હવે ઘરે બનાવો સ્વાદિષ્ટ અને ચટપટી દહીં પાપડી ચાટ

હવે ઘરે બનાવો સ્વાદિષ્ટ અને ચટપટી દહીં પાપડી ચાટ

ભાગ્યે જ કોઈ એવી હશે જેને દહી પાપડી ચાટ ભાવતી ન હોય. જો તમે સ્ટ્રીટ ફૂડ વિશે વાત કરો છો, તો દહી પાપડી ચાટને અવગણી શકાય નહીં. જાણો સ્વાદિષ્ટ ચટપટી દહીં પાપડી ચાટ બનાવવાની રીત

સામગ્રી

  • પાપડી બનાવવા માટે
  • 1 કપ મેંદા નો લોટ
  • 3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તેલ તળવા માટે
  • જરૂરિયાત મુજબ પાણી

ચાટ બનાવવા માટે

  • 1 કપ તાજું દહીં
  • 1 ચમચી કાળું મીઠું
  • 1 ચમચી ખાંડ
  • 2 ચમચી મીઠી ચટણી
  • 1 ચમચી કોથમીરની ચટણી
  • 1 ચમચી દાડમ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી શેકેલા જીરું
  • ચાટ મસાલા સ્વાદ મુજબ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ડુંગળી (કટીંગ કરેલી)
  • ઉપ્પર નાખવા સેવ અને લીલા ધાણા

pa1

બનાવવાની રીત

  1. સૌથી પહેલા એક બાઉલમાં મેંદા નો લોટ લો અને તેમાં મીઠું, જીરું અને તેલ મિક્સ કરો.
  2. હવે થોડું પાણી ઉમેરી કણક(લોટ બાંધો) ભેળવો.
  3. તૈયાર કણક 20 મિનિટ સુધી રાખો.
  4. 20 મિનિટ પછી કણકના બોલ બનાવો અને તેની નાના પુરી બનાવો.
  5. ધીમા તાપે એક કડાઈમાં તેલ ગરમ કરો.
  6. તેલ ગરમ થાય એટલે તેમાં પાપડી તળી લો.

ચાટ માટે

  1. સૌથી પહેલા દહીંમાં મીઠું અને ખાંડ નાખીને મિક્સ કરો.
  2. હવે તૈયાર કરેલી પાપડી તોડો. (તમે પાપડી આખી પણ રાખી શકો છો)
  3. હવે એક પ્લેટ પર દહીં અને પાપડી નાખો.
  4. તેમાં મીઠી ચટણી, કોથમીરની ચટણી, શેકેલી જીરું, દાડમ, લાલ મરચું પાવડર અને બારીક સમારેલી ડુંગળી ઉમેરો.
  5. દહીં પાપડી ચાટ ઉપરથી સેવ નાંખીને પીરસી શકો છો.

admin