કાળા દોરાનો કરો આ ઉપાય, તરત જ થઈ જશો માલામાલ, વરસવા લાગશે ધન..
કાળો દોરો ખૂબ જ ચમત્કારિકમાનવામાં આવે છે અને આ દોરાની મદદથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે. કાળા દોરા સાથે જોડાયેલી કેટલાક ઉપાયો આ લેખમાં જણાવવામાં આવ્યા છે અને કાળા દોરાની આ ઉપાયોની મદદથી વ્યક્તિ જીવનની મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકે છે.
ખરાબ નજરથી બચાવે છે કાળો દોરો

કાળા દોરાની મદદથી ખરાબ નજરથી બચી શકાય છે અને ખરાબ નજરને પણ દૂર કરી શકાય છે. જે લોકો કાળા રંગનો દોરો પહેરે છે. તેમની ખરાબ નજર નથી લાગતી. બીજી બાજુ,ખરાબ નજર હોય ત્યારે પણ આ દોરો પહેરવામાં આવે તો ખરાબ નજર પણ જતી રહે છે. તેથી, જે લોકો ઘણીવાર ખરાબ નજર લાગી જાય છે. તે લોકોએ કાળો દોરો પહેરવો જોઈએ. તમે આ દોરાને ગળામાં, પગમાં કે હાથમાં પહેરી શકો છો. આ દોરો ધારણ કરતાની સાથે ખરાબ નજર તરત જ દૂર થઈ જાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર કાળા રંગનો દોરો ખરાબ નજરને પોતાની અંદર સમાવી લે છે અને ખરાબ નજરના પ્રભાવને દૂર કરે છે. તેની સાથે એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે.
બની જશો ધનવાન

લાલ કિતાબ અનુસાર કાળો દોરો જો પર્સમાં રાખવામાં આવે તો પર્સ પૈસાથી ભરેલું રહે છે. એટલા માટે તમારે હંમેશા તમારા પર્સમાં કાળો દોરો રાખવો જોઈએ. તેને રાખવાથી તમારું પર્સ ક્યારેય ખાલી રહેશે નહીં અને હંમેશા પૈસાથી ભરેલું રહેશે.
શનિ દોષથી બચો

શનિદેવને કાળો રંગ ખૂબ જ પ્રિય છે અને આ રંગનો દોરો પહેરવાથી શનિ દોષ દૂર કરી શકાય છે. જે લોકોની કુંડળીમાં શનિ દોષ હોય, તેમણે હાથમાં કાળો દોરો બાંધવો જોઈએ. આમ કરવાથી શનિ દોષ દૂર થશે.
ઘરથી દૂર રહે નકારાત્મક ઉર્જા

મંગળવારે હનુમાનજી મંદિરમાં જાઓ અને તમારી સાથે એક કાળા રંગનો દોરો પણ લેતા જાવ. હનુમાનજીની પૂજા કરવી અને ત્યારબાદ તે દોરામાં નવ નાની-નાની ગાંઠો બાંધી દો. ગાંઠ બાંધી દીધા પછી હનુમાનજીના પગનુ સિંદૂર લગાવો. ત્યારબાદ તે દોરાને ઘરના મુખ્ય દરવાજા પર બાંધી દો. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
મેલી-વિદ્યાથી બચાવે

કાળો દોરો બાંધતા લોકોની રક્ષા મેલી-વિદ્યાથી પણ થાય છે. જો તમારી ઉપર કોઈ મેલી-વિદ્યા કરી રહ્યું હોય તો તમારા હાથમાં કાળો દોરો બાંધી લેવો જોઈએ. આ દોરાને હાથ કે ગળામાં બાંધવાથી તે મેલી-વિદ્યાની અસર તમારી ઉપર નહીં થાય.
ખરાબ સપનાથી બચો

મંગળવારે મંદિરમાં જઇને હનુમાનજીની પૂજા કરો. પૂજા કરતી વખતે હનુમાનજીના ચરણોમાં કાળો દોરો મૂકી દો. આ દોરો ઘરે લાવો અને તેને તમારા પલંગ નીચે રાખો. આમ કરવાથી તમને ખરાબ સપના આવતા બંધ થઈ જશે.