ભારતની એક એવી નદી જે હાથ નાખતા જ આપી દે છે સોનું, વૈજ્ઞાનિકો પણ આજ સુધી તેનું રહસ્ય ઉકેલી શક્યા નથી
ભારત એક સમયે સોનાની ચીડિયા એટલે કે સોનાની ચકલી તરીકે ઓળખાતું હતું કારણ કે પહેલાના સમયના ભારતના રાજાઓ પાસે એટલું સોનું હતું. જે બીજા દેશના કોઈ રાજા કે દેશ પાસે હતું નહિ એટલે માટે ભારતને સોનેકી ચીડિયા તરીકે ઓળખવામાં આવતું હતું.

ભલે દેશમાં સોનું 40 થી 50 હજાર રૂપિયા પ્રતિ દશ ગ્રામે વેચાઈ રહેલ હોય પણ એક સ્થળ એવું પણ છે. જ્યાં આદિવાસી લોકો સોનાના કણ એકઠા કરે છે અને તેને ત્યાંના સ્થાનિક વેપારી તેને ધૂળના ભાવે ખરીદી લે છે. અમે મજાક નથી કરી રહ્યા આ હકીકત છે. ખાસ કરીને ઝારખંડ ના નાના નાગપુર વિસ્તારમાં આદિવાસી લોકોનું એક સ્થળ છે રતનગર્ભા. આ વિસ્તારમાં સોનાની રાખ નદીમાં વહે છે જેનું વિશેષ મહત્વ છે. અહીયાના આદિવાસી તેને નંદા કહે છે.

આજ સુધી આ રેતીમાં સોનાના કણ મળવાનું સાચું કારણ જાણી શકાય એમ નથી. કોઈ નદી વિષે આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર જરૂર લાગે છે. પણ આ નદીની રેતીમાંથી સદીઓથી સોનું કાઢવામાં આવી રહેલ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે નદી ઘણા પથ્થરોમાંથી થઈને પસાર થાય છે. તે દરમિયાન ઘર્ષણને કારણે જ સોનાના કણ તેમાં ભળી જાય છે.

ઝારખંડની સ્વર્ણરેખા નદીમાં મળે છે સોનાના કણ
એક બાજુ આખા ભારતમાં દિવાળીના સમયમાં સોનાની ખરીદી માં ભીડ વધતી જાય છે. તો અહિયાં દેશમાં એક એવી નદી પણ છે જે સોનું આપે છે. જી હા આ સત્ય હકીકત છે ઝારખંડ ના રતનગર્ભા વિસ્તારમાંથી પસાર થતી સ્વર્ણરેખા નદીમાં સોનું ભર્યું પડ્યું છે.

અહીં રહેતા આદિવાસી આ નદીના તળને શોધી શોધીને સોનાનાં કણો એકઠા કરે છે અને સોનાનો વેપારને વેચે છે. તેનાથી તેમનો ગુજરાન ચાલે છે.
ક્યાંથી આવે છે નદીમાં સોનાના કણ

અહીં રહેતા આદિવાસી લોકોનું કહેવું છે કે આ નદી ઉપર ઘણી વખત સંશોધન કરવામાં આવેલ છે. તેમાં સોનાના કણ કેવી રીતે અને ક્યાંથી આવે છે. પરંતુ હજી પણ તે રહસ્ય છે. આ નદી સાથે જોડાયેલ એક બીજી ચોંકાવનારી વાત એ છે કે આ નદી પોતાના ઉદ્દ્મ સ્થળમાંથી નીકળ્યા બાદ તે વિસ્તારની કોઈ પણ નદીમાં જઈને નથી ભળતી, પણ સીધી બંગાળની ખાડીમાં મળે છે.