અમાનવીય વર્તન, ગાંધીનગર સિવિલના ગેટ નજીક રૂમાલ વેચીને પોતાનું ગુજરાન ચલાવતી વિધવા મહિલાને ડોક્ટરે 50 ફૂટ ઢસડી..

અમાનવીય વર્તન, ગાંધીનગર સિવિલના ગેટ નજીક રૂમાલ વેચીને પોતાનું ગુજરાન ચલાવતી વિધવા મહિલાને ડોક્ટરે 50 ફૂટ ઢસડી..

આપણા દેશમાં રાજ્ય સરકાર મહિલા સશક્તીકરણની જોરશોરથી વાતો કરી રહી છે. એવા સમયે ગાંધીનગરમાં જ એક ડોક્ટર દ્વારા મજૂરી કરીને પેટિયું રળતી મહિલાને 50 ફૂટ ઘસડીને લઈ જતાં તેમના વર્તન સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

પોતાના પેટનો ખાડો બુરવા રળતી મહિલાને 50 ફૂટ ઘસડીને લઈ ગયા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ના ગેટ નજીક વેપાર કરતી ઝરીનાબેન સુભાન કટિયા હાથ રૂમાલ સહિતના નાના કપડા લાવીને વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગાંધીનગર સિવિલમાં ઓર્થોપેડિક વિભાગમાં હેડ તરીકે ફરજ બજાવતા ડોક્ટર વિકી પરીખે મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું છે.

બેહાલ હાલતમાં મહિલા

ભોગ બનનાર મહિલાએ કહ્યુ હતું કે, હું સિવિલના દરવાજા પાસે બેસીને વેપાર કરું છું. મારા પતિ અવસાન પામ્યા છે. મારે કોઇ સંતાન નથી. ગુરુવારે સામાન્ય વરસાદ પડતો હોવાથી ગેટની બિલકુલ નીચે બેઠી હતી. ત્યારે ડોક્ટર વિકી પરીખ આવ્યા હતા અને ગાળો બોલતા મારો સામાનનો થેલો ઉપાડી ફેંકવા જઇ રહ્યા હતા. હું સામાનની સાથે ઢસેડાઇ રહી હતી. છતા તેમણે મારો થેલો છોડ્યો ન હતો અને લગભગ 50 ફૂટ જેટલી મને ઢસેડી નાખી હતી.

જો કે, રોડ સાથે ઢસડાવાના કારણે મહિલાને ઈજા પણ પહોંચી છે. આ ઘટના બાદ તબીબ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

admin