આ હોટેલે લોન્ચ કર્યું વિશ્વનું પ્રથમ 22 કેરેટ વાળું સોનાનું વડાપાવ, તેની ખાસિયત અને કિંમત જાણીને ચોકી જશો તમે
વડાપાવના શોખીનો માટે ધમાકેદાર સમાચાર છે. દુબઈની O’Pao રેસ્ટોરાંએ 22 કેરેટ સોનાના વડા પાવ નામની નવી ડિશ લોન્ચ કરી છે. જે બાદ તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. તમે વડ પાવનું નામ ઘણીવાર સાંભળ્યું હશે. આ ઘણા લોકોનો પ્રિય ખોરાક પણ હશે. પરંતુ શું તમે ક્યારેય 22 કેરેટ સોનાના વડા પાવનું નામ સાંભળ્યું છે.
કદાચ નહિ. કારણ કે તેના વિશે પહેલીવાર 1 સપ્ટેમ્બર 2021 ના રોજ કહેવામાં આવ્યું હતું. આ નવી વાનગીની જાહેરાત દુબઈની એક રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવી હતી. જાણો 22 કેરેટ સોનાના વડા પાવની કિંમત શું છે.

દુબઈની O’Pao રેસ્ટોરન્ટની જાહેરાત કરી
દુબઈની O’Pao રેસ્ટોરાંએ 22 કેરેટ સોનાના વડા પાવ નામની નવી વાનગી લોન્ચ કરી છે. જે બાદ તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. ઓ ‘પાઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર વાનગીનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. સાથે લખ્યું, અમે દુનિયાનું પ્રથમ 22 કેરેટ સોનાનું વડ પાવ લોન્ચ કર્યું છે.

શું છે સોનાના વડા પાવની રેસીપી
સોનાના વડા પાવ બનાવવા માટે વડામાં ટ્રફલ બટર અને ચીજ ભરવામાં આવે છે. વડા તૈયાર કર્યા બાદ તેને સોના જેવો દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. પછી તેને ગરમ તેલના કડાઈમાં તળવામાં આવે છે. વડા પાવને શક્કરીયાની ફ્રાઈસ અને ફુદીનાના લીંબુ પાણી સાથે ફેન્સી લાકડાના બોક્સમાં પીરસવામાં આવે છે.

O’Pao એ તેમની પોસ્ટના કેપ્શનમાં કહ્યું, વિશ્વની પ્રથમ 22 કેરેટ સોનાની વડા પાઓ લોન્ચ કરવાની જાહેરાત કરતા અમને આનંદ થાય છે. અહીં વિડિઓ જુઓ.
સોનાના વડા પાવની કિંમત શું છે
View this post on Instagram
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વડ પાવ ની કિંમત શું છે. સોનાના વડાપાવની કિંમત 99 દિરહામ (લગભગ 1968 રૂપિયા) છે. તેને ફક્ત હોટલની અંદર જ ખાઈ શકાય છે. તેને બહાર કાઢવાની મંજૂરી નથી. વડાપાવને લાકડાના ડબ્બામાં પીરસવામાંઆવે છે. વાનગીને વધુ આકર્ષક બનાવવા માટે બોક્સમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોનાના વડા પાવનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા આ નવી વાનગીને લઈને દિવાના બની ગયું. તેણે લખ્યું કે જલદીથી તે તેને ખાવા માંગે છે.

હોટલ ‘ઓ પાવ’ લાંબા સમયથી વિવિધ જાતોના મોટા પાવ બનાવી રહી છે. ભારતીય ભોજન માટે આ હોટલ દુબઈમાં ખુબ જ લોકપ્રિય છે. જો કે દુબઈમાં લાંબા સમયથી ફૂડ ડિશ સાથે સોનાનો ઉપયોગ કરવામાં આવે છે.
અહીં 24 કેરેટ ગોલ્ડ બર્ગર, આઇસક્રીમ, ફ્રેન્ચ ટોસ્ટ અને બિરયાની પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ આ વાનગી દુનિયાભરના વડાપાવ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ છે.