પર હેર ડોનેટની તસવીરો જોયા બાદ છોકરીએ પણ અન્ય કેન્સરગ્રસ્ત મહિલાઓ ને મદદ કરવા પોતાના વાળ મુંડન કરાવવા દાન કરવાનું વિચાર્યું અને આ મામલે પરિવારને જાણ કરી તો પહેલા તો પરિવાર પણ સંકોચાયો હતો તેમજ અન્ય ને મદદ રૂપ બનવાની દીકરીની ધગશ જોઈ પરિવારે પણ મંજૂરી આપી દીધી.

મહેસાણાની તિથિ પ્રજાપતિ કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે મદદરૂપ થવા પોતાના વાળનું મુંડન કરવું છે. તેમજ પરિવારે પણ છોકરીને સપોર્ટ આપવામાં આવ્યો હતો જોકે તિથિ પ્રજાપતિ લોકોને સંદેશો આપ્યો હતો કે કેન્સરગ્રસ્ત લોકો માટે સારો એવો ભાવ રાખીને મદદ કરતું રહેવું જોઈયે તેમજ વાળ તો બે ત્રણ મહિના માં આવી જશે. જોકે હું આજે અન્ય મહિલાઓ ને મદદ રૂપ બની છું એમ અન્ય લોકો પણ કેન્સરગ્રસ્ત લોકોની મદદ કરતા રહે. આ દીકરીનું માનવું છે કે વાળ એ તમારું સૌંદર્ય નથી તમારા વિચાર એજ સાચું સૌંદર્ય છે.

મહેસાણાની તિથિ પ્રજાપતિ કેન્શર ગ્રસ્ત મહિલાઓ માટે પોતાના વાળ ડોનેટ કરવાની છે. જોકે આ છોકરીએ અમદાવાદ જઈને પોતાન વાળ નું મુંડન કરાવ્યું હતું. ત્યારબાદ પોતાના વાળ ઘરે લાવી ને બે દિવસ માં મુંબઇ ખાતે આવેલ મદદ ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા ને ડોનેટ કરશે. ત્યારબાદ આ સંસ્થા દ્વારા આ વાળને વિગમાં ફેરવી કેન્સરગ્રસ્ત અને જરૂરિયાત મંદ મહિલાઓ ને ફ્રી ઓફ માં વિગ બનાવી વિતરણ કરવામાં આવશે.

કેન્સરગ્રસ્ત મહિલા દર્દીઓને સારવાર દરમિયાન તેઓના વાળ ખરી જતા હોય છે. જોકે આવી મહિલાઓને ફરી વાળ મળી રહે તેના માટે વિગ બનાવવાની કામગીરી મુંબઇની એક સંસ્થા કરી રહી છે. જોકે વિસનગરમાં રહેતા તૃપલ પટેલ જેઓ એજ્યુકેશન ઓફ સોશિયલ રિસર્ચ સેન્ટર નામની સંસ્થા ચલાવે છે. આ સંસ્થા થકી સમગ્ર ગુજરાત નહિ પરંતુ સમગ્ર ભારત દેશમાંથી અત્યાર સુધી 1500 થી વધુ યુવતીઓ એ કેન્સરગ્રસ્ત મહિલા દર્દીઓ ની મદદ માટે પોતાના વાળ ડોનેટ કરી ચુકી છે. ત્યારે ગુજરાત માંથી 600 થી વધુ યુવતીઓ એ પણ પોતાના વાળનું મુંડન કરી દર્દીઓ ને મદદ રૂપ થઈ છે. આ માહિતી વાતચીત દરમિયાન સંસ્થા ચલાવનાર તૃપલ પટેલે જણાવી હતી.

મહેસાણા જિલ્લાના વિસનગરમાં રહેતા તૃપલ પટેલ એજ્યુકેશન ઓફ સોશિયલ રિસર્ચ સેન્ટર સંસ્થા ચલાવે છે. જેનાથી કોઈ છોકરી જો પોતાના વાળ કેન્સરગ્રસ્ત મહિલાને દાન કરવા ઇચ્છતી હોય તો તેઓ આ સંસ્થા નો સમ્પર્ક કરી શકે છે.