શનિદેવે આ ઝાડને આપ્યું છે વરદાન, તેની પૂજા કરવાથી પ્રસન્ન થાઈ છે શનિદેવ

શનિદેવ ની કૃપાથી વ્યક્તિના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે, ધાર્મિક માન્યતાઓ પ્રમાણે, એવું કહેવામાં આવે છે કે જો કોઈ પણ વ્યક્તિ પીપળના ઝાડ અને પીપળના વૃક્ષની પૂજા કરે છે. અને વૃક્ષની ફરતે ચક્કર લગાવે છે. તેને શનિદેવ ત્રાસ માંથી મુક્તિ આપે છે શા માટે શનિદેવ પીપળના વૃક્ષની પૂજાથી ખુશ છે.
તેની પાછળ એક પૌરાણિક કથા રહેલી છે. હકીકતમાં એક દંતકથા પ્રમાણે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પીપળના ઝાડને ભગવાન શનિદેવ ગળી ગયા હતા. ત્યાર બાદ પીપલના વૃક્ષને શનિદેવ દ્વારા એક વરદાન આપવામાં આવ્યું હતું. કે કોઈ પણ વ્યક્તિ પીપળના વૃક્ષની પૂજા કરશે તેને શનિદેવ ક્યારેય પરેશાન કરશે નહીં.
આ દંતકથા અનુસાર, એકવાર અગસ્ત્ય ઋષિ તેમના બધા શિષ્યો સાથે દક્ષિણ દિશામાં ગોમતી નદીના કાંઠે ગયા હતા અને સત્યરાયગની દીક્ષા લીધા પછી 1 વર્ષ સુધી યજ્ઞ કર્યો હતો. તે સમય દરમિયાન, સ્વર્ગ પર રાક્ષસોનું શાસન હતું.
કૈટભ નામનો એક રાક્ષસ હતો. જેણે પીપળના ઝાડનું રૂપ લઈને યજ્ઞમાં બધા બ્રાહ્મણોને હેરાન કર્યા હતા. એટલું જ નહીં, તેણે બ્રાહ્મણોને માર્યા. જ્યારે આ રાક્ષસ પીપળના વૃક્ષનું રૂપ ધારણ કરિયું હતું. ત્યારે બ્રાહ્મણ જે પણ તેની ડાળીઓ અને પાંદડાં તોડવા જતા હતા. તે જ સમયે આ રાક્ષસ તે બ્રાહ્મણને તેનો આહાર બનાવતો હતો.
ઋષિ મુનિએ જોયું કે તેમના શિષ્યોની સંખ્યા ધીરે ધીરે ઓછી થઈ રહી છે. તેણે શનિદેવ ની મદદ લીધી અને તેમની પાસે ગયા. મુનિની વાત સાંભળ્યા પછી શનિદેવ એક બ્રાહ્મણનું રૂપ લે છે અને પીપળના વૃક્ષ ની પાસે જાય છે. પરંતુ રાક્ષસ શનિદેવને એક સામાન્ય બ્રાહ્મણ માનતા. તેને પણ પોતાનો ખોરાક માની ને ગળી જાય છે. તે પછી શનિદેવ તેનું પેટ ફાડીને પછી બહાર આવે છે અને તે રાક્ષસનો અંત આવે છે.
જ્યારે બ્રાહ્મણો ને આ રાક્ષસથી મુક્તિ મળી. ત્યારે તે ખૂબ જ પ્રસન્ન થયા અને શનિદેવના તમામ બ્રાહ્મણો અને ઋષિ-મુનિઓ આભાર માન્યો. શનિદેવ પણ ખૂબ ખુશ થયા અને તેણે કહ્યું કે જે કોઈ શનિવારે પીપળના ઝાડને સ્પર્શે અથવા બધા કામ કરશે. તે તેને ક્યારેય પરેશાન કરશે નહીં. જો શનિવારે વ્યક્તિ સ્નાન, ધ્યાન, હવન અને પૂજા કરે છે. તેથી તેને શનિ નો દોષ ભોગવવો પડતો નથી. આ વ્યક્તિ પર હંમેશા શનિદેવ ના આશિર્વાદ અને સાથ મળે છે.