રમત રમતમાં સાડા ત્રણ વર્ષના નાના બાળકે નાકમાં નાંખી દીધી એવી વસ્તુ કે પરિવાર ના લોકોનો જીવ તાળવે ચોંટી ગયો..

રમત રમતમાં સાડા ત્રણ વર્ષના નાના બાળકે નાકમાં નાંખી દીધી એવી વસ્તુ કે પરિવાર ના લોકોનો જીવ તાળવે ચોંટી ગયો..

ગાંધીનગરમાં સાડા ત્રણ વર્ષના બાળકના હાથે બાંધવામા આવેલી LED રાખડીના લીધે બાળક અને તેના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ. કોઈ કારણોસર બાળકે રમત રમતમાં LED રાખડીનો બટન સેલ તેના નાકમાં નાખી દેતા બાળકનો શ્વાસ રૂંધાવવા લાગ્યો હતો. જેના લીધે બાળકના નાકની તાત્કાલિક સર્જરી કરી સેલ કાઢવાની ફરજ પડી હતી.

રક્ષા બંધનનાં પર્વ નિમિત્તે માર્કેટમાં અવનવી ફેન્સી ડિઝાઈન તેમજ રંગબેરંગી લાઈટો વાળી રાખડી બજારમાં ઉપલબ્ધ રહેતી હોય છે. પરંતુ, બાળકોને પ્રિય એવી કાર્ટૂન કેરેક્ટર તેમજ LED લાઈટ વાળી રાખડી ક્યારેક કેવી મુશ્કેલી ઉભી કરે છે. તેનું સીધું ઉદાહરણ ગાંધીનગરમાં જોવા મળ્યું હતું. અહીં રહેતા જોડિયા ભાઈ બહેનોએ રક્ષા બંધનની ઉજવણી કરી હતી.

બન્ને જોડિયા બાળકોને એક સરખી જ LED લાઈટ વાળી રાખડી બાંધવામાં આવી હતી. ત્યારે લાઈટ વાળી રાખડી હાથે બાંધીને ફરતા જોડિયા ભાઈ બહેન આખો દિવસ મોજ મસ્તી કરી રહ્યા હતા. ત્યારે અચાનક કુતૂહલવશ સાડા ત્રણ વર્ષીય બાળકે LED લાઈટનો બટન સેલ નાકમાં નાખી દીધો હતો. જેને તેણે કાઢવાનો ખુબ પ્રયત્ન કર્યો હતો પરંતુ બટન સેલ છેક અંદર સુધી ઘૂસી ગયો હતો.

જેનાં પરિણામે અચાનક તે રડવા લાગતા પરિવારજનોને ખબર પડી કે બાળકના નાકમાં બટન સેલ ફસાઈ ગયો હોવાથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તે રડી રહ્યો છે. આથી પરિવારજનો તેને રાત્રિ ના સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈને દોડયા હતા. જ્યાં તેનો એક્સ રે રિપોર્ટ કરાવતા નાકમાં બટન સેલ ફસાઈ ગયો હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું હતું.

સિવિલમાં તેનું ઓપરેશન બીજા દિવસે શકય બનશે તેવો જવાબ મળતા પરિવારજનો બાળકને લઈને ગાંધીનગરની હાઈટેક હોસ્પિટલ ખાતે મોડી રાત્રે પહોંચી ગયા હતા. જ્યાં ઈએનટી સર્જન ડો. દેવી ગજ્જરે તેને તપાસીને તુરંત ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. કેમકે બાળકના નાકમાં થી લોહી પણ વહેવા લાગ્યું હતું. અને બાળકને બેભાન કરીને મોડી રાત્રે જટિલ ઓપરેશન કરીને બટન સેલ કાઢી નવું જીવન આપ્યું હતું.

admin