નાની ઉંમરે બની ગઈ પ્રેમીના બાળકની માતા, જ્યારે પરિવારના સભ્યો એ તેને ઘરની બહાર કાઢી મૂકી, ત્યારે મેંહનત કરીને બની એસઆઈ ઈન્સ્પેક્ટર

નાની ઉંમરે બની ગઈ પ્રેમીના બાળકની માતા, જ્યારે પરિવારના સભ્યો એ તેને ઘરની બહાર કાઢી મૂકી, ત્યારે મેંહનત કરીને બની એસઆઈ ઈન્સ્પેક્ટર

કેરળ પોલીસની મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એની શિવા આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. તેના સંઘર્ષની વાર્તા લોકો માટે પ્રેરણા બની રહી છે. 18 વર્ષની ઉંમરે જ્યારે તેના ખોળામાં 6 મહિનાનું બાળક હતું. ત્યારે તેના પતિએ તેને છોડી દીધો. આ પછી, પરિવારે તેને ઘરની બહાર પણ કાઢી મૂકી.

પરંતુ જીવન પર હાર ન માનવાનો તેનો આગ્રહ એની સફળતાનો આધાર બન્યો. એની શેરીઓમાં લીંબુ પાણી અને આઈસ્ક્રીમ વેચીને પોતાનું અને બાળકનું ભરણપોષણ કર્યું અને સાથે ઘણા નાના-મોટા કામ કર્યા.

જ્યારે તે કાંજીરામકુલમ ની KNM સરકારી કોલેજ માં સ્નાતક થઈ રહી હતી, ત્યારે તે તેના પરિવારની વિરુદ્ધ ગઈ અને લગ્ન કરી લીધા. ઘરમાંથી કાઢી મૂક્યા પછી એની શિવા તેના પુત્ર સાથે તેની દાદીના ઘરની પાછળની ઝૂંપડીમાં રહેવાનું શરૂ કર્યું, ડોર-ટુ-ડોર ડિલિવરીનું કામ કર્યું, પણ કશું કામ ન આવ્યું. અભ્યાસ ચાલુ રાખવા સાથે તેણીએ સમાજશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. એની શિવા વર્ષ 2014 માં તિરુવનંતપુરમના કોચિંગ સેન્ટરમાં પ્રવેશ લીધો અને મિત્રની મદદથી સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી.

એનીને 2016 માં સફળતા મળી અને સિવિલ પોલીસ ઓફિસર બની.  ત્રણ વર્ષ પછી એટલે કે 2019 માં તેણે સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી અને હવે લગભગ દોઢ વર્ષની તાલીમ પછી તેણે વરકલા પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનરી સબ ઇન્સ્પેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો એની શિવાએ કહ્યું, મને ખબર પડી કે મારી પોસ્ટિંગ થોડા દિવસો પહેલા વરકલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, આ એક એવી જગ્યા છે જ્યાં મેં મારા નાના બાળક સાથે આંસુ વહાવ્યા અને પછી મને ટેકો આપનાર કોઈ નહોતું.

એની ની કહાની કેરળ પોલીસ એ શેર અને ટ્વીટ કકરી છે, જે ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસનું સાચું મોડેલ છે. એક 18 વર્ષીય છોકરી જે તેના 6 મહિનાના બાળક સાથે તેના પતિ અને પરિવાર દ્વારા ત્યજી દેવાયા બાદ શેરીઓમાં રહેતી હતી અને સખત સંઘર્ષ કર્યા બાદ તે વરકલા પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર બની છે.

admin