અસિન થી લઈને ઐશ્વર્યા સુધીની બી-ટાઉન અભિનેત્રીઓની રિંગની કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ, જાણો કેટલી છે તેની કિંમત..
સગાઈની રિંગ્સ ખૂબ જ ખાસ હોય છે. જ્યારે પણ કોઈના લગ્ન થાય છે, તો સૌથી પહેલા તો તેણે કઈ પ્રકારની સગાઈની વીંટી પહેરી છે તેની ચર્ચા થાય છે. બોલિવૂડ અભિનેત્રીઓ હંમેશા તેમની મોંઘી વીંટીઓ બતાવે છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીએ જેમના પાર્ટનરે ખૂબ મોંઘી વીંટીઓ આપીને લગ્નનો પ્રપોઝ કર્યો હતો.

અભિનેત્રી અસિનને લગ્ન માટે સૌથી મોંઘી રિંગ મળી હતી. આ મામલે બોલિવૂડની કોઈ અભિનેત્રી તેમની નજીક પણ નથી. આ અભિનેત્રી ગજનીમાં જોવા મળી હતી અને સાઉથ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી છે. અસિને 2016 માં બિઝનેસમેન રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. અસિનની સગાઈની વીંટીની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે.

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. ઘણીવાર પ્રિયંકા પોતાની સગાઈની વીંટી બતાવતી રહે છે. તેની વીંટીની કિંમત 2.1 કરોડની આસપાસ છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટી પાસે પણ કરોડોની કિંમતની વીંટી. તે તેને ઘણા પ્રસંગોએ પણ બતાવતી રહે છે. રાજ કુન્દ્રાએ લગ્ન સમયે શિલ્પાને 20 કેરેટની વીંટી આપી હતી, જેની કિંમત લગભગ ત્રણ કરોડ રૂપિયા છે.

અભિનેત્રી દીપિકા પાદુકોણે 2018 માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નને લઈને ઘણી ચર્ચાઓ પણ થઈ હતી. દીપિકાની સગાઈની વીંટીની કિંમત લગભગ 2.5 કરોડ છે.

ક્રિકેટર વિરાટ કોહલીએ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે 2017 માં લગ્ન કર્યા હતા. અનુષ્કાની આંગળીઓમાં રહેલી વીંટીની કિંમત એક કરોડ છે.

સૈફ અલી ખાને 2012 માં કરીના કપૂર ખાન સાથે લગ્ન કર્યા હતા. સૈફે કરીનાને જે વીંટી પહેરાવી હતી તેની કિંમત 75 લાખ છે. ઘણા પ્રસંગોએ કરીના તેને બતાવતી જોવા મળે છે.

અભિનેત્રી સોનમ કપૂરે દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. સોનમ કપૂરની સગાઈની વીંટીની કિંમત 90 લાખ છે.

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન 2007 માં થયા હતા. ઐશ્વર્યા રાય હંમેશા સગાઈની વીંટી પહેરે છે. તેની આ વીંટીની કિંમત 50 લાખ છે.