નાની ઉંમરની છોકરીએ કરી મોટી કમાલ, કેજી-2 ની વિદ્યાર્થી એ પોતાના નામે નોંધાવ્યા 9 વર્લ્ડ રેકોર્ડ

નાની ઉંમરની છોકરીએ કરી મોટી કમાલ, કેજી-2 ની વિદ્યાર્થી એ પોતાના નામે નોંધાવ્યા 9 વર્લ્ડ રેકોર્ડ

આપણા ભારતની આ નાનકડી છોકરીનું મગજ એટલું પાવરફુલ છે કે ન પૂછો વાત, તેના વિષે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો. ભારત દેશમાં હોંશિયાર બાળકોની કોઈ કમી નથી. ભારતના બાળકો ભણવાથી લઈને સ્પોર્ટ્સ અને અન્ય પ્રવૃતિઓમાં પણ આગળ હોય છે અને પોતાની આવડતને કારણે વૈશ્વિક સ્તર પર પરિવાર અને દેશનું નામ રોશન કીર રહ્યા છે.

આજે અમે તમને એક એવી જ છોકરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેણે નાની ઉંમરમાં મોટી કમાલ કરી દેખાડી છે. કેજી-2 ની વિધાર્થીની મહાલક્ષ્મી આનંદે નવ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે. તેના પિતા આનંદ કુમાર વ્યવસાયે એન્જીનીયર છે. તેની માતાનું નામ નીના આનંદ છે. મહાલક્ષ્મીએ ત્રણ કેટેગરીમાં આ રેકોર્ડ બનાવ્યા. તેણીએ એક મિનીટમાં સૌથી વધુ ઈન્વેંટર્સ અને ઈન્વેશન્સના નામ બોલ્યા.

આ સિદ્ધી માટે તેમનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઈંટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ, બ્રિટીશ વર્લ્ડ રેકોર્ડ્સ અને કલામ્સ વર્લ્ડ રેકોર્ડ્સ ફોર એક્સ્ટ્રા ઓર્ડીનરી ગ્રેસ્પીંગ પાવર જીનીયર કીડ તરીકે પણ નોંધવામાં આવ્યું છે. તેણીએ 54 સેકંડમાં સૌથી વધુ ભરતનાટ્યમની મુદ્રા અને ભાવાભીવ્યક્તિ ઉપર સૌથી ઝડપી પરફોર્મ કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે. મહાલક્ષ્મીએ 26 સેકંડમાં ભારતના સ્ટેટ અને કેપિટલ્સને અલ્ફાબેટીકલ ઓર્ડરમાં બોલવાનો રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો.

આ બાળકીના માતા પિતાએ તેની કુશળતાને માત્ર દોઢ વર્ષની ઉંમરમાં જ ઓળખી લીધી હતી. આટલી નાની ઉંમરથી જ તેને અલગ અલગ વસ્તુ શીખવાનો શોખ હતો.

તેની મમ્મી નીનાએ જણાવ્યું કે, જયારે મહાલક્ષ્મી માત્ર દોઢ વર્ષની હતી, ત્યારે મેં તેને વૈજ્ઞાનિક અને ઈન્વેશંસના નામ શીખવવાનું શરુ કર્યું હતું. હું જે પણ શીખવતી, તે બધું તેને યાદ રહેતું હતું. મહાલક્ષ્મીએ ઈંટરનેટ ઉપર જોઇને પોતાના ઘણા પ્રશ્નોના જવાબ જાણ્યા અને રેકોર્ડ મેળવવાની દિશામાં આગળ વધતી ગઈ.

આટલી નાની ઉંમરમાં આટલી બધી સિદ્ધિ મેળવવી કોઈ સરળ વાત નથી. ઘણા વયસ્ક લોકોમાં પણ આટલી આવડત નથી હોતી જેટલી આ નાનકડી બાળકીમાં જોવા મળે છે. અને આ બાળકી પણ પોતાની પ્રતિભાને નિખારવા માટે ઘણી મહેનત કરી રહી છે.

admin