દીપિકા કક્કરથી લઈને દિવ્યાંકા ત્રિપાઠી સુધી, નાના પડદા ની આ હસીનાઓ એ પોતાના કો-સ્ટાર્સ સાથે થયો પ્રેમ, કોઈએ લગ્ન કર્યા તો કોઈએ વર્ષો..

દીપિકા કક્કરથી લઈને દિવ્યાંકા ત્રિપાઠી સુધી, નાના પડદા ની આ હસીનાઓ એ પોતાના કો-સ્ટાર્સ સાથે થયો પ્રેમ, કોઈએ લગ્ન કર્યા તો કોઈએ વર્ષો..

ટીવીની દુનિયામાં ઘણા એવા શો છે. જેમાં બતાવવામાં આવેલી જોડી ચાહકોના દિલ પર ઊંડી છાપ છોડી છે. અને વર્ષો સુધી એકબીજા સાથે કામ કરતા ઘણી વખત આ રીલ લાઇફ જોડી રિયલ લાઈફ જોડી બની જાય છે. આવા અનેક યુગલો અહીં છે. જેમણે તેમના કો-સ્ટાર્સમાં તેમનો જીવનસાથી મેળવ્યો હતો. આજે અમે તમને નાના પડદાના આવા જ કેટલાક યુગલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બરખા બિષ્ટ અને ઈન્દ્રનીલ સેનગુપ્તા

બરખા બિષ્ટ અને ઈન્દ્રનીલ સેનગુપ્તા સૌપ્રથમ ‘પ્યાર કે દો નામ.. એક રાધા એક શ્યામ’ શોના સેટ પર એકબીજાને મળ્યા હતા. બરખા અને ઇન્દ્રનીલે 2006 માં ડેટિંગ શરૂ કરી હતી અને 2008 માં લગ્ન કર્યા હતા.

સરગુન મહેતા અને રવિ દુબે

સરગુન મહેતા અને રવિ દુબેએ ડેટિંગ શરૂ કર્યું જ્યારે તેઓએ ’12/24 કરોલ બાગ ‘શોમાં સાથે કામ કર્યું. સરગુન મહેતા અને રવિ દુબે ટૂંક સમયમાં જ પ્રેમમાં પડી ગયા અને રવિએ રબલિટી શો ‘નચ બલિયે 5’ ના સેટ પર બબલી અભિનેત્રી સરગુનને પ્રપોઝ કર્યું. ત્યારબાદ બંનેએ 7 ડિસેમ્બર, 2013 ના રોજ લગ્ન કર્યા.

શ્વેતા કવાત્રા અને માનવ ગોહિલ

શ્વેતા કવાત્રા અને માનવ ગોહિલ પ્રથમ વખત પ્રખ્યાત ટીવી શો ‘કહાની ઘર ઘર કી’ના સેટ પર મળ્યા હતા. સીરીયલ ‘કુસુમ’નો ભાગ હતા ત્યારે બંને મિત્રો બન્યા હતા. શ્વેતા અને માનવએ લાંબા સમય સુધી ડેટિંગ કર્યું અને પછી વર્ષ 2004 માં લગ્ન થાય.

સનાયા ઈરાની અને મોહિત સહગલ

સનાયા ઈરાની અને મોહિત સહગલ 2008 માં પ્રખ્યાત શો મિલી જબ હમ તુમ ના સેટ પર મળ્યા હતા. શો દરમિયાન બંને પ્રેમમાં પડ્યા અને પછી 25 જાન્યુઆરી 2016 ના રોજ ગોવામાં તેમના લગ્ન થયા હતા.

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા

દિવ્યાંકા ત્રિપાઠી ટીવીનો પ્રખ્યાત ચહેરો છે. તે લાંબા સમયથી અભિનેતા શરદ મલ્હોત્રા સાથે રિલેશનશિપમાં હતી પરંતુ બંને વચ્ચે અંતર વધી ગયું. શરદ સાથેના તેના બ્રેક-અપ પછી, દિવ્યાંકાને તેના યે હૈ મોહબ્બતેં કો-સ્ટાર વિવેક દહિયામાં જીવનસાથી મળી. બંનેએ થોડા સમય માટે ડેટિંગ કર્યું અને પછી વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા.

દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ

દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ શો ‘સસુરાલ સિમર કા’ ના સેટ પર મળ્યા હતા. જો કે, તે સમયે દીપિકાએ પહેલાથી જ રણૌક સેમસન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તે પછી તેમના સંબંધો તૂટવાની અણી પર હતા. પછી છૂટાછેડા પછી, દીપિકા અને શોએબ નજીક આવ્યા અને ધીરે ધીરે એકબીજાના પ્રેમમાં પડ્યા. બંનેએ 2018 માં લગ્ન કર્યા.

દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી

દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ 2008 માં પૌરાણિક ટીવી શો ‘રામાયણ’માં સીતા અને રામની ભૂમિકા ભજવી હતી. દેબીના અને ગુરમીતનો ઓન-સ્ક્રીન સંબંધ વાસ્તવિક જીવનમાં ફેરવાઈ ગયો અને બંનેએ વર્ષ 2011 માં લગ્ન કર્યા હતા.

સાઈ દેવધર અને શક્તિ આનંદ

સાઈ દેવધર અને શક્તિ આનંદ શો ‘સારા આકાશ’ના શૂટિંગ દરમિયાન એકબીજાને મળ્યા હતા. જો કે, તે સમયે સાઈની સગાઈ થઈ ગઈ હતી પરંતુ જેમ જેમ બંનેએ સમય પસાર કર્યો તેમ તેમ તેઓ ધીમે ધીમે એકબીજાના પ્રેમમાં પડ્યા. બાદમાં, સાઈએ તેમની સગાઈ રદ કરી. અને બંનેએ 30 જાન્યુઆરી 2005 ના રોજ લગ્ન કર્યા.

ગુરદીપ કોહલી અને અર્જુન પુંજ

ગુરદીપ કોહલી અને અર્જુન પુંજ પ્રખ્યાત શો ‘સંજીવની’માં સાથે કામ કરતી વખતે પ્રેમમાં પડ્યા હતા. ગુરદીપ અને અર્જુને લાંબા સમય સુધી ડેટિંગ કર્યું અને અંતે 2006 માં લગ્ન કર્યા.

ગૌતમી ગાડગીલ અને રામ કપૂર

ગૌતમી ગાડગીલ અને રામ કપૂર શો ‘ઘર એક મંદિર’ના સેટ પર મળ્યા હતા. જો કે, ગૌતમી અને રામ તેમના વ્યક્તિત્વની દ્રષ્ટિએ એકબીજાથી અલગ હતા પરંતુ તેમ છતાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. ગૌતમી અને રામના લગ્ન 2003 માં થયા હતા.

ગૌરી પ્રધાન અને હિતેન તેજવાણી

ગૌરી પ્રધાન અને હિતેન તેજવાણી પ્રથમ વખત એકબીજાને મળ્યા જ્યારે તેઓ એક જાહેરાતનું શૂટિંગ કરી રહ્યા હતા. આ પછી બંનેએ ‘કુટુમ્બ’ શોમાં સાથે કામ કર્યું અને પ્રેમમાં પડ્યા. ત્યારબાદ વર્ષ 2003 માં બંનેએ લગ્ન કરી લીધા.

admin