એકના એક પુત્રનું મોત થતા પરિવાર હતો બેહાલ, માતા-પિતા અને બહેનોએ પણ કરી આત્મહત્યા

રાજસ્થાનના સીકર ગામમાં એક જ પરિવારે સામુહિક આત્મહત્યા કરી લીધી છે. જયારે પરિવારના ચારેય સભ્યોની અંતિમ યાત્રા નીકળી ત્યારે નજરે જોઇ રહેલા દરેકની આંખમાંથી આસું આવી ગયા. એક ચિતા પર માતા-પિતા અને બીજી ચિતા પર 2 દીકરીઓના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ હૃદયસ્પર્શી દ્રશ્ય જોઈને ત્યાં હાજર રહેલા દરેકનું હૃદય ધ્રુજી ઉઠ્યું.
મૃતક 48 વર્ષીય હનુમાન પ્રસાદ પોતાના 18 વર્ષના પુત્ર અમરના મોતનો આંચકો સહન કરી શક્યા નહીં. તેમના પુત્રનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. આવી સ્થિતિમાં પોતાન જુવાન જોધ દિકરો ગુમાવ્યા ના ગમમા પોતાની 45 વર્ષીય પત્ની તારા અને 2 પુત્રી પૂજા અને અન્નુ સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધી છે.
પોતાના પુત્ર અને તેના પરિવારની ચિતાને દેહાંત આપતા વૃદ્ધ માતા-પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેઓ રડતાં રડતાં વારંવાર કહેતા હતા કે દીકરા તને એટલો પણ શું ગમ હતો કે પોતાની બે યુવાન દીકરીઓના જીવન વિશે પણ વિચાર્યું નહીં.
મૃતક હનુમાન પ્રસાદ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મદન લાલ સૈનીના ભત્રીજા હતા. તેઓ સીકરના પૂજારી ધાની વિસ્તારમાં રહેતા હતા. તેઓ સરકારી શાળામાં ચોથા વર્ગના કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. પત્ની ઘરકામ કરતી હતી. તેની મોટી પુત્રી પૂજા એમએસસી નો અભ્યાસ કરતી હતી. જ્યારે નાની પુત્રી અનુ બીએસસીનો અભ્યાસ કરતી હતી.
પરિવારના એકના એક પુત્ર અમરનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. પુત્રના ગયા પછી હનુમાન પ્રસાદ ખુબ જ કમજોર થઈ ગયા હતા. તેઓ ફક્ત નોકરી પર જવા માટે જ ઘરથી બહાર નીકળતા હતા. આ ઉપરાંત, તેની પત્ની અને બંને પુત્રીઓ પણ આખો દિવસ ઘરમાં રહેતી હતી.
તે ઘણા દિવસોથી તેની આત્મહત્યાની તૈયારી કરી રહ્યા હતા. ચાર દિવસ પહેલા જ તેણે એક મિસ્ત્રી પાસે રૂમમાં લોખંડનો ગર્ડર લગાવ્યો હતો. આ પછી, તેણે સાંજે પરિવાર સાથે ગળેફાંસો ખાઇ લીધો હતો.
સાંજે દૂધવાળો આવ્યો ત્યારે કોઈ બહાર આવ્યું નહીં. તેણે હનુમાન ના ફોન પર ફોન કર્યો. ઘરમાં રિંગનો અવાજ સંભળાતો હતો. પરંતુ કોઈ જવાબ આપી રહ્યું ન હતું. એવામાં દૂધવાળાએ હનુમાનના ભાઈ ઘનશ્યામને બોલાવ્યા. જ્યારે દરવાજો તોડી ને અંદર ગયા, ત્યારે પરિવારના ચાર સભ્યો અંદર લટકતા જોઈને બધા ચોંકી ગયા હતા. તુરંત જ પોલીસને પણ આ અંગે જાણ કરી.
તેણે એક સ્યુસાઇડ નોટ પણ મૂકી હતી. આમાં લખ્યું હતું કે, અમે બધા પુરા હોશમાં જીવનને અલવિદા કહી રહ્યા છીએ. અમે અમારા દીકરાને બચાવવા માટે ખુબ જ પ્રયાસ કર્યો. પરંતુ તેનું અવસાન થયું. જ્યારે તે અમને છોડીને જતો રહ્યો, ત્યારે અમે અહીં રહીને શું કરશું. ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી. મારી પાસે સરકારી નોકરીઓ, દુકાન, મકાનો બધું જ છે. પરંતુ માત્ર પુત્ર જ નથી. તેના વિના આ બધું વ્યર્થ છે. પોલીસને વિનંતી છે કે અમારા કોઈ પણ સબંધીઓને પરેશાન ન કરતા. આભાર તમારા બધાનો.