શાહિદ મીરાના લગ્નને થયા 6 વર્ષ પુરા, લવ મેરેજ છોડી શાહિદે 12 વર્ષ નાની મીરા સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નની સુંદર તસવીરો

બોલિવૂડના જાણીતા અભિનેતા શાહિદ કપૂરે લગ્નના છ વર્ષ પૂર્ણ કર્યા છે. શાહિદે વર્ષ 2015 માં દિલ્હીની છોકરી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી દરેકને આશ્ચર્ય થયું કારણ કે શાહિદે લવ મેરેજ છોડી અને ઈન્ડસ્ટ્રીની બહાર લગ્ન કરી લીધાં હતા. મીરા શાહિદથી 12 વર્ષ નાની છે અને તેમના લગ્ન થયા ત્યારે તે 21 વર્ષની હતી. પરંતુ હવે આ બંને વચ્ચે સારી એવી બોન્ડિંગ છે. બંને બે બાળકોના માતા-પિતા છે.
આ રીતે થઇ હતી પહેલી મુલાકાત
View this post on Instagram
શાહિદ અને મીરાની પ્રથમ મુલાકાત સત્સંગમાં થઈ હતી. શાહિદ તેના પિતા પંકજ કપૂર સાથે દિલ્હીના સત્સંગમાં ભાગ લેતો હતો. આ સત્સંગમાં મીરાના પરિવારજનો પણ આવતા હતા અને અહીં જ બંનેની મુલાકાત થઈ હતી. બંનેના મિત્ર બન્યા બાદ પંકજ કપૂરે મીરાના પિતાની સામે બંનેના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આ રીતે મીરા શાહિદની પત્ની બની હતી. આજે અમે તમને બતાવી રહ્યા છીએ બંનેના લગ્ન ની તસવીરો.
તેમના લગ્નની વર્ષગાંઠ પર શાહિદ સાથે એક સુંદર તસવીર શેર કરતા મીરાએ લખ્યું કે, હું તમને ખૂબ પ્રેમ કરું છું, 6 વર્ષ ખુશ છું, મારો પ્રેમ મારી જિંદગી.
બોલિવૂડ અભિનેત્રી ન હોવા છતાં અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
તમને જણાવી દઈએ કે, મીરાએ શાહિદ સાથે લગ્ન કરતા પહેલા એક શરત મૂકી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે તેણે પહેલા જેવા વાળ રાખવા પડશે, તો જ તેણી તેની સાથે લગ્ન કરશે.
પોતાના લગ્નને લઈને ઘણા સમય સુધી શાહિદ કપૂર અને મીરા રાજપૂત ચર્ચામાં રહ્યા હતા. 7 જુલાઇએ બંનેએ તેમની પાંચમી લગ્ન જયંતીની ઉજવણી કરી હતી.
મીરા રાજપૂર શાહિદ કરતા 12 વર્ષ નાની છે. જેના લીધે તેણે પહેલા તો લગ્ન કરવાની ના પાડી હતી. બાદમાં બહેનની સમજાવટ અને પરિવારના લોકોના કહેવાથી મીરા પણ લગ્ન માટે સંમત થઈ ગઈ. મીરા પહેલા શાહિદનું નામ કરીના કપૂર સાથે જોડાયેલું હતું.
ઓગસ્ટ 2016 માં તેમના ઘરે નાની પરી મીશાનો જન્મ થયો હતો. ત્યારબાદ વર્ષ 2018 માં તેમના પુત્ર જેનએ વિશ્વમાં પગ મૂક્યો હતો.