45ની ઉંમર મા પણ ચહેરાની ત્વચા થઇ જશે 20 વર્ષ ના યુવાન જેવી, દરોજ્જ લગાવો ઘરની આ એક કુદરતી વસ્તુ

આજના સમયમા લોકોનુ જીવન એટલુ વ્યસ્તતા ભરેલુ છે અને તેમની જીવનશૈલી પણ એટલી અનિયમિત હોય છે કે તે અનેકવિધ સ્કિન સાથે સંકળાયેલી સમસ્યાઓથી પીડાતા હોય છે. જો તમે સુંદર, નિખરેલી અને બેદાગ સ્કિન મેળવવા ઇચ્છતા હોવ તો દૂધની મલાઈ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. વિશેષ તો શિયાળાની ઋતુમા ચામડી શુષ્ક અને બેજાન બની જાય છે.
આ દરમિયાન પણ મલાઈનો ઉપયોગ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મલાઈ આપણા શરીરના સ્વાસ્થ્યની સાથે સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયી માનવામા આવે છે. ચામડીની સમસ્યાઓમાં મલાઈ લગાવવાથી કેવી અસર થશે તેના વિશે અને તેના ઉપયોગ વિશે આજે અમે તમને આ લેખમા માહિતી મેળવીશુ, તો ચાલો જાણીએ.
શ્રેષ્ઠ મોઈશ્ચરાઈઝર
મલાઈ આપણી રફ સ્કિન માટે સૌથી શ્રેષ્ઠ મોઈશ્ચરાઈઝરનુ કાર્ય કરે છે. તેમા રહેલા ઓઈલી ગુણના કારણે ચામડી પર એક લેયર બની જાય છે. જેથી તે સ્કિનના મોઈશ્ચર ને લોક કરી દે છે અને શુષ્ક અને ઠંડા પવનમા પણ સ્કિન ચમકવા લાગે છે.
ખીલ અને દાગની સમસ્યા દૂર થાય
જો તમારા ચહેરા પર વધુ પ્રમાણમા ખીલ દેખાઈ રહ્યા હોય તો મલાઈમા થોડો લીંબુનો રસ ઉમેરીને લગાવો. ત્યારબાદ સવારમા મોઢુ ધોઈ લો. આનાથી ચામડી પર રહેલાં ખીલ અને દાગ ઝડપથી દૂર થઈ જશે.
કરચલીઓની સમસ્યા દૂર થાય
તમારી આંખોની આસપાસ અને મોઢા પર રહેલી કરચલીઓ દૂર કરવામા પણ મલાઈ અસરકારક સાબિત થાય છે. રાત્રે દૂધની તાજી મલાઈમા સહેજ ચોખાનો લોટ ઉમેરીને મોઢા પર તેનો લેપ લગાવો. 15-20 મિનિટ સુધી હળવા હાથે મસાજ કરવુ. તમારા મોઢા પર એક આકર્ષક ચમક દેખાશે.
ચામડીને યુવા રાખે
દરોજ્જ મોઢા પર મલાઈ લગાવવાથી તે લાંબા સમય સુધી યુવા રહે છે. તેમા રહેલા પ્રોટીન અને વિટામિન સ્કિન ના અમુક આવશ્યક રાસાયણિક પરિવર્તન લાવે છે. જેના થી સ્કિન યુવાન રહે છે.