શર્ટના ખિસ્સામાં રહેલ મોબાઇલમાં અચાનક લાગી આગ, સમગ્ર ઘટના CCTV માં થઇ ગઈ કેદ, જુઓ તસવીરો
આ દુનિયામાં આવી ઘણી ઘટનાઓ સોશિયલ મીડિયા પર ઘણીવાર સાંભળવા મળે છે. તે સાંભળીને, ખૂબ જ વિચિત્ર અવાજ સાથે ડરવાનું પણ શરૂ થાય છે. જો કે, એ વાતમાં કોઈ શંકા નથી કે આપણા દેશે ઘણી પ્રગતિ કરી છે અને આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે મોબાઈલ હોય છે.
મોબાઈલ એક એવી વસ્તુ છે. જેના દ્વારા આપણે આપણા દૂરના સગાઓ સાથે વાત કરી શકીએ છીએ. સુખાકારી શોધી શકાય છે અને કેટલાક લોકો તેને પોતાના અંગત જીવનમાં લાવે છે. જેથી તેઓ તેનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકે, પરંતુ તાજેતરમાં મોબાઈલ સંબંધિત એક ઘટનાએ દરેકને ચોંકાવી દીધા છે.

રાધનપુરમાં એક દુકાનમાં બેસેલા ગ્રાહકના ખિસ્સામાં રહેલ મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. ખિસ્સામાં રહેલા મોબાઈલમાંથી ધૂમાડા નીકળવા લાગતા ગ્રાહકે સમય સૂચકતા વાપરીને મોબાઈલને ખિસ્સામાંથી બહાર ફેંકી દીધો હતો. મોબાઈલમાંથી ધૂમાડા નીકળતા એકસમયે હાજર લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
મોબાઈલમાંથી ધૂમાડા નીકળતા જોવા મળ્યા
રાધનપુરમાં માનસી મોટર ગેરેજ નામની એક દુકાન આવેલી છે. જ્યાં સવારે 10 વાગ્યાની આસપાસ ભાડીયા ગામના રહેવાસી રામચંદભાઈ ઠાકોર દુકાને આવ્યા હતા. રામચંદભાઈ દુકાનના માલિક પપ્પુભાઈ ઠક્કર સાથે વાત કરી રહ્યાં હતા. એ જ સમયે રામચંદભાઈને ખિસ્સામાં રહેલા મોબાઈલમાંથી ધૂમાડા નીકળતા જોવા મળ્યા હતા.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ
રામચંદભાઈએ તાત્કાલિક જ કોઇ જાનહાનિ ન થાય એ માટે મોબાઈલને ખિસ્સામાંથી નીચે ફેંકી દીધો હતો અને કોઇ નુકસાન ન થાય એ માટે મોબાઈલ ને દુકાનની બહાર કરી દીધો હતો.આ મોબાઈલ ફાટવાની સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. મોબાઈલ ફાટવાની ઘટનાના સીસીટીવી રાધનપુર પંથકમાં વાઈરલ થયા હતા. જેના પગલે ઘટના ક્યાં અને કેવી રીતે બની તેને લઇને ચર્ચાઓ જાગી હતી.
દુકાન બહાર પણ મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો

જે દુકાનમાં મોબાઈલ બ્લાસ્ટ થયો તે દુકાનના માલિક પપ્પુભાઈ ઠક્કર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે દુકાનમાં 10 વાગ્યે હાજર હતા. તે સમયે હજુ ટેબલ પર પુજાનો સામાન મુકીને સાફ કરતા હતા. તેવામાં દુકાનમાં બોર્ડનું કામ કરવા કારીગર રામચંદભાઈ ઠાકોર ભાડિયાથી આવ્યા હતા.
તેમના ખિસ્સામાં રહેલા મોબાઈલમાં અચાનક આગ લાગી હતી. કોઇ જાનહાનિ ન થાય એ માટે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને બહાર ફેંકી દીધો હતો. મોબાઈલ બહાર ફેંકી દેતા પછી બહાર પણ બ્લાસ્ટ થયો હતો. કોઇને નુકસાન થયું ન હતું અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.