જાણો કેટલો અભ્યાસ કરેલ છે અંબાણી પરિવારના લોકોએ, કોઈ છે કોલેજ ડ્રોપઆઉટ તો કોઈએ વિદેશી યુનિવર્સીટીથી કર્યું છે MBA..

જાણો કેટલો અભ્યાસ કરેલ છે અંબાણી પરિવારના લોકોએ, કોઈ છે કોલેજ ડ્રોપઆઉટ તો કોઈએ વિદેશી યુનિવર્સીટીથી કર્યું છે MBA..

એશિયાની શક્તિશાળી બિઝનેસ મહિલાઓની યાદીમાં નીતા અંબાણીની ગણતરી થાય છે. દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની હોવા ઉપરાંત નીતા અંબાણીએ પણ પોતાની એક અલગ ઓળખ બનાવી છે. એ તો બધાને ખબર છે કે નીતા અંબાણી એક સમયે સ્કૂલના શિક્ષક હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. ઘણા ગરીબ બાળકોના શિક્ષણની જવાબદારી નીતા અંબાણી સંભાળે છે.

નીતા ‘ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ’ના સ્થાપક અને અધ્યક્ષ પણ છે. ‘ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ’ ની ગણતરી દેશની સૌથી મોટી અને સૌથી મોંઘી શાળાઓમાં થાય છે. નીતા અંબાણી વધારેમાં વધારે બાળકો ભણવા માંગે છે. કોઈ પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે. સ્પષ્ટપણે, નીતા અંબાણી દરેક બાળકના શિક્ષણને ખૂબ મહત્વ આપે છે. પરંતુ શું તમે એ જાણવા નહીં માંગો કે અંબાણી પરિવારના તમામ સભ્યો કેટલું ભણેલા  છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના પરિવારથી લઈને અનિલ અંબાણીના પરિવાર સુધી બધાએ કેટલો અભ્યાસ કર્યો છે.

મુકેશ અંબાણી

સૌથી પહેલા વાત કરીએ માસ્ટર માઈન્ડ મુકેશ અંબાણીની. જેમણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દેશની નંબર વન કંપની બનાવી છે. મુકેશ અંબાણીએ મુંબઈના પોદ્દાર રોડ પર આવેલી હિલ ગાર્ડન હાઈસ્કૂલમાંથી શાળાનું શિક્ષણ પૂરું કર્યું. જે બાદ તે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. સ્નાતક થયા બાદ મુકેશ અંબાણીએ ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં BE ની ડિગ્રી મેળવી હતી. આ પછી, વર્ષ 1980 માં તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરવા પણ ગયા હતા. પરંતુ પિતાને વ્યવસાયમાં મદદ કરવા માટે તેણે એમબીએનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને પાછા આવ્યા.

નીતા અંબાણી

તમે નીતા અંબાણીનો શિક્ષણ તરફનો ઝોક એ વાત પરથી સમજી શકો છો કે તેઓ પોતે શાળાના શિક્ષક રહ્યા છે. નીતા અંબાણી મુંબઈની નરસી મંજી ​​કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી કોમર્સમાં સ્નાતક થયા છે. નીતા અંબાણી એક ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાન્સર પણ છે.

અનિલ અંબાણી

અનિલ અંબાણીએ પણ તેમના મોટા ભાઈની જેમ હિલ ગાર્ડન હાઈસ્કૂલમાંથી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. જે બાદ તેમણે સાઇન્સ વિષયમાં કિશનચંદ ચેલારામ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. જે પછી તેણે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી MBA ની ડિગ્રી મેળવી.

ટીના અંબાણી

બોલિવૂડની સફળ અભિનેત્રી ટીના અંબાણીએ 1975 માં ફેમિના ટીન પ્રિન્સેસ ઓફ ઇન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. ટીના અંબાણી પણ હવે એક સફળ બિઝનેસ વુમન છે. ટીના અંબાણીએ તેમની સ્કૂલનું શિક્ષણ મુંબઈની એમએમ પ્યુપિલ્સ સ્કૂલથી કર્યું છે.

હવે વાત કરીએ અંબાણી પરિવારના બાળકોના શિક્ષણની

આકાશ અંબાણી

પરિવારના સૌથી મોટા દીકરા આકાશ અંબાણીએ પ્રારંભિક શિક્ષણ મુંબઈના કેમ્પિયન અને પછી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું. આકાશ અંબાણીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા છે.

શ્લોકા મહેતા

નીતા અને મુકેશ અંબાણીની મોટી વહુ શ્લોકાએ અભ્યાસમાં ટોપ કર્યું છે. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી શ્લોકાએ યુએસએના ન્યુ જર્સીમાંથી માનવશાસ્ત્રમાં સ્નાતક થયા. જે પછી તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ અને લંડનમાંથી કાયદામાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

ઈશા અંબાણી

ઈશા અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. અહીંથી તેણે સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં બેચલર ડિગ્રી લીધી હતી. આ પછી, ઈશાએ કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBA પણ કર્યું.

અનંત અંબાણી

નીતા અને મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પાસઆઉટ છે. આ પછી અનંતે આઇસલેન્ડની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. અનંત પણ પોતાનો બિઝનેસ સંભાળી રહ્યો છે.

જય અનમોલ અને જય અંશુલ અંબાણી

અનિલ અને ટીના અંબાણીને બે પુત્રો જય અનમોલ અને જય અંશુલ અંબાણી છે. જય અનમોલ અને જય અંશુલે શાળાનું શિક્ષણ કેથેડ્રલ અને જોન કેનન સ્કૂલમાંથી કર્યું. જે પછી જય અનમોલે યુકેમાં વોરવિક બિઝનેસ સ્કૂલ મેનેજમેન્ટમાં બીએસસી કર્યું. જય અંશુલે ન્યૂયોર્ક યુનિવર્સિટીની સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી બિઝનેસ મેનેજમેન્ટ પૂર્ણ કર્યું છે.

admin