એક વ્યક્તિએ પત્નીના આડા-સંબંધોથી કંટાળી ટૂંકાવ્યું પોતાનું જીવન, મરતા પહેલા વ્યક્તિએ એક વીડિયો બનાવ્યો, કહ્યું કે

એક વ્યક્તિએ પત્નીના આડા-સંબંધોથી કંટાળી ટૂંકાવ્યું પોતાનું જીવન, મરતા પહેલા વ્યક્તિએ એક વીડિયો બનાવ્યો, કહ્યું કે

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એક વ્યક્તિએ હોટલના રૂમમાં ગળા-ફાંસો ખાઇ આત્મ-હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ વ્યક્તિએ આત્મ-હત્યા કરતાં પહેલાં એક વીડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ કર્યો હતો. જેમાં તેણે પોતાની પત્નીના સંબંધોથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ વીડિયોના આધારે પાંચ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભાભર તાલુકાના ચલાદર ગામના અમરતભાઇ છગનભાઇ રાઠોડના લગ્ન ત્રણ માસ પહેલા ભાભર તાલુકાના બરવાળા ગામના જીવાભાઇ પરમારની પુત્રી પાયલબેન સાથે સમાજના રીત- રિવાજ પ્રમાણે થયા હતા.

જોકે, તેને બરવાળાનો વિષ્ણુભાઇ, અબાસણાના કિશનભાઇ, અનિલભાઇ અને પ્રવિણભાઇ ધમકી આપતાં હોઇ તેમના ત્રાસથી થરાદ- વાવ હાઇવે પાસે આવેલી એક હોટલમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતુ. આપઘાત કરતાં પહેલા તેણે સોશિયલ મિડીયામાં પોતાનું નિવેદન આપતો એક વીડિયો વાયરલ કર્યા હતા. સાથે એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી. આ અંગે મૃતકના ભાઇ જેતશીભાઇ છગનભાઇ રાઠોડે ચારેય શખ્સો તેમજ વ્યક્તિની પત્ની પાયલબેન સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આત્મ-હત્યા પહેલા પોતાની આપવીતીનો એક વીડિયો બનાવ્યો

ભાભરના ચલાદર ગામનો અમરત રાઠોડ નામનો વ્યક્તિ થરાદ ખાતે ITIમાં અભ્યાસ કરે છે. જેનો થરાદની એક હોટેલમાંથી ગળે-ફાંસો ખાઘેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે આ વિશે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. વ્યક્તિના મૃતદેહ પાસેથી પોલીસે એક સુસાઈડ નોટ કબજે કરી છે.

તો બીજી તરફ આત્મ-હત્યા કરતા પહેલા વ્યક્તિએ બનાવેલ કેટલાક વીડિયો પણ પોલીસને મળી આવ્યા છે. જેમાં વ્યક્તિએ પોતાની આપવીતી જણાવી રહ્યો છે. પોતાની પત્નીના આડા-સંબંધોથી અને અન્ય ચાર લોકોના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યો હોવાનો ઉલ્લેખ પણ વીડિયોમાં કર્યો છે.

મૃતકે વ્યક્તિએ વીડિયોમાં જવાબદારોને સજા કરવાની માગ કરી

આત્મ-હત્યા કરતા પહેલા અમરત રાઠોડ દ્વારા જે વીડિયો બનાવવામા આવ્યો છે તેમાં પોતાને મરી જવા માટે મજબૂર કરનાર વ્યકિતઓને કડકમાં કડક સજા કરવાની માગ કરી હતી. પોલીસે પણ હાલ મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે પોતાની પત્ની સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કોની કોની સામે ફરિયાદ નોંધવામા આવી

મૃતક યુવાન દ્વારા વીડિયોમાં કિશન, અનિલ, પ્રવીણ, વિષ્ણુ અને પાયલના નામનો ઉલ્લેખ કરવામા આવી રહ્યો છે. જેના આધારે પોલીસે કુલ પાંચ લોકો સામે મૃતકને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વ્યક્તિએ વિષ્ણુનો મોબાઈલ નંબર લખી એક વર્ષની કોલ ડિટેઇલ કાઢવા જણાવ્યું

ભાભર તાલુકાના ચલાદરના ગામના અમરતે આપઘાત કરતાં પહેલા સોશિયલ મિડિયા ઓર એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં પણ વિષ્ણુંભાઇ, પ્રવિણભાઇ, કિશનભાઇ અને અનિલભાઇ પોતાના મોત માટે જવાબદાર હોવાનું જણાવ્યું હતુ. આ સિવાય એક કાગળ ઉપર વિષ્ણુંનો મોબાઇલ નંબર લખી તેની એક વર્ષની કોલ ડિટેઇલ કાઢવા પણ કહ્યું હતુ. હાલમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્રવિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

પત્ની મોબાઇલ પર મોડે સુધી પ્રેમી સાથે વાતો કરતી હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો

મૃતક વ્યક્તિએ લખેલી સુસાઇટ નોટમાં જણાવ્યું છે કે, 13 એપ્રિલના રાત્રે 1 વાગ્યે પાયલ ઓન લાઇન હતી. મે કીધુ કોની જોડે વાત કરે છે તું. મને કીધુ કોયની જોડે નહી. પછી કે મારી બેનપણી જોડે વાત કરૂ છુ. મે કીધુ રાત્રે 1 વાગેથી લઇને 5 વાગ્યા સુધી તુ કાયમ વાત કરે છે. કે હા. શુ વાત કરે છે. મને ખબર પડી ગઇ પણ શુ કરુ, મે કીધુ કોની જોડે વાત કરે છે. જે હોય એનું નામ આપી દે મને. મને કીધુ કોઇ નથી.

એ દિવસે મારે એક કલાક વાત થઇ મેસેજમાં પાયલે કીધુ કોઇ જોડે વાત નથી કરી પણ 1 થી 5 વિષ્ણું જોડે વાત કરતી હતી. ને અનીલ જોડે વાત કરતી હતી. મને ખબર પડી ગઇ હતી. મે સવારે બધાયને કીધુ પણ મારી વાત કોઇ ના સાંભળી, મારા મમ્મી પપ્પાએ મને ખુબ બધી ગાળો બોલી મને કીધુ આ વાત ખોટી છે. આ છોકરી તો ખુબ સારી છે. પછી મારો ફોન લઇ લીધો ને કીધુ ફોન નહી આપીએ. મારા લગ્ન થયા હતા.

બરવાળા ગામમાં પાયલ જોડે થયા હતા. અને પાયલ બીજાને પ્રેમ કરતી હતી. તો છતાં મારી જોડે કેમ લગ્ન કર્યા કે પાયલને વિષ્ણું લવ કરતા હતા. મને ખબર હતી. તોય મે કીધુ તુ બધાને તોય મારી વાત કોઇ પણ સાંભળતું ન હતું. પાયલ વિષ્ણુને પ્રેમ કરતી હતી. તોય એમની બેને સુર્યાએ સેટીંગ કરાવ્યું અબાસણા ગામમાં એમના પતિએ કીધુ કે અનિલ સારો છોકરો છે.અનિલ જોડે પાલયનું ગોઠવ્યું.

admin