કાર્ડ છપાઈ ગયા પછી પણ સલમાન સાથે ફેરા ના લઇ શકી અભિનેત્રી સંગીત બિજલાની, આ ક્રિકેટર્સ સાથે કર્યા લગ્ન..

બોલિવૂડની મશહૂર અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા સંગીતા બિજલાનીનો જન્મ 9 જુલાઈ 1960 ના રોજ મુંબઈના સિંધી પરિવારમાં થયો હતો. ફિલ્મોમાં અભિનય સિવાય સંગીતા બિજલાનીએ તેની સુંદરતા માટે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. સંગીતાએ 16 વર્ષની વયે મોડેલિંગથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે નીરમા અને પોન્ડ્સના સાબુ સહિતના અનેક કમર્શિયલ્સમાં કામ કર્યું હતું. વર્ષ 1980 માં સંગીતા મિસ ઇન્ડિયા બની હતી. સંગીતાએ બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત વર્ષ 1988 માં રિલીઝ થયેલી ફિલ્મ કાતિલથી કરી હતી. આ દરમિયાન સંગીતાની સલમાન સાથેની નિકટતા વધતી ગઈ.
સંગીતા બિજલાની અને સલમાન ખાને 1986 માં એકબીજાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે સંગીતા ફિલ્મોમાં આવી ન હતી. બંને લગભગ 10 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. આ બાબત લગ્ન સુધી પહોંચી હતી અને કાર્ડ્સ પણ છપાઈ ગયા હતાં પરંતુ અંતિમ ક્ષણે તેઓએ લગ્ન રદ કરી દીધાં હતા. સલમાન ખાને પોતાની એક ઇન્ટરવ્યૂ દરમિયાન કબૂલાત કરી છે કે કાર્ડ છપાઈને ઘણી જગ્યાએ વહેચાઈ પણ ગયા હતા પણ લગ્ન થઈ શક્યા ન હતા.
જસીમ ખાનનું પુસ્તક ‘બીઇંગ સલમાન’ માં આ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે સંગીતાએ એક ઇન્ટરવ્યુમાં તેના અને સલમાનના લગ્નની પુષ્ટિ કરી હતી. આટલું જ નહીં, સલમાન ખાને પોતે એમ પણ કહ્યું છે કે તેમના સંગીતા સાથેના લગ્નનું કાર્ડ પણ છાપવામાં આવ્યું હતું. 27 મે 1994 ના રોજ બંનેના લગ્ન થવાના હતા.
એવા અહેવાલો આવ્યા હતા કે સલમાન ખાન અને અભિનેત્રી સોમી અલીની નિકટતા વધી રહી છે. જ્યારે સંગીતાને સોમી અલી સાથે સલમાનની નિકટતા વિશે જાણ થઈ ત્યારે તેણે લગ્ન તોડવાનું મન બનાવી લીધું. 1996 માં, સંગીતાએ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા.
અઝહરુદ્દીન પહેલાથી જ પરિણીત હતો અને તેના બે દીકરા પણ હતા. પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા બાદ અઝહરુદ્દીને સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા. અઝહર સાથે લગ્ન કરવા માટે સંગીતાએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને તેનું નામ બદલીને આયેશા રાખ્યું. લગ્નના 14 વર્ષ પછી સંગીતા અને અઝહરના સંબંધોમાં અણબનાવ આવ્યા હતા. છલ્લે 2010 માં તેમના છૂટાછેડા થઈ ગયા.
જોકે, સંગીતાની હજી પણ સલમાન ખાન સાથે સારી મિત્રતા છે. તેણી સલમાનના ઘરે ઘણીવાર આવતી-જતી જોવા મળે છે. સંગીતાએ ‘ત્રિદેવ’, ‘ઇઝત’, ‘યુગંધર’, ‘જુર્મ’, ‘યોદ્ધા’, ‘ખુન કા કરઝ’ અને ‘હાતીમતાઈ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. લગ્ન બાદ સંગીતા બિજલાની ફિલ્મોથી દૂર થઈ ગઈ. હાલમાં તેનો ઇન્ડસ્ટ્રીમાં પાછા ફરવાનો કોઈ ઇરાદો નથી. સંગીતા હંમેશાં તેના ચાહકો માટે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.