ઓટો ડ્રાઈવર પાસે દંડ ભરવા માટે પૈસા નહોતા, દીકરાનો ગલ્લો લઈને પહોંચ્યો રીક્ષા ચાલક ચલણ ભરવા, પછી થયું કંઇક આવું

ઓટો ડ્રાઈવર પાસે દંડ ભરવા માટે પૈસા નહોતા, દીકરાનો ગલ્લો લઈને પહોંચ્યો રીક્ષા ચાલક ચલણ ભરવા, પછી થયું કંઇક આવું

ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા બદલ આપણને ઘણી વખત ચલન ચૂકવવું પડે છે. પરંતુ કેટલીકવાર ચલન એટલું વધી જાય છે કે કેટલાક ગરીબો તેને ચૂકવવામાં અસમર્થ હોય છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના નાગપુરમાં બની હતી, જેની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. અહીં જ્યારે એક ઓટો ડ્રાઈવર પાસે દંડ ભરવા માટે પૈસા ન હતા ત્યારે તેણે પોતાના બાળકનો ગલ્લો તોડી અને તેમાંથી સિક્કા લીધા અને દંડ ભરવા પહોંચ્યા. જોકે, બાદમાં એક પોલીસકર્મીએ આ દંડ ભરવાની જવાબદારી લીધી હતી.

નાગપુર શહેર પોલીસે ટ્વિટર પર લખ્યું કે જ્યારે વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર અજય માલવિયાએ ઓટો ડ્રાઈવરને તેના પુત્રની બચતનો ઉપયોગ કરીને 2,000 રૂપિયાનો દંડ ભરતા જોયો, ત્યારે તેણે આ રકમ પોતાના ખિસ્સામાંથી ચૂકવવાનો નિર્ણય કર્યો.

નો પાર્કિંગ માં રીક્ષા ઉભી રાખવા માટે આપવામાં આવ્યું હતું ચલણ

હકીકતમાં, નાગપુર પોલીસ વિભાગે તાજેતરમાં રોહિત ખડસે ડ્રાઈવરનો એક ઓટો જપ્ત કર્યો હતો. ત્યારબાદ તેણે કથિત રીતે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણની રસીદ આપી હતી. વાસ્તવમાં તેણે નો પાર્કિંગમાં ઓટો પાર્ક કરી હતી, જેના પર તેને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિવાય તેના પર પહેલાથી જ કેટલાક દંડ બાકી હતા. જેના કારણે પોલીસે તેનો ઓટો જપ્ત કર્યો હતો.

દીકરાનોન ગલ્લો લઈને ચલણ ભરવા પહોંચ્યા

રોહિત પર કુલ 2,000 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો. ડ્રાઈવર પાસે એટલા પૈસા નહોતા કે તે તરત જ પૈસા ચૂકવીને ઓટો મેળવી શકે. ઓટો ડ્રાઇવર માટે, તેનું વાહન આજીવિકા કમાવવાનું એકમાત્ર સાધન હતું. અહેવાલો અનુસાર, આવકના અભાવ અને પોતે દંડ ભરવામાં અસમર્થ હોવાને કારણે, તેણે તેના પુત્રના ગલ્લોમાંથી સિક્કાઓ સાથે પોલીસ પાસે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે સિક્કા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

ઈન્સ્પેક્ટરે ચલન ભર્યું

રૂઆન્સા ઓટો ડ્રાઈવર સિનિયર ઈન્સ્પેક્ટર અજય માલવિયા પાસે પહોંચ્યો અને વિનંતી કરી કે તેની ઓટોરિક્ષા તેને પરત આપવામાં આવે. તેના હાથમાં સિક્કાઓની પ્લાસ્ટિકની થેલી જોઈને પોલીસકર્મીએ તેને પૂછ્યું કે સમસ્યા શું છે. તો રોહિત, રડી પડ્યો, સિક્કાઓની થેલી ટેબલ પર મૂકી.

રડતાં રડતાં રોહિતે કહ્યું, સાહેબ, મારો ઓટો છોડી દો, જો આજે તમે નહીં છોડો તો અમારે ભૂખે રહેવું પડશે. કારણ કે લોકડાઉનને કારણે બચાવેલી મૂડી પુરી થઈ ગઈ છે. હવે અમારા દીકરાનો ગલ્લો લો અને ઓટો છોડી દો. આ જોઈને ઈન્સ્પેક્ટર ભાવુક થઈ ગયા. તેણે પોતાના ખિસ્સામાંથી રોહિતના ઓટોનું ચલન ભર્યું અને તેનો ઓટો પાછો મેળવ્યો.

admin